________________
પ્રકરણ ૨૦ : શ્રવ્ય કાવ્યો : પુરાણો ઃ [પ્ર. આ. ૬૬-૭૦]
`પુરાણસાર–આને પુરાણસંગ્રહ અને પુરાણસારસંગ્રહ પણ કહે છે. આના કર્તા દિ. આચાર્ય દામનન્દિ છે. એઓ વિનયનન્દ્રિસૂરિના શિષ્ય થાય છે અને એમણે ચતુર્વિંશતિતીર્થંકરપુરાણ પણ રચ્યું છે. પ્રસ્તુત કૃતિમાં નિમ્નલિખિત છ તીર્થંકરોનાં ચરિતને સ્થાન અપાયું છેઃ—
આદિનાથ, ચન્દ્રપ્રભસ્વામી, શાન્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી.
૪૩
પ્રથમ ચરિત પાંચ સર્ગમાં વિભક્ત છે. એમાં ૩૫૦ પદ્યો છે. એ સર્ગોમાં યુગન્ધરસ્વામીનું નિર્વાણ, વજ્રનાભનું સર્વાર્થ સિદ્ધિમાં ગમન, આદિનાથને કેવલજ્ઞાનની પ્રાપ્તિ, ભરત ચક્રવર્તીનો દિગ્વિજય અને આદિનાથનું નિર્વાણ અનુક્રમે અગ્ર સ્થાન ભોગવે છે.
ચન્દ્રપ્રભચરિતમાં ૮૪ પદ્યો છે.
શાન્તિનાથચરિત્રમાં છ સર્ગ છે. એમાં ‘આર્યા'માં ૫૧૧ પદ્યો છે.
આર્યામાં રચાયેલું નેમિનાથચરત પણ મોટું છે જ્યારે બાકીનાં નાનાં છે.
નેમિનાથચરિતની રચના જિનસેનકૃત હરિવંશપુરાણ ઉપરથી અને બાકીનાની રચના જિનસેનકૃત આદિપુરાણ અને ગુણભદ્રકૃત ઉત્તરપુરાણ ઉપરથી થયાનું અનુમનાય છે. આદિનાથચરિત (સ. ૧)ના દ્વિતીય પદ્યમાં ઇતિહાસ અને પુરાણને એકાર્થક ગણ્યા છે. ંઅનુવાદ–આ હિન્દી અનુવાદ પં. ગુલાબચન્દ્ર જૈને કર્યો છે.
સમાનનામક કૃતિઓ–દિ. શ્રીનન્દિના શિષ્ય શ્રીચન્દ્રે ૨૧૦૦ શ્લોક જેવડી વિ. સં ૧૦૭૦માં અને સકલકીર્તિએ પંદ૨મી સદીમાં એકેક કૃતિ રચી છે. એક અજ્ઞાતકર્તૃક પણ છે.
*પાર્શ્વનાથ-પુરાણ (શકસંવત્ ૯૪૭=વિ. સં. ૧૦૮૨)–આ પુરાણ દિ. વાદિરાજે શકસંવત્P ૭૦ ૯૪૭માં રચ્યું છે. એમાં એમણે પોતાને ‘ચૌલુક્ય' વંશના જયસિંહદેવ બીજા (ઇ.સ. ૧૦૧૫૧૦૪૫)ના ગુરુ તરીકે ઓળખાવ્યા છે. આ પુરાણ પાર્શ્વનાથનું જીવનચરિત્ર રજૂ કરે છે.
પંજિકા–આના કર્તા દિ. વિજયકીર્તિના શિષ્ય દિ. શુભચન્દ્ર છે. આની નોંધ આ શુભચન્દ્રે પોતાના પાંડવપુરાણમાં લીધી છે.
સમાનનામક પુરાણો–આ નામનાં પુરાણોના કર્તાનાં નામ નીચે મુજબ છે :
(૧) ચન્દ્રકીર્તિ, (૨) પદ્મસુન્દર, (૩) પદ્મસેનસૂરિ, (૪) વાદિચન્દ્ર અને (૫) સકલકીર્તિ.
૧. આ કૃતિ પુરાણસાગરસંગ્રહના નામથી પં. ગુલાબચન્દ્ર જૈનના હિન્દી અનુવાદ સહિત બે ભાગમાં ‘ભારતીય જ્ઞાનપીઠ; કાશી' તરફથી અનુક્રમે ઇ.સ. ૧૯૫૪ અને ઇ.સ. ૧૯૫૫માં પ્રકાશિત કરાઇ છે. પ્રથમ ભાગમાં આદિનાથ, ચન્દ્રપ્રભસ્વામી અને નેમિનાથનાં ચિરત છે જ્યારે બીજા ભાગમાં બાકીના ત્રણ તીર્થંકરનાં છે.
૨. જુઓ આદિનાથચરિત (સ. ૫, શ્લો, ૫૦.)
૩. આ ‘‘ભારતીયજ્ઞાનપીઠ'' કાશીથી પ્રકાશિત છે. જુઓ પૃ (૬૮)
૪. આ પુરાણ ‘‘મા. દિ. ગ્રં''માં ગ્રંથાંક ૪ તરીકે વિ. સં ૧૯૭૩માં છપાયું છે. એનો વિચાર આપણે પાર્શ્વનાથચરિત્ર તરીકે પૃ ૩૧ માં કરી ગયા છીએ.
Jain Education International
For Personal & Private Use Only
P. ૬૯
www.jainelibrary.org