________________
P ૮૧
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
સમાનનામક કૃતિઓ–કવિ જિનહર્ષએ પણ શત્રુંજય-માહાત્મ્ય નામનો રાસ રચ્યો છે. આને કેટલાક શત્રુંજ્ય-મહાતીર્થ-માહાત્મ્ય કહે છે. અન્ય કોઈકની પણ આ નામની ગદ્યાત્મક કૃતિ છે. 'શત્રુંજયમાહાત્મ્યોલ્લેખ (વિ. સં. ૧૭૮૨)– આ કૃતિ પંડિત હંસરત્ને વિ. સં. ૧૭૮૨માં રાજદ્રંગમાં એટલે કે રાજનગરમાં અર્થાત્ અમદાવાદમાં સુગમ સંસ્કૃતમાં મુખ્યતયા ગદ્યમાં રચી છે. એમણે અહીં કહ્યું છે કે ધનેશ્વરસૂરિષ્કૃત દસ હજાર શ્લોક જેવડા શત્રુંજયમાહાત્મ્યના ઉદ્ધારરૂપે મેં આ રચના કરી છે. આ કૃતિ પંદર અધિકારમાં વિભક્ત છે અને એનું પરિમાણ ૮૫૫ શ્લોક જેવડું છે. પ્રસ્તુત હંસરત્ન એ ‘નાગપુરીય તપા’ ગચ્છના ન્યાયરત્નના શિષ્ય થાય છે.
૫૦
શત્રુંજયમાહાત્મ્યોદ્વાર–આ ધનેશ્વરસૂરિષ્કૃત શત્રુંજયમાહાત્મ્યના સંક્ષેપરૂપ છે અને એનો ઉલ્લેખ પ્રો. વેબરે પોતાની કૃતિ નામે “બર્લિનની હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર” (ભા. ૨, ક્રમાંક ૧૯૯૩)માં કર્યો છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ ૩૭૨)માં ઉલ્લેખ છે. આ જ ઉપર્યુક્ત કૃતિ છે ?
શત્રુંજયમહાતીર્થોદ્વારપ્રબન્ધ (વિ. સં. ૧૩૯૨)–આના કર્તા કક્કસૂરિ છે. શું આ કૃતિ પદ્યમાં છે ? [ગુજ. અનુવાદ સાથે જિનશાસન આ. ટ્રસ્ટ. સં. ૨૦૫૮માં પ્રસિદ્ધ.]
શત્રુંજયમાહાત્મ્ય-આ ગદ્યાત્મક અપૂર્ણ કૃતિની એક હાથપોથી લીંબડીના ભંડારમાં છે. એના કર્તા વગેરેનું નામ જાણવામાં નથી.
શત્રુંજયોદ્ધાર (વિ. સં. ૧૫૮૭)–આને ઇષ્ટાર્થસાધક પણ કહે છે. આ કૃતિ વિનયમંડનના શિષ્ય વિવેકધીરગણિએ વિ. સં. ૧૫૮૭માં રચી છે. આ ધનેશ્વરસૂરિષ્કૃત શત્રુંજ્યમાહાત્મ્યના ઉદ્ધારરૂપ છે. [શત્રુંજયકથાકોષ નામની શત્રુંજયકલ્પલતા ઉપરની ટીકા શુભશીલગણિએ સં. ૧૫૧૮માં રચી છે.] શત્રુંજયોદ્ધાર (વિ. સં. ૧૬૬૭)–આ ખંભાતના મહીરાજના પુત્ર ઋષભદાસે ધનેશ્વરસૂરિકૃત શત્રુંજયમાહાત્મ્યના સંક્ષેપરૂપે રચેલી કૃતિ છે.
[જિનર્હષકૃત શત્રુંજયમાહાત્મ્ય અને નયસુન્દરકૃત શત્રુંજયોદ્ધાર (રચના સં. ૧૬૩૮)નો જિ.૨.કો. પૃ. ૩૭૨માં ઉલ્લેખ છે.]
નાભિનન્દનોદ્વારપ્રબન્ધTM (વિ. સં. ૧૩૯૩)–આ સિદ્ધસૂરિના શિષ્ય કક્કસૂરિની કૃતિ છે. એમાં અલાવદીને (અલા-ઉદ્-દિન) ક્યાં ક્યાં હિંદુ રાજ્યોનો નાશ કર્યો તેની હકીકત ૧. આ કૃતિ ‘શત્રુંજ્યમાહાત્મ્ય”ના નામથી શ્રી. પુરુષોત્તમદાસ ગીગાભાઈએ વિ. સં. ૧૯૭૧માં છપાવી છે. [આનું પુનઃ પ્રકાશન “દિવ્યદર્શન ટ્રસ્ટ” તરફથી અને મુનિ જયાનન્દ વિ.ના સંપાદન પૂર્વક ભીનમાલથી થયું છે.]
૨. આ કૃતિ ‘જૈ. આ. સ.’' તરફથી મુનિ જિનવિજયજીની પ્રસ્તાવના સહિત વિ સં. ૧૯૭૩માં છપાવાઈ છે. ૩. આ સમગ્ર પ્રબંધ ‘‘હેમચંદ્ર ગ્રંથમાલા”માં પ્રસિદ્ધ કરાયો છે. જિ. ૨ કો. (વિ. ૧, પૃ. ૨૧૦)માં કહ્યું છે આ કૃતિ તે કદાચ શત્રુંજ્યમહાતીર્થપ્રબન્ધ જ હશે.
૪. આને લગતાં પદ્યો ગુજરાતી અનુવાદ સહિત ‘ઉલગખાન અને અલપખાન' નામના જિનવિજયજીના લેખ (પૃ. ૨૭૨-૨૭૪)માં જોવાય છે. આ લેખ “પુરાતત્ત્વ” (પુ. ૪, અં, ૩-૪)માં છપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org