________________
P૭૧
P ૭૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૦
ધવલે હિરવંસપુરાણમાં પદ્મસેનસૂરિના પુરાણ વિષે ઉલ્લેખ કર્યો છે. આ પુરાણની એક હાથપોથી વિ. સં. ૧૫૬૮માં લખાયેલી મળે છે.
૪૪
પદ્મસુન્દર એ પદ્મમેરુના શિષ્ય અને આનન્દમેરુના પ્રશિષ્ય થાય છે. એઓ વિ. સં. ૧૬૧૫માં રાયમલ્લાભ્યુદય રચનારા પદ્મસુન્દર હોવાનો અને દિ. હોવાનો સંભવ છે એમ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૪૪)માં ઉલ્લેખ છે.
વાદિચન્દ્રે પાર્શ્વનાથ-પુરાણ વિ. સં. ૧૬૪૦માં અને શ્રીભ્રૂણના શિષ્ય ચન્દ્રકીર્તિએ એ નામનું પુરાણ વિ. સં. ૧૬૫૪માં રચ્યું છે.
મહાપુરાણ (શકસંવત્ ૯૬૮=વિ. સં. ૧૧૧૦૩)–આના કર્તા દિ. મલ્લિષણસૂરિ છે. એઓ ‘સેન’ ગણના કનકસેનગણિના શિષ્ય અને ‘અજિતસેનગણિના પ્રશિષ્ય થાય છે. આ મલ્લિષણસૂરિએ કામચાંડાલિની-કલ્પ, જ્વાલિની-કલ્પ, ભૈરવ-પદ્માવતી-કલ્પ અને 'સરસ્વતી-કલ્પ એમ ચાર કલ્પ તેમજ નાગકુમાર-ચરિત રચ્યાં છે. કેટલાકને મતે વિદ્યાનુશાસન પણ એમની કૃતિ છે. વળી કોઈક તો બાલગ્રહ-ચિકિત્સા અને વજ્રપંજરવિધાનને પણ એમની કૃતિ ગણે છે. કામચાંડાલી-કલ્પનાં આદ્ય બે પદ્યો જોતાં જણાય છે. કે મલ્લિષણસૂરિ સંસ્કૃત અને પાઇય એ ઉભય ભાષાનાં કવિ હતા. એઓ જે કંઇ કૃતિ રચતા તે મનમાં પૂર્ણ રચાઇ જાય પછી જ એને ભૂમિ કે પત્થર ઉપર લિપિબદ્ધ કરતા. આ એમની સ્મરણ-શક્તિની સતેજતાનું દ્યોતન કરે છે. ઉપર્યુક્ત નાગકુમાર-કાવ્યની અને જ્વાલિનીકલ્પની પ્રશસ્તિમાં એઓ પોતાને જિનસેનસૂરિના શિષ્ય તરીકે ઓળખાવે છે જ્યારે મહાપુરાણની અને ભારતી-કલ્પની પ્રશસ્તિમાં એઓ પોતાને જિનસેનના પુત્ર તરીકે ઓળખાવે છે. ગુરુને પિતા ગણવાની ભારતીય પ્રથા છે એટલે કેએ અર્થ અત્ર પ્રસ્તુત છે કે કેમ તે જાણવું બાકી રહે છે.
બિરુદો– મલ્લિષણસૂરિની વિવિધ કૃતિઓ ઉપરથી એમનાં બિરુદો નીચે મુજબ હોવાનું જણાય છે :- ઉભયભાષાકવિચક્રવર્તી, ઉભયભાષાકવિશેખર, ગારૂડમંત્રવાદવેદી, યોગીશ્વર, સકલાગમલક્ષણ-તર્કવેદી અને સરસ્વતીલબ્ધવરપ્રસાદ. [‘જૈન મહાપુરાળ તા પર જ અધ્યયન' તે. ડો. મુરિ પ્રગટ થયું છે.]
..
૧. ઉપર્યુક્ત હિંદી પ્રસ્તાવનામાં ૧૧૦૪નો ઉલ્લેખ છે.
૨. એઓ ‘ગંગ’ વંશના રાજા રાયમલ્લના અને એના મંત્રી ચામુંડરાયના ગુરુ થાય છે.
૩. આ કલ્પ ‘‘શ્રીભૈરવ-પદ્માવતી-કલ્પ''ના નામથી શ્રી. સારાભાઇ મણિલાલ નવાબ તરફથી ઈ. સ. ૧૯૩૭માં પ્રકાશિત થયો છે. એમાં આનું બંધુષેણે રચેલ વિવરણ, ૪૪ યંત્રો, ૩૧ પરિશિષ્ટો અને મૂળનું ગુજરાતી ભાષાંતર અપાયાં છે. ઈ. સ. ૧૯૪૪માં પ્રકાશિત આવૃત્તિમાં સ્વ. મોહનલાલ ભગવાનદાસ ઝવેરીનો વિસ્તૃત અંગ્રેજી ઉપોદ્ઘાત અપાયો છે. વિશેષમાં ભૈરવ-પદ્માવતી-કલ્પ પં. ચન્દ્રશેખરજે શાસ્ત્રીની હિન્દી ભાષા-ટીકા, ૪૬ યંત્રો તેમજ પદ્માવતી દેવીને લગતી કેટલીક રચનાઓ સહિત શ્રી. મૂલચંદ કિશનદાસ કાપડીઆએ વીરસંવત્ ૨૪૭૯ અર્થાત્ ઈ. સ. ૧૯૫૨માં છપાવી છે.
૪. આને ભારતી-કલ્પ કહે છે. આ સરસ્વતીમન્ત્રકલ્પના નામથી શ્રી સારાભાઈ મણિલાલ નવાબે ઈ. સ. ૧૯૩૭માં જે ભૈરવ-પદ્માવતી-કલ્પ પ્રકાશિત કર્યો છે તેમાં ૧૧માં પરિશિષ્ટ તરીકે પૃ. ૬૧-૬૮માં છપાવાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org