________________
૪૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૦
| P ૬૭ આદિપુરાણ (સ. ૨, શ્લો. ૯૬-૧૫૪)માં “પુરાણ' શબ્દની વિસ્તૃત વ્યાખ્યા કરી એનો
વ્યાપક અર્થ દર્શાવાયો છે. વૈદિક હિન્દુઓનાં પુરાણોમાં સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વન્તર અને વંશાનુચરિત પ્રતિપાદ્ય વિષય તરીકે જોવાય છે તો દિગંબર પુરાણોમાં વૈલોક્યની રચના (ક્ષેત્રે), ત્રણે કાળ, રત્નત્રિતયરૂપ તીર્થ, સપુરૂષ અને એની પુણ્ય પ્રવૃત્તિને સ્થાન અપાયું છે.
| ઋષભદેવના ચરિત્રરૂપ આ આદિપુરાણની રચના કવિ પરમેશ્વરે કહેલી ગદ્યકથાને આધારે કરાઈ છે. ઉપર્યુક્ત દિ.ગુણભદ્રસૂરિના મતે આદિપુરાણ એ તમામ છંદો અને અલંકારોને લક્ષ્યમાં રાખીને રચાયું છે અને એ સુભાષિતોનો ભંડાર છે.
જિનસેન વિગેરેના શિષ્ય ગુણભદ્ર અ. ૪૮-૭૭ રૂપે ઉત્તરપુરાણ રચી ઉપર્યુક્ત મહાપુરાણનીએમના ગુરુની કૃતિની–જૈન આચાર, સંસ્કાર અને તત્ત્વજ્ઞાન ઉપર પ્રકાશ પાડનારી કૃતિની પૂર્ણાહુતિ કરી છે અને એ દ્વારા બાકીના ૬૨ શલાકાપુરૂષોનું જીવન સંક્ષેપમાં આલેખ્યું છે. ૬૮માં પર્વમાં રામચન્દ્રની કથા છે. એ વિમલસૂરિત પઉમચરિયથી અને રવિણકૃત પદ્મપુરાણથી સીતાની ઉત્પત્તિની બાબતમાં જુદી પડે છે, જો કે પુષ્પદન્તકૃત મહાપુરાણ અને ચામુંડરાયપુરાણ સાથે એ મળતી આવે છે. આ ઉત્તરપુરાણમાં નારદે સીતાના અનુપમ સૌન્દર્યની પ્રશંસા કરી તે ઉપરથી રાવણને એનું હરણ કર્યાની વાત છે. આમ એ વિમલસૂરિકૃતિ પઉમચરિયથી જુદો મત દર્શાવે છે કેમકે ત્યાં તો લક્ષ્મણે ચન્દ્રનખાના પુત્ર શબૂકના કરેલા વધને કારણરૂપ ગણ્યું છે.'
આ ઉત્તરપુરાણમાં જીવલ્વરનું ચરિત્ર આલેખાયું છે.
રચનાસમય- ઉત્તરપુરાણની પ્રશસ્તિ ગુણભદ્ર અને એમના શિષ્ય લોકસેને રચેલી બે P ૬૮ પ્રશસ્તિના જોડાણરૂપ છે. એ હિસાબે શક-સંવત્ ૮૨૦ એ કંઈ ઉત્તરપુરાણની પૂર્ણાહૂતિનો સમય
નથી પરંતુ એ તો એના પૂજામહોત્સવનું વર્ષ છે. એ ઉત્તરપુરાણ શકસંવત્ ૭૭૦ની આસપાસમાં પૂર્ણ થયું હશે.'
ટિપ્પન-આના કર્તા પ્રભાચન્દ્ર છે. હરિજેણે પણ ટિપ્પન રચ્યું છે. વળી અનન્ત બ્રહ્મચારીએ ટિપ્પન અને કોઈકે ટીકા રચી છે.
ટીકા-ભટ્ટારક લલિતકીર્તિએ ઈ.સ. ૧૮૨૭માં ટીકા રચી છે. મંગલ-ટીકા-મંગળ-શ્લોકના ઉપરની આ ટીકા માણિક્ય વર્ણીએ રચી છે. આદિપુરાણ-સકલકીર્તિએ તેમજ ચન્દ્રકીર્તિએ પણ એકેક આદિપુરાણ રચ્યું છે.
ઉત્તરપુરાણ-આ સકલકીર્તિની રચના છે. એમણે આદિપુરાણ પણ રચ્યું છે. ૧. વાલ્મીકિએ શૂર્પણનાખાના વિરૂપણને અને અન્યત્ર સીતાના સ્વયંવરના સમયથી રાવણની એના તરફની
આસક્તિને કારણરૂપ ગણ્યું છે. ૨. જુઓ જૈ. સા. ઈ. (પૃ ૫૧૪). ગુણભદ્રનો સ્વર્ગવાસ થતાં આ પૂજામહોત્સવ થયો હશે એવો અહીં ઉલ્લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org