________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : પ્રિ. આ. ૮૦-૮૩]
૫૧
Sિ P ૮૩
છે. એમાં અલપખાનનો પણ વૃત્તાન્ત છે. એની સાથે સાહા દેસલના પુત્ર સમરસિંહને મિત્રતા હતી તે વાત અહીં અપાઈ છે. એ સમરસિંહ “શત્રુજ્ય તીર્થના ઉદ્ધાર માટે એની પાસેથી ફરમાન મેળવવા ગયો અને ઉદ્ધારના કાર્યમાં અને કેવી સરસ' અનુકૂળતા મળી એ બાબત અહીં આલેખાઈ = ૮૨ છે. આ નાભિનન્દનોદ્વારપ્રબન્ધમાં ગુજરાતનું તેમ જ પાલણપુરનું ભવ્ય વર્ણન છે.”
*વજભૂતીય કાવ્યો (ઉં. વિક્રમની બીજી સદી): આ ભર-કચ્છ(ભરૂચ)ના નિવાસી વજભૂતિસૂરિની રચના છે. એઓ શરીરે અત્યંત કૃશ-સૂકલકડી હતા અને રૂપાહીન હતા. એમને કોઈ શિષ્યાદિરૂપ પરિવાર પણ ન હતો. એમના સમયમાં એ ભરૂચમાં નભોવાહન નામનો સમૃદ્ધ કોશવાળો રાજા હતો. એ રાજા તે પશ્ચિમ ભારતનો ‘ક્ષહરાત” વંશનો શક ક્ષત્રપ નહપાન સંભવે છે. એનો સમય ઈ. સ.ની બીજી સદીના પૂર્વાર્ધ મનાય છે. એ રાજાના અંતઃપુરમાં આ વજભૂતિસૂરિનાં કાવ્યો ગવાતાં હતાં. એ સાંભળીને એ રાજાની રાણી પદ્માવતીને એના પ્રણેતાને-વજભૂતિસૂરિને જોવાનું મન થયું. એથી એક દિવસ એ રાણી પોતાના પતિની રજા લઈ અને યોગ્ય ભેટયું લઈને દાસીઓ સાથે વજભૂતિસૂરિની વસતિમાં આવી. ત્યાં બારણામાં રાણીને આવેલી જોઈ વજભૂતિસૂરિ જાતે જ હાથમાં આસન લઈ બહાર નીકળ્યા. એમને જોઈ પદ્માવતીએ પૂછયું કે આચાર્ય વજભૂતિ ક્યાં છે ? વજભૂતિસૂરિએ જવાબ આપ્યો કે એઓ તો બહાર ગયા છે. એક દાસીએ ઇશારતથી રાણીને સમજાવ્યું કે આ જ વજભૂતિસૂરિ છે. એ જાણી પદ્માવતી વિરાગ પામી અને બોલી કે હે કસરુમતી નદી ! મેં તને જોઈ અને તારું પાણી પીધું. તારું નામ તો સારું છે પણ દર્શન સારું નથી. પછી વજભૂતિસૂરિને ” એ રાણીએ પોતે લાવેલું ભેટશું સોંપ્યું અને જાણે પોતે એમને ઓળખી ન લીધા હોય તેમ વર્તી એ બોલી કે આ ભેટછું વજભૂતિસૂરિને આપજો. આમ કહી એ ચાલી ગઈ.
પદ્મચરિત્ર (ઉ. વિક્રમની છઠ્ઠી સદી)–આના કર્તા સમર્થ આચાર્ય મલવાદી છે એમ મનાય છે. એઓ સિદ્ધસેન દિવાકર કરતાં પછી અને સમભાવભાવી હરિભદ્રસૂરિ કરતાં પહેલાં થયા છે. ૧. આ પ્રસંગને અંગેના પદ્યો ગુજરાતી અનુવાદ સહિત ઉપર્યુક્ત લેખ (પૃ. ૨૭૪-૨૭૮)માં જોવાય છે. ૨. જુઓ ૫. લાલચંદ્ર ભ. ગાંધીનો લેખ “શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધારક નામે સમરસિંહ (તિલિંગ દેશનો
સ્વામી).” આ લેખ “જૈન યુગ” (વ. ૧, પૃ. ૧૦૨. ૧૮૩, ૨૫૫ અને ૪૦૩)માં છપાયો છે. ૩. આ સંબંધમાં જુઓ જિનવિજયજીનો લેખ નામે “ગૂર્જર ભૂમિની ભવ્યતાનું એક ઉલ્લેખ્ય વર્ણન”. આ લેખ
પુરાતત્ત્વ” (પુ. ૫, અં. ૧)માં છપાયો છે. ૪. આ નામ મેં યોજયું છે. ૫. આ સંસ્કૃતમાં હશે અને એ વિપુલ સંખ્યામાં હશે એમ માની મેં આની અહીં નોંધ લીધી છે. આ કાવ્યો
આજે મળે છે ખરાં ? ૬. આ ઉપરથી કોઈને “કલાપી” (કાઠિયાવાડના લાઠીના ઠાકોર સુરસિંહજી ત. ગોહેલ), ‘કાન્ત’ (મણિશંકર
રત્નજી ભટ્ટ) વગેરે યાદ આવે તો નવાઈ નહિ. ૭. આને મલયગિરિસૂરિએ “કસરુ” કહી છે. વિશેષમાં આ નદીની પ્રસિદ્ધિ તો ઘણી છે પણ તે પ્રમાણે એનું પાણી નથી એમ કહ્યું છે. આ નદી લાટમાં કે એના આસપાસના પ્રદેશમાં હશે એમ ડૉ. સાંડેસરાએ જૈન
આગમસાહિત્યમાં ગુજરાત (પૃ. ૩૪)માં કહ્યું છે તો એ નદી ક્યાં આવી તેની તપાસ થવી ઘટે. ૮-૯ જુઓ વવહાર ઉપરનું ભાસ (ગા. ૫૮-૫૯) અને એ ઉપરની મલયગિરિસૂરિકૃત વૃત્તિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org