________________
P ૪૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૯
આઠમા પર્વમાં બાર સર્ગ છે. આમાં નેમિનાથનું તેમ જ એમના કાકાના પુત્ર કૃષ્ણ નામના નવમા વાસુદેવનું, એમના ભાઈ બલભદ્ર નામના બલરામનું અને પ્રતિવાસુદેવ જરાસંધનું એમ ચારનું ચરિત્ર છે.
૨૬
કૃષ્ણ એ નેમિનાથથી મોટા છે. એમના પરાક્રમો પાંચમા સર્ગમાં વર્ણવાયા છે. એમાં શ્લો. ૧૬૭માં કૃષ્ણ મધુર સ્વરે વેણુ એટલે કે વાંસળી વગાડતા હતા એમ કહ્યું છે.
જૈન દૃષ્ટિએ પાંડવો નેમિનાથના સમયમાં થયેલા હોવાથી એમનું ચરિત્ર પણ અહીં આલેખાયું છે. રચના—સમય અને ટીકા—આ આઠમા પર્વને જૈન—રિવંશપુરાણ તરીકે ઓળખાવાય છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૧૭)માં આ પર્વનો રચના—સમય વિ. સં. ૧૧૭૦ દર્શાવાયો છે તે વિચારણીય છે. આ પર્વ ઉપર રામવિજયણની ટીકા છે.
નવમા પર્વમાં ચાર સર્ગ છે. આ પર્વ અજૈન વિદ્વાનોને મતે પણ વાસ્તવિક, નહિ કે કાલ્પનિક ગણાતા મહાપુરુષ પાર્શ્વનાથનું તેમ જ બારમા ચક્રવર્તી બ્રહ્મદત્તનું ચરિત્ર પૂરું પાડે છે.
દસમા પર્વમાં તેર સર્ગ છે અને અંતમાં પ્રશસ્તિ છે. આમાં મહાવીરસ્વામીનો વિસ્તૃત જીવનવૃત્તાંત છે. બધાં પર્વમાં આ સૌથી મોટું છે.
ચતુર્વિશતિજિનદેશનાસંગ્રહ – ચાશ્રયકાવ્ય કરતાં અનેક પ્રકારનું વૈવિધ્ય પૂરું પાડનારા આ ગ્રંથમાંના અવાંતર વિષયો પૈકી ખાસ કરીને પ્રત્યેક તીર્થંકરના મુખે જે દેશના રજૂ કરાઈ છે તે મનનીય છે. આ દેશનાઓ જૈનદેશનાસંગ્રહના નામથી પ્રસિદ્ધ કરાઈ છે.
ઇન્દ્રના મુખે જિનેશ્વરોની કરાયેલી સ્તુતિઓ પણ રોચક અને પ્રેરક છે.
પર્વ ૮ (સર્ગ ૯)માં રથનેમિને અને રાજીમતીને અંગે કેટલુંક લખાણ છે. એના શ્લો. ૨૫૮માં રથનેમિને નેમિનાથના ‘અનુજ' કહ્યા છે જ્યારે હરિભદ્રસૂરિએ તો દસવેયાલિયની ટીકા ૧. એમના જીવન-ચરિત્રને અંગે બે અંગ્રેજી લેખ છપાયા છે : (૧) એન. દેશપાંડેનો “The Jaina Antiquary" (Vol X, No. 1) માં ઈ.સ. ૧૯૪૪માં છપાયેલો “Krsna Legend in the Jaina Canonical Lterature" અને (૨) શ્રીમહેન્દ્રકુમાર વૈશખિયાનો “Bharatiya Vidya” (Vol. VII, No. 9-10)ગત “Krsna in the Jaina Canon".
“વાસુદેવ શ્રીકૃષ્ણ અને જૈન સાહિત્ય'' નામના મારા લેખમાં જૈન મતે આગામી ચોવીસીમાં તીર્થંકર થનારા આ વાસુદેવ વિષે વિસ્તારથી મેં વિચાર કર્યો છે. આ લેખ અહીંના (સુરતના) ‘હિંદુ મિલન મંદિર' નામના માસિક (વ. ૬, અં. ૧–૧૧)માં ૧૧ કટકે છપાયો છે.
૨. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “A Query about Krsna as Flute-player". આ લેખ JOI (Vol I, No. 1) માં છપાયો છે.
૩. આ કૃતિ અમદાવાદની ફતાસાની પોળની ‘જૈન પાઠશાળા” તરફથી હીરાચંદ કલભાઈ શાહે ઈ.સ. ૧૯૧૮માં પ્રકાશિત કરી છે. આ દેશનાસંગ્રહ ફરીથી છપાવાયો છે. અને આનાં ગુજરાતી તેમજ હિન્દી ભાષાંતર થયાં છે અને એ પ્રસિદ્ધ કરાયાં છે એમ સાંભળવા મળ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org