________________
પ્રકરણ ૧૯ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : પ્રિ. આ. ૩૧-૩૪]
૨૧
પાર્શ્વનાથ-ચરિત્ર (લવિ. સં. ૧૨૦૦)–આના કર્તા સર્વાનન્દસૂરિ છે. એઓ “જાલિહર' @ ૩૩ ગચ્છના ગુણભદ્રસૂરિના શિષ્ય થાય છે. સર્વાનન્દસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિના શિષ્ય દેવસૂરિએ વિ. સં. ૧૨૫૪માં જે પદ્મપ્રભચરિત્ર રચ્યું છે તેમાં આ પાર્શ્વનાથ–ચરિત્રનો ઉલ્લેખ છે. પાર્શ્વનાથ–ચરિત્ર (વિ. સં. ૧૨૭૬)–આ “રાજ ગચ્છના સાગરચન્દ્રના શિષ્ય અને કાવ્યપ્રકાશ ઉપર સંકેત રચનારા તેમ જ શાન્તિનાથ-ચરિત્રના પ્રણેતા માણિક્યચન્દ્રસૂરિની કૃતિ છે. એમણે આ કૃતિ દસ સર્ગમાં વિ. સં. ૧૨૭૬માં રચી છે. પાર્શ્વનાથ–ચરિત્ર (વિ. સં. ૧૨૯૧). –આના કર્તા સર્વાનન્દ સૂરિ છે. એઓ શીલભદ્રના શિષ્ય અને પટ્ટધર ગુણરત્નસૂરિના શિષ્ય થાય છે. એમણે વિ. સં. ૧૩૦૨માં “ચન્દ્રપ્રભચરિત્ર રચ્યું છે. એ પૂર્વે વિ. સં. ૧૨૯૧માં એમણે આ પાર્શ્વનાથ–ચરિત્ર પાંચ સર્ગમાં રચ્યું છે. પાર્શ્વનાથ–ચરિત્ર (વિ. સં. ૧૪૧૨) – આ ૬૪૦૦ શ્લોક જેવડા ચરિત્રના કર્તા “ખંડિલ્લ’ ગચ્છના ભાવદેવસૂરિ છે. એઓ કાલકાચાર્યના સન્તાનીય જિનદેવસૂરિના શિષ્ય થાય છે. B ૩૪ એમની આ કૃતિ આઠ સર્ગમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૮૮૫, ૧૦૬૫, ૧૧૦૮, ૧૬૧, ૨૫૪, ૧૩૬૦, ૮૩૬ અને ૭૪૨૩ (૩૯૩+30) પદ્યો છે. કુલ્લે ૬૦૯૨ પદ્યો છે. પ્રથમ સર્ગમાં પાર્શ્વનાથના દસ ભવ પૈકી પહેલા ત્રણનું વર્ણન છે. બીજા, ત્રીજા અને ચોથા સર્ગમાં ત્યાર પછીના બબ્બે ભવો વિષે નિરૂપણ છે. પાંચમા સર્ગમાં દસમા ભવની-તીર્થકર તરીકેના ભવની શરૂઆત કરી એમનાં અવન, જન્મ, જન્માભિષેક, કૌમાર અને વિજયયાત્રા વર્ણવાયાં છે. છઠ્ઠા સર્ગમાં એમના લગ્ન, દીક્ષા, કેવલજ્ઞાન, સમવસરણ અને દેશનાનો અધિકાર છે. સાતમા સર્ગમાં પાર્શ્વનાથના પ્રથમ ગણધર આર્યદત્તની દેશના વિસ્તારથી અપાઈ છે અને ત્યારબાદ શાસનદેવતાનું વર્ણન છે. આઠમા સર્ગમાં પાર્શ્વનાથના વિહાર અને મોક્ષ એ બે બાબતો રજૂ કરાઈ છે. અંતમાં પ્રશસ્તિ છે. પાર્શ્વનાથ–ચરિત્ર (વિ. સં. ૧૪૬૦) – આના કર્તા “ચન્દ્ર ગચ્છના રવિપ્રભસૂરિના શિષ્ય વિનયચન્દ્ર છે. એમણે ૪૭૦૯ લોક જેવડું આ ચરિત્ર વિ. સં. ૧૪૬૦માં રચ્યું છે. [કર્તાનો
કવિત્વકાલ સં. ૧૨૮૬-૧૩૪૫ છે. જૈ. સા. બુ. ઈ. ભા. ૬, . ૧૨૩] ૧. વિ. સં. ૧૧૬૮માં ૯000 શ્લોક જેવડું પાસનાચરિય ઉપાધ્યાય સુમતિના શિષ્ય દેવભદ્રસૂરિએ રચ્યું છે. ૨. આ ગચ્છ ‘કાદ્રહ' ગચ્છની સાથે જ સ્થપાયેલો છે. ૩. જુઓ પૃ. ૬. .
૪. જુઓ પૃ. ૧૩.
પ. જુઓ પૃ. ૭. ૬. આ “ય. જૈ. ઝં.”માં ઈ. સ. ૧૯૧૨માં છપાવાયું છે. આનો બ્લમફીલ્ટે અંગ્રેજીમાં તૈયાર કરેલો સારાંશ
"The Life and Stories of the Jain Saviour Pars'vanatha" 41 Hell ouezhlzeil ઈ. સ. ૧૯૧૯માં છપાવાયો છે. મૂળ કૃતિનો બાલાવબોધ ભાનુવિજયના શિષ્ય લક્ષ્મીવિજયે વિ. સં. ૧૮૦૦માં રચ્યો છે. ૭. આ પૈકી છેલ્લાં ત્રીસ પદ્યો પ્રશસ્તિનાં છે. ૮. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૪૫)માં આ જ મુનિવર કવિશિક્ષાના પ્રણેતા હોવાની સંભાવના કરાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org