________________
પ્રકરણ ૨૦ : શ્રવ્ય કાવ્યો : પુરાણો : પ્રિ. આ. ૬૦-૬૩]
૩૯
કવિવર સિદ્ધસેન (શ્લો. ૩૯ ને ૪૨), કવિ અને વાદી સમન્તભદ્ર (લો. ૪૩ને ૪૪), તપસ્વી અને વાદી શ્રીદત્ત (શ્લો. ૪૫), બહુશ્રુત યશોભદ્ર (શ્લો. ૪૬), કવિ પ્રભાચન્દ્ર (શ્લો. ૪૭) અને એમની ચન્દ્રોદય નામની કૃતિ (શ્લો. ૪૭ અને ૪૮), મુનીશ્વર શિવકોટિ (ગ્લો. ૪૯), કવિ જટાચાર્ય - ૬૨ (શ્લો. ૫.), કાણભિક્ષુ (શ્લો. ૫૧) અને એમનો કથાગ્રન્થ (શ્લો. ૫૧), કવિ દેવ (દેવનન્ટિ) (શ્લો. પર), ભટ્ટ અકલંક (સ્લો. ૫૩), શ્રીપાલ શ્લો.(૫૩), પાત્રકેશરી શ્લો. (૫૩), કવિ અને ગમક (ટીકાકાર) વાદિસિંહ (શ્લો. પ૪), કવિ વીરસેન (શ્લો. ૫૫) અને એમણે રચેલ ધવલ (ગ્લો. ૫૮), વિબુધ જયસેન (શ્લો. ૫૯) તેમ જ પરમેશ્વર (ગ્લો. ૬૦) અને એમણે રચેલો વાગર્થસંગ્રહ (શ્લો.૬૦).
આ આદિપુરાણમાં નિર્દેશાવેલા ઉપર્યુક્ત મહાનુભાવોનો સંક્ષિપ્ત પરિચય હું આપું છું –
સિદ્ધસેન –એમને કેટલાક દિગંબર' ગણે છે અને સમ્મઈપયરણ તેમ જ એમની કેટલીક દ્વત્રિશિકાઓને પણ દિગંબરીય કૃતિ તરીકે ઓળખાવે છે."
સમન્તભદ્ર – આ સુપ્રસિદ્ધ દિ. સ્તુતિકાર છે. આપ્તમીમાંસા વગરે કૃતિઓ એમણે રચી છે.
શ્રીદત્ત-વિદ્યાનંદે ત. સૂ. (અ. ૧, સૂ. ૩૩) ઉપરના તત્ત્વાર્થશ્લોકવાર્તિક (ગ્લો. ૪૫, પૃ. ૨૮૦)માં એમનો તેમ જ એમની કૃતિ જલ્પનિર્ણયનો ઉલ્લેખ કરતી વેળા શ્રીદત્તને ત્રેસઠ વાદીઓને જીતનારા કહ્યા છે. જૈનેન્દ્ર વ્યાકરણના નિમ્નલિખિત સૂત્રમાં શ્રીદત્તનો ઉલ્લેખ છે :
“જુને શ્રીદત્તરય સ્ત્રિયામુ” (૧-૪-૩૪)
આ પ્રમાણે શ્રીદત્ત વિષે જે ભિન્ન ભિન્ન ઉલ્લેખો મળે છે તે શું એક જ વ્યક્તિને અંગેના છે R ૬૩ અને તે વ્યક્તિ તે પ્રસ્તુત શ્રીદત્ત છે કે કેમ તેનો નિર્ણય કરવો બાકી રહે છે.
યશોભદ્ર-જૈનેન્દ્ર વ્યાકરણના નિમ્નલિખિત સૂત્રમાં જે યશોભદ્રનો ઉલ્લેખ છે તેઓ જ શું પ્રસ્તુત યશોભદ્ર છે કે કેમ તે જાણવું બાકી રહે છે :
“વવ વૃષિ ગૃનાં વમદ્રસ્થ” (ર--૧૧)
પ્રભાચંદ્ર-જયધવલા ( )માં નયનો નિર્દેશ કરતી વેળા પ્રભાચન્દ્રનો ઉલ્લેખ છે. શું એમણે જ ચોદય રચ્યું છે ? હરિવંશપુરાણ (શ્લો. ૩૮)માં કુમારસેનના શિષ્ય તરીકે પ્રભાચન્દ્રનો ઉલ્લેખ છે. આ જ ચન્દ્રોદયના કર્તા હોય તો ના નહિ કેમકે “પ્રભાવક્ટોયો Mવનમ્” એવો આ શ્લોકમાં જે પાઠ છે તે ચંદ્રોદયનો પણ આડકતરી રીતે નિર્દેશ કરતો હશે એમ લાગે છે.
ચન્દ્રોદય – આ કૃતિ કયા વિષયની છે તે જાણવામાં નથી.
શિવકોટિ – એમને વિષે અહીં કહ્યું છે કે એમનાં વચન દ્વારા પ્રકટ થયેલી ચાર આરાધનારૂપ મોક્ષમાર્ગની આરાધનાથી જગત્ શાંતિ પામ્યું. આથી કરીને ભગવાઈ–આરાહણાના ૧. “અનેકાંત” (વર્ષ ૯, કિ. ૧૧-૧૨)માં પં. જાગલકિશોર મુખ્તારનો “સન્મતિ-સૂત્ર ગૌર સિદ્ધસેન”
નામનો લેખ છપાયો છે. એમાં એમણે સમ્મઈપયરણને દિ. કૃતિ કહી છે. ૨. વિશેષ માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ). ૩. આનો પરિચય જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૧૫-૨૦)માં અપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org