________________
પ્રકરણ ૧૯ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : પ્રિ. આ. ૪૭-૫૦]
૩૧
મેઘમહોદય, 'રમલશાસ્ત્ર, વિસાયન્નવિધિ અને સવિવરણ હસ્તસંજીવન રચ્યાં છે. એમણે કાવ્ય P ૪૯ તરીકે દિગ્વિજય મહાકાવ્ય, દેવાનન્દમહાકાવ્ય, કિરાત-સમસ્યાપૂર્તિ, સપ્તસધાનમહાકાવ્ય, શાન્તિનાથચરિત્ર, પંચાખ્યાન, ભવિષ્યદત્તકથા અને મેઘદૂત-સમસ્યાલેખ રચ્યાં છે. વળી એમણે વિજયદેવમાહાસ્ય ઉપર વિવરણ રચ્યું છે. વિશેષમાં એમણે ન્યાયગ્રન્થો તરીકે ધર્મમંજૂષા અને યુક્તિપ્રબોધનાટક તથા “અધ્યાત્મના ગ્રંથ તરીકે અદ્ગીતા, બ્રહ્મબોધ અને માતૃકાપ્રસાદ રચ્યાં છે. આ ઉપરાંત પંચતીર્થસ્તુતિ સટીક તેમ જ ભક્તામર સ્તોત્રની ટીકા રચી છે.
ભાષાન્તર–આનો ૫. મફતલાલ ઝવેરચંદ ગાંધીએ અનુવાદ કર્યો છે અને એ છપાવાયો છે. જુઓ આ જ પૃષ્ઠ.
૧૧અમદમસ્વામિ–ચરિત્ર (વિ. સં. ૧૨પ૨) – આના કર્તા મુનિરત્નસૂરિ છે. એઓ પર્ણમિક ગચ્છના સમુદ્રઘોષસૂરિના શિષ્ય થાય છે. એમણે મુનિસુવ્રતસ્વામિચરિત્ર રચ્યું છે. એમણે યશોધવલના P ૫૦ પુત્ર “બાલ-કવિ' મંત્રી જગદેવની અભ્યર્થનાથી પ્રસ્તુત કૃતિ પત્તનમાં રચી છે. એ દ્વારા એમણે નવમા (અંતિમ) વાસુદેવ કૃષ્ણનો-હવે પછી આવતી ચોવીસીમાં બારમા તીર્થંકર નામે અમમ તરીકે જેમનો જન્મ થવાનો છે તેમને ઉદેશીને છ ભવ પૂરતું જીવનચરિત્ર ૯૬૬૨ શ્લોકમાં વીસ સર્ગમાં આલેખ્યું છે. સર્ગદીઠ પદ્યોની સંખ્યા નીચે મુજબ છે –
૫૦૯, ૨૪૯, ૮૮૨, ૩૯૬, ૯૯૮, ૧૬૧૮, ૭૯૬, ૨૬૦, ૭૦૩, ૪૩૫, ૨૨૫, ૪૨૫, ૨૦૫, ૧૮૮, ૧૩૧, ૨૧૪, ૨૬૫, ૫૭૮, ૧૧૨ અને ૧૭૩,
પહેલા ભવમાં કુલપુત્રક તરીકે બે ભાઈ ચન્દ્ર અને શૂર, બીજામાં વણિકના બે પુત્ર રાજલલિત અને ગંગદત્ત તરીકે, ત્રીજામાં બે દેવ તરીકે, ચોથામાં રામ અને કૃષ્ણ તરીકે, પાંચમા ભવમાં દેવ અને નારક (ત્રીજી નરકમાં) તરીકે અને છઠ્ઠા ભવમાં એ નારકનો જીવ રાજકુળમાં જન્મી અમમ તીર્થંકર તરીકે ઉત્પન્ન થશે.
૧-૪. આની રૂપરેખા મેં. જૈ. સં. સા. ઈ. (ખંડ ૧)નાં પૃ. ૨૨૩, ૨૨૩, ૨૨૪-૨૨૬ અને ૨૧૯-૨૨૦માં
અનુક્રમે આલેખી છે. ૫. આનો પરિચય મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૧૪-૨૧૬)માં આપ્યો છે. ૬-૮. આનો પરિચય આગળ અપાયો છે. ૯. એમણે ગુજરાતીમાં પણ કેટલીક કૃતિઓ રચી છે. દા.ત. આહાર ગવેષણા, કૃપાવિજયનિર્વાણરાસ,
ચોવીસી, જૈનધર્મદીપક, જૈનશાસનદીપક, પાર્શ્વનાથસ્તોત્ર તેમજ વિજયદેવસૂરિનિર્વાણ રાસ. ૧૦. આ ભાષાન્તર છોટાલાલ મોહનલાલ શાહ વિ. સં. ૨૦૦૫માં પ્રસિદ્ધ કર્યું છે. ૧૧. આ ચરિત્ર “પં. મણિવિજયજી ગણિવર ગ્રંથમાલામાં બે ભાગમાં ગ્રંથાંક અને ૯ તરીકે અનુક્રમે વિ.
સં. ૧૯૯૮ અને ૧૯૯૯માં છપાયું છે અને એ માટે ખંભાતની એક તાડપત્રીય પ્રતિનો ઉપયોગ કરાયો
છે. પ્રથમ ભાગમાં સર્ગ ૧-૬ છે અને બીજામાં સર્ગ ૭–૨૦ છે. ૧૨. જુઓ પૃ. ૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org