________________
પ્રકરણ ૧૯ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : [પ્ર. આ. ૪૪-૪૭]
૨૯
"कलप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवं व्याश्रया- लङ्कारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् । तर्कः सज्जनितो नवो जिनवरादीनां चरित्रं नवं बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः ?।।"
યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વિવૃતિમાં ત્રિષષ્ટિએમાંના કેટલાંક પદ્યો જોવાય છે. આથી આ બંને કૃતિઓ સાથે સાથે રચાતી જતી હશે એમ અનુમનાય છે. પરિશિષ્ટપર્વની પણ સમયની દૃષ્ટિએ આ બે સાથે સમાનતા હોય એમ જણાય છે.
ઉપયોગિતા અને મહત્તા – ત્રિષષ્ટિનું રોજના પચાસેક શ્લોક જેટલું એકધારું બે વર્ષ સુધી પરિશીલન કરનાર જોતજોતામાં પી.એચ.ડી (Ph.D.) માટે મહાનિબંધ યોજી આ ગ્રંથની અનેકવિધ મહત્તા ઉપર વેધક પ્રકાશ પાડી શકે એવી બહુમૂલ્ય સામગ્રી આ ગ્રંથમાં ભારોભાર ભરેલી છે. વ્યાકરણ, કોશ, છંદ, અલંકાર, તત્ત્વજ્ઞાન, યોગ, ઈતિહાસ, પુરાણ, સમાજશાસ્ત્ર, અને લોકસાહિત્ય એમ વિવિધ વિષયોનો એકસાથે વિશદ અને સચોટ બોધ કરાવે એવા આવા અન્ય ગ્રંથો જૈન તેમ જ અજૈન સાહિત્યમાં પણ બહુ જ ઓછા છે.
ઉપયોગ – આ ત્રિષિષ્ટિ.ને સામે રાખીને અમરચન્દ્રસૂરિએ પદ્માનન્દ-મહાકાવ્ય રચ્યું છે જ્યારે એના સંક્ષેપરૂપે મેઘવિજયગણિએ લઘુ-ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર દસ પર્વમાં રચ્યું છે.
હેમચન્દ્ર-વચનામૃત-સમગ્ર ત્રિષષ્ટિમાંના સાતમા પર્વ સિવાયનાં નવ પર્વમાંથી પર્વદીઠ સુભાષિતો-નીતિવચનો મુનિશ્રી જયન્તવિજયજીએ અને સાતમા પર્વમાંથી ન્યાય-સાહિત્ય-તીર્થ મુનિશ્રી - ૪૭ હિમાંશુવિજયજીએ તારવી પોતપોતાનાં તારણોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. એના સંગ્રહનું નામ હેમચન્દ્ર-વચનામૃત રખાયું છે. એમાં ૯૧૫ વચનામૃતો છે. એની પર્વદીઠ તથા સર્ગદીઠ સંખ્યા તેમ જ ૧૪૬ વિષયોના નામોલ્લેખપૂર્વકની દેવાદિ કાંડ દીઠ સંખ્યા આમાં દર્શાવાઈ છે.
[ત્રિશષ્ઠીય દેશનાસંગ્રહ : આ ઋષભદેવ કેશરીમલ તરફથી પ્રસિદ્ધ છે.
ત્રિશષ્ઠીય જિનેન્દ્ર સ્તવન સંગ્રહ– આ. કનકન્દ્રસૂરિ સંપાદિત “વિશ્વમંગળ પ્ર.” પાટણથી પ્રકાશિત આ ગ્રંથમાં ત્રિશષ્ઠિ. ગત સ્તવનાદિ છે. ]
ગુજરાતી ભાષાન્તર–ત્રિષષ્ટિ.નાં દસે પર્વનું ગુજરાતીમાં કોઈ કે ભાષાન્તર કર્યું છે અને એ ચાર ભાગમાં છપાવાયું છે. પ્રત્યેક ભાગ એક કરતાં વધારે વાર પ્રસિદ્ધ કરાયો છે.
અંગ્રેજી અનુવાદ– ત્રિષષ્ટિ.નો ડે. હેલન એમ. જોન્સને અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે ૧. જુઓ પૃ. ૭. ૨. આ પુસ્તક “શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાલા”માં એના મંત્રી દીપચંદ બાંઠિયાએ વિ. સં. ૧૯૯૩માં
પ્રકાશિત કર્યું છે. આમાં વ્યાવહારિક વિધાનો-વચનામૃત સુભાષિતો અપાયાં છે. જુઓ જૈ. સં. સા. ઈ. | (ખંડ ૧, પૃ. ૨૪૫ અને ૨૪૬). ૩. પ્રથમ ભાગમાં પર્વ ૧-૨નું, દ્વિતીયમાં પર્વ ૩-૬નું, તૃતીયમાં પર્વ ૭–૯નું અને ચતુર્થમાં પર્વ ૧૦નું ભાષાન્તર
રજૂ કરાયું છે. આ ચાર ભાગો “જૈ. ધ. પ્ર. સ.” તરફથી અનુક્રમે વિ. સં. ૧૯૭૯ (ત્રીજી આવૃત્તિ), વિ. સં. ૧૯૬૩ (બીજી આવૃત્તિ), વિ. સં. ૧૯૬૪ (બીજી આવૃત્તિ) અને વિ. સં. ૧૯૬૦ (પહેલી આવૃત્તિ) માં છપાવાયા છે. [આ ઉપરાંત “જૈનપ્રકાશન મંદિર” વ. ધ્વારા પણ ત્રિ.ભાષાંતર પ્રગટ થયા છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org