________________
પ્રકરણ ૧૯ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : પ્રિ. આ. ૨૪-૨૮]
૧૭
અને આઠમામાં કાર્તિક શ્રેષ્ઠી, સ્કન્દકાચાર્ય, સુકોશલ, કીર્તિધર અને અઍકારિત – ભફ્રિકાની કથા છે. પ્રસ્તુત મહાકાવ્યમાં પ્રસંગોપાત્ત શિલ્પ (મૂર્તિવિધાન), વૈદ્યક અને જ્યોતિષ સંબંધી કેટલીક માહિતી અપાઈ છે. મુનિસુવ્રત–ચરિત્ર (વિ. સં. ૧૨૯૪) – આના રચનાર “ચાન્દ્ર’ કુલના વિબુધપ્રભના શિષ્ય પદ્મપ્રભ છે. કેટલાકને મતે એમણે કુન્થનાથ-ચરિત્ર પણ રચ્યું છે. એમનું આ મુનિસુવ્રતચરિત્ર વિ. સં. ૧૨૯૪ની રચના છે અને એનું પરિમાણ ૫૫૫૫ શ્લોક જેવડું છે. [આ. સોમચન્દ્રસૂરિજી આનું સંપાદન કરે છે.] મુનિસુવ્રત–પુરાણ – આ નામનું પુરાણ રચનારી છ વ્યક્તિ છે : (૧) દિ. અદ્દાસ, (૨) કૃષ્ણદાસ, (૩) કેશવસેન, (૪) જિનસેન, (૫) સુરેન્દ્રકીર્તિ અને P ૨૭ (૬) હરિષેણ. (મુણિ સુવયજિણિંદ ચ- સિરિચંદસૂરિ, પ્ર. લા. દ. વિદ્યામંદિર) આ પૈકી અર્હદાસ એ પં. આશાધ (? આશાધર)ના ભક્ત થાય છે. એમણે દસ સર્ગમાં આ પુરાણ રચ્યું છે. એને કાવ્યરત્ન પણ કહે છે. આના ઉપર કોઈકની ટીકા છે. ઉપર્યુક્ત કૃષ્ણદાસ એ હર્ષના પુત્ર અને મંગલના ભાઈ થાય છે. એમણે આ પુરાણ ૨૩
સર્ગમાં વિ. સં. ૧૬૮૧માં રચ્યું છે. [૨૧] નમિનાથ–ચરિત્ર-એક સંસ્કૃતમાં અને બીજું પાઇયમાં છે. એમાં જૈનોના એકવીસમા તીર્થંકર
નમિનાથનો જીવનવૃત્તાંત આલેખાયો છે. પાઠય કૃતિ માટે નમિનાહચરિય એવું નામ હું
યોજું છું. [૨૨] નેમિ-નિર્વાણ–કાવ્ય (ઉ. વિ. સં. ૧૧૯૦) – આ વાભદાલંકારના ર્તા વાગ્મટની
રચના છે. જૈનોના બાવીસમા તીર્થંકર નેમિનાથનો જીવનવૃત્તાંત રજૂ કરતું આ મહાકાવ્ય પંદર સર્ગમાં રચાયેલું છે. વાભટકૃત આ કાવ્યની સર્ગદીઠ પદ્યસંખ્યા નીચે મુજબ છે :૮૩, ૬૦, ૪૭, ૬૨, ૭૨, ૫૧, ૫૫, ૮૦, ૫૭, ૪૬, ૫૮, ૭૦, ૮૪, ૪૮ અને ૮૫. આમ એકંદર ૯૫૮ પદ્યો છે.
| P ૨૮ પંદરમા સર્ગ સિવાયના સર્ગના અંતે પુષ્મિકા છે. એમાં સર્ગનું નામ જોવાય છે. એને લક્ષ્યમાં
રાખી હું આ સર્ગોના વિષય નીચે મુજબ સૂચવું છું :૧. એમણે રચેલું પુરાણ ટીકા સહિત “જૈન સિદ્ધાન્ત ભવન” તરફથી આરાથી ઈ. સ. ૧૯૨૯માં છપાવાયું છે. ૨. આની બીજી આવૃત્તિ “કાવ્યમાલા” પ૬માં ઈ.સ. ૧૯૩૬માં પ્રકાશિત કરાઈ છે. એમાં અંતમાં પદ્યોની
સૂચી છે. ૩. આ સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં રચાયું છે. આ કૃતિના પરિચય માટે જુઓ. જૈ. સં. સા. ઈ. (ખંડ
૧, પૃ. ૧૫૫–૧૫૭, ૧૭૫ અને ૧૯૯). ૪. એમનું બીજુ નામ અરિષ્ટનેમિ છે.
ર
ઇતિ.ભા.૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org