________________
પ્રકરણ ૧૯ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : [પ્ર. આ. ૩૮-૪૧]
પાંચમા પર્વમાં પાંચ સર્ગ છે. આ દ્વારા શાન્તિનાથનું–પાંચમા ચક્રવર્તી તરીકેનું તેમ જ સોળમા તીર્થંકર તરીકેનું એમ એમના એક જ ભવમાંના બે પ્રકારનું જીવન આલેખાયું છે.
છઠ્ઠા પર્વમાં આઠ સર્ગ છે. આમાં કુન્થુનાથથી માંડીને મુનિસુવ્રતસ્વામી સુધીના એમ ચાર તીર્થંકરનાં, કુન્થુનાથ અને અરનાથ એ જ ભવમાં ચક્રવર્તી પણ હતા એટલે એ બે ચક્રવર્તીઓનું તેમજ બીજા બે ચક્રવર્તીઓનું–કુલ્લે ચારનું તેમ જ બબ્બે વાસુદેવ, બબ્બે પ્રતિવાસુદેવ અને બબ્બે બલરામ એમ ચૌદ મહાપુરુષનાં ચિરત્રો અપાયાં છે.
૨૫
સાતમાં પર્વમાં તેર સર્ગ છે. આ દ્વારા નિમનાથ નામના ૨૧મા તીર્થંકરનું, હરિષેણ અને જય નામના દસમા અને અગિયારમા ચક્રવર્તીનું તેમ જ રામચન્દ્ર, લક્ષ્મણ અને રાવણ એ અનુક્રમે P. ૪૦ આઠમા વાસુદેવ, આઠમા બલરામ અને આઠમા પ્રતિવાસુદેવનું એમ છ મહાપુરુષનાં ચિત્ર આલેખાયાં છે.
આ પર્વનો મોટો ભાગ રામચન્દ્રના ચરિત્રને અંગેનો હોવાથી એને જૈન રામાયણ અથવા પદ્મચરિત્ર પણ કહે છે. આમાં ચરમ શરીરી હનુમાનનો જીવનવૃત્તાન્ત છે. સ. ૩, શ્લો. ૨૦૫૨૦૮માં આ હનુમાનની જન્મકુંડલીની સામગ્રી—વિગતો રજૂ કરાઈ છે. પઉમચરિય (પત્ર ૯૧૨) માં પણ આ વિગતો છે પણ કોઈ કોઈ ભિન્ન છે. આ બાબત મેં મારા એક અંગ્રેજી તેમજ ગુજરાતી લેખમાં વિચારી છે.
દિ. રવિણે પણ જન્મકુંડલીની સામગ્રી પૂરી પાડી છે. જુઓ પદ્મપુરાણ (પર્વ ૧૭, શ્લો. ૩૬૪–૩૭૬). સતી સીતાનો રામે ત્યાગ ક૨વા માટેના કારણ તરીકે શોક્યોના કહેવાથી સીતાએ રાવણનાં ચરણો ચીતરી બતાવ્યાં એમ અહીં કહેવાયું છે. આ પૂર્વે ભદ્રેશ્વરસૂરિએ કહાવલીમાં આ કારણ દર્શાવ્યું છે.` આ ઉપરાંતનાં કારણો વગેરે બાબતો મેં સતી સીતાનો ત્યાગ’” નામના મારા
લેખમાં વિચારી છે.
૧. જૈન દૃષ્ટિએ રામચન્દ્રનું જીવનવૃત્તાંત વિવિધ ગ્રંથકારોએ યોજ્યું છે. આ સંબંધમાં મારો લેખ નામે “The Ramayana and the Jaina Writers" as "Journal of the Oriental Institute (Vol. I, No. 2)માં છપાવાયો છે.
૨. પદ્મનો તેમ જ એને માટેનો પાઇય શબ્દ ‘પઉમ’નો એક અર્થ ‘રામ' છે. આમ હોઈ પદ્મચરિત્ર એટલે રામનું ચરિત્ર.
પવયણસારુદ્વારની તત્વપ્રકાશિની (તત્ત્વજ્ઞાનવિકાશિની) વૃત્તિ (પત્ર ૪૪૦આ)માં વૃત્તિકા૨ સિદ્ધસેનસૂરિએ પોતે જ. મ.માં રચેલા પઉમરિયનો એક અવતરણપૂર્વક ઉલ્લેખ કર્યો છે.
૩. આ અંગ્રેજી લેખનું નામ “Horoscopic Data in the Jaina Literature” છે. આ લેખ joi (Vol. II No.1) માં છપાયો છે.
૪. આનું નામ ‘‘હનુમાનની જન્મકુંડલી'' છે અને એ “અખંડ આનંદ'' (વ. ૩, અં. ૧)માં છપાયો છે. ૫. જુઓ JOI (Vol II, No. 4) માંનો ડૉ. વી. એમ. કુલકર્ણીનો લેખ “The Ramayana of Bhadresvara as found in his Kahavali."
૬. આ લેખ “અખંડ આનન્દ' (વ. ૬, અં. ૯, પૃ. ૫૧-૫૮)માં છપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
P ૪૧
www.jainelibrary.org