________________
પ્રકરણ ૨૦ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : પ્રિ. આ. પ૬-૬૦]
૩૭
શલાકા-પુરુષો વિષે તેમ જ અવાંતર નૃપતિઓ અને વિદ્યાધરો વિષે પણ અહીં માહિતી અપાઈ છે. સર્ગ ૪-૭માં ઊધ્વદિ ત્રણ લોકનું અને અછવાદિ પદાર્થોનું નિરૂપણ છે. સ. ૨૩, શ્લો. ૫૮–૧૦૭માં પુરુષનાં લક્ષણો વિચારાયાં છે. તેમાં શ્લો. ૮૫-૯૭ કરલક્ષણ અને એની સાર્થકતાને અંગે છે.
૬૬મા સર્ગમાં મહાવીરસ્વામીથી માંડીને આ ગ્રંથકાર સુધીની ગુરુપરંપરાનો અહીં ઉલ્લેખ છે.
સમકાલીન નૃપતિઓ – આ અંતિમ સર્ગમાં લો. પરમાં કહ્યું છે કે શકસંવત્ ૭૦૫માં ઉત્તર દિશાનું રક્ષણ ઈન્દ્રાયુધ, દક્ષિણનું કૃષ્ણનો પુત્ર શ્રીવલ્લભ, પૂર્વનું અવન્તીનો રાજા વત્સરાજ અને પશ્ચિમના સૌરોના અધિમંડલનું (સૌરાષ્ટ્રનું) વીર જયવરાહ કરતા હતા તે સમયે આ ગ્રંથ રચાયો છે. | P ૫૯
સમાનનામક કૃતિઓ – હરિવંશપુરાણ નામની કેટલીક કૃતિઓ અપભ્રંશમાં તો કેટલીક સંસ્કૃતમાં છે. એ પૈકી સંસ્કૃત કૃતિઓના કર્તાનાં નામ નીચે મુજબ છે :
જયસાગર, જિનદાસ, ધર્મકીર્તિ, મંગરાસા (? જ), રવિષેણ, રામચન્દ્ર, શ્રીભૂષણ, શ્રુતકીર્તિ અને સકલકીર્તિ. [સકલકીર્તિએ ૧૪ અને એમના શિષ્ય જિનદાસે ૨૬સર્ગ રચ્યા છે. જૈ. સા. બૃ. ઈ. ૬/૫૧]
રામચન્દ્રકૃત પુરાણ માટે ઉપર્યુક્ત હિંદી પ્રસ્તાવના (પૃ. ૨૧)માં એ વિ. સં. ૧૫૬૦ પહેલાનું હોવાનો ઉલ્લેખ છે. ધર્મકીર્તિકૃત પુરાણનો રચનાસમય વિ. સં. ૧૬૭૧ દર્શાવાયો છે.
કાણભિક્ષુની કૃતિ (લ. વિ. સં. ૮૫૦) – દિ. જિનસેન પહેલાએ આદિપુરાણ (શ્લો. ૫૧)માં જે કથાલંકારાત્મક ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે તે શું સંસ્કૃતમાં રચાયો છે અને શું એ પુરાણ છે ?
શાન્તિનાથ–પુરાણ યાને લઘુ-શાન્તિનાથ–પુરાણ (વિ. સં. ૯૧૦)-આના કર્તા દિ, કવિ અસગ છે. એમણે આ પુરાણ વિ. સં. ૯૧૦માં સોળ સર્ગમાં આશરે ૨૫૦૦ શ્લોકમાં રચ્યું છે. આને કેટલાક લઘુ-શાન્તિનાથ–પુરાણ પણ કહે છે. આ અસગે આ પુરાણમાં સમ્મતિચરિત્ર એ નામથી પોતાની કૃતિ નામે મહાવીર-પુરાણનો ઉલ્લેખ કર્યો છે. આ મહાવીર-પુરાણની એક હાથપોથીની પ્રશસ્તિમાં આ અસગે વિ. સં. ૯૧૦માં રચેલી આઠ કૃતિઓની નોંધ છે.
સમાનનામક કૃતિઓ-શાન્તિનાથ-પુરાણ નિમ્નલિખિત દિ. વ્યક્તિઓએ પણ રચ્યું છે :ગુણસેન, બ્રહ્મ-જયસાગર, બ્રહ્મદેવ, શાન્તિકીર્તિ, શ્રીભૂષણ અને સકલકીર્તિ. આ પૈકી શ્રીભૂષણે વિ. સં. ૧૬૫૯માં શાન્તિનાથ-પુરાણ રચ્યું છે.
મહાવીર–પુરાણ યાને વર્ધમાન-પુરાણ (વિ. સં. ૯૧૦) – આ પુરાણને મહાવીર- - ૬૦ ચરિત્ર, વર્ધમાનચરિત્ર, સન્મતિ–ચરિત્ર અને સમ્મતિ–ચરિત્ર પણ કહે છે. એના કર્તા ઉપર્યુક્ત ૧. આ ચાર રાજાઓનો પરિચય જૈ. સા. ઈ. (પૃ. ૪૨૫-૪૨૮)માં અપાયો છે. ૨. દા. ત. હરિવંશપુરાણ. ૩. આ પુરાણ મરાઠી અનુવાદ સહિત સોલાપુરથી ઈ. સ. ૧૯૩૧માં છપાવાયું છે. ૪. અસગે એમના શાન્તિનાથ–પુરાણમાં આ મહાવીર-પુરાણનો સમ્મતિ–ચરિત્રના નામે ઉલ્લેખ કર્યો છે.
જુઓ ઉપરનું લખાણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org