________________
પ્રકરણ ૧૯ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : [પ્ર. આ. ૨૮-૩૧]
૧૯
નેમિનાથ–ચરિત્ર (ઉ. વિ. સં. ૧૫૫૦) – આ વજસેનના શિષ્ય હરિ ઉર્ફે હરિષણની રચના છે. કપૂરપ્રકર (શ્લો. ૧૮૦)માં એમણે આ ચરિત્રનો ઉલ્લેખ કર્યો છે પણ એની એક હાથપોથી મળતી હોય એમ જણાતું નથી. અરિષ્ટનેમિ–ચરિત્ર (વિ. સં. ૧૬૬૮) – આ ચરિત્ર “તપ” ગચ્છના શ્રીવિજયગણિએ ૧૩ P ૩૦ વિભાગમાં વિ. સં. ૧૬૬૮માં રચ્યું છે.
નેમિનાથચરિત (વિ. સં. ૧૬૮૮) – આ ગદ્યાત્મક કૃતિના પ્રણેતા કનકવિજયના શિષ્ય ગુણવિજયગણિ છે. એમાં તેર પરિચ્છેદ છે. એનું પરિમાણ પ૨૮૫ શ્લોક જેવડું છે. અંતમાં ૨૧ પદ્યની પ્રશસ્તિ છે. પ્રથમ પરિચ્છેદમાં નેમિનાથ અને રાજીમતીના આઠ આઠ પૂર્વ ભવોનું વર્ણન છે. પ્રત્યેક પરિચ્છેદના અંતમાં વિષયસૂચક પુષ્યિકા છે. નેમિનાથ-ચરિત્ર-આના કર્તા ભોજસાગર છે નેમિનાથ-ચરિત્ર-આ ૩૫00 શ્લોક જેવડા ચરિત્રના કર્તા તિલકાચાર્ય છે. નેમિનાથ-ચરિત્ર–આના કર્તા નરસિંહ છે. નેમિનાથ–ચરિત્ર–આ અજ્ઞાતકર્તક કૃતિ છે. નેમિનાથ–પુરાણ-આ નામની બે કૃતિ છે : (૧) બ્રહ્મ નેમિદત્તની અને (૨) મંગલદાસની. બહ્મ નેમિદત્ત એ મલ્લિભૂષણના શિષ્ય થાય છે. એમનું પુરાણ સોળ વિભાગમાં વિભક્ત છે. એની રચના વિ. સં. ૧૫૭૫ની આસપાસમાં થયેલી છે. [હિન્દીઅનુ. દિભૈ. પુસ્તકાલય
સૂરતથી સં. ૨૦૧૧માં પ્રસિદ્ધ. કમલપ્રભકૃત નેમિનાથ ચ.ની નકલ પ્રા...અમદા.માં છે.] [૨૩] પાર્શ્વનાથ-ચરિત (લ. વિ. સં. ૧૦૫૦) – આના કર્તા પદ્મસેનસૂરિ છે. આ ચરિત્રનો ઉલ્લેખ
ધવલે હરિવંશપુરાણમાં કર્યો છે. શું આ ચરિત્ર સંસ્કૃતમાં છે ? એમાં જૈનોના ત્રેવીસમાં P ૩૧ તીર્થકરનું – “પુરુષાદાનીય' પાર્શ્વનાથનું ચરિત્ર આલેખાયું હોવું જોઈએ. પાર્શ્વનાથ–ચરિતયાને પાર્શ્વનાથ–કાકુસ્થ–ચરિત (શકસંવત્ ૯૪૭ = વિ. સં. ૧૦૮૨)
- આના કર્તા દિ. “વાદિરાજસૂરિ છે. એઓ મતિસાગરના શિષ્ય, દયાપાલના ગુરુભાઈ ૧. આ કૃતિના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૫૨). ૨. આ સુરતથી શ્રીમાનચંદ વેલચંદે સંસ્કૃત વિષયાનુક્રમ સહિત ઈ.સ. ૧૯૨૦માં છપાવ્યું છે. હાંસિયાઓમાં
વિષયોનું સૂચન છે. ૩. આમ હોવા છતાં આ કૃતિનો પરિચય અહીં મેં આપ્યો છે તે અપવાદરૂપ સમજવાનો છે. ૪. કોઈકે નેમિશતક રચ્યું છે. ૫. આ કાવ્ય “મા.દિ.ગ્રં.”માં ગ્રંથાક તરીકે વિ. સં. ૧૯૭૩માં છપાવાયું છે. [હિન્દી કલકત્તાથી ૧૯૨૨માં પ્રસિદ્ધ.] ૬. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૪૬)માં આને પાર્શ્વનાથ-પુરાણ કહ્યું છે. ૭. આ પાર્શ્વનાથના વંશનું નામ છે. ૮. આ નામનો પં. નાથુરામ પ્રેમીનો લેખ જૈ. સા. ઈ. (પૃ. ૩૯૬–૪૦૫)–માં છપાયો છે. ૯. એઓ રૂપસિદ્ધિના યાને શાકટાયન-વ્યાકરણની ટીકાના કર્તા છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૯).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org