________________
ઉપોદ્ધાત
[71] ૭૧ તેમાં વાંધો નથી પરંતું એમ કર્યા બાદ જૈન મહાકાવ્યોનો તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસ કરવા તરફ જેવી જોઈએ તેવી તમન્ના રખાતી જણાતી નથી તે જૈન જગત્ માટે ઠીક ન ગણાય.
રઘુવંશના ઉપર ૧૬ કુમારસંભવ ઉપર ૧૩, કિરાતાર્જુનીય ઉપર ૩, શિશુપાલવધ ઉપર ૨ અને નૈષધીયચરિત ઉપર ૪ જૈન વિવરણો રચાયાં છે. આમ પાંચે મહાકાવ્યો જૈન વિવરણોથી વિભૂષિત છે તેમ છતાં આ વિવરણોમાંથી ભાગ્યે એકાદ છપાયું હશે. જો એમ જ હોય તો આ શોચનીય સ્થિતિનો સત્વર અંત લાવવો જોઈએ.
રઘુવંશના વિવિધ વિવરણો જે જૈન મુનિઓએ રચ્યાં છે એ સૌ માં વિ. સં. ૧૫૧૦માં વિદ્યમાન “ખરતર' ગચ્છીય ચારિત્રવર્ધનગણિ પ્રથમ છે જ્યારે સૌથી મોટું વિવરણ (૧૩000 શ્લોક, P ૭૦ જેવડું) રચનાર “ખરતરમ્ ગચ્છના સુમતિવિજય છે.
કુમારસંભવનાં વિવરણો પણ જૈન મુનિઓનાં જ છે, નહિ કે કોઈ શ્રાવક કે શ્રાવિકાનાં. તેમાંનું એક તો દિગંબરનું છે. સૌથી પ્રથમ વિવરણ જિનપ્રભસૂરિનું વૈક્રમીય ચૌદમી શતાબ્દીનું છે. કોઇ પણ વિવરણ પહેલા છ સર્ગ કરતાં ઓછાનું નથી.
કિરાતાર્જુનય ઉપર વિ. સં. ૧૬૧૩ની જે ટીકા છે તે જ પ્રથમ હોય એમ લાગે છે.
શિશુપાલવધ ઉપર સૌથી ઓછી– બે જ ટીકા રચાઈ છે. એમાં રઘુવંશના ટીકાકાર ચારિત્રવર્ધન પ્રથમ છે.
નૈષધીયચરિત ઉપર વિ. સં. ૧૧૭૦ની આસપાસમાં એક ટીકા રચાઈ છે તે સૌથી પ્રથમ છે જ્યારે ખરતર' ગચ્છના જિનરાજસૂરિની ટીકા સૌથી મોટી ૩૬000 શ્લોક જેવડી છે. આ સંખ્યા ખરી હોય તો પાંચ મહાકાવ્યોની વિવિધ જૈન ટીકાઓમાં આ સૌથી મોટી ગણાય.
અત્યાર સુધીમાં તો કોઈ જૈને (મુનિવરે કે ગૃહસ્થ) પાંચે મહાકાવ્યો ઉપર એકેક ટીકા પણ રચી નથી જોકે નૈષધીયચરિત ઉપર વિ. સં. ૧૧૭૦ના અરસામાં ટીકા રચાતાં પાંચ મહાકાવ્યોની ટીકાના શ્રીગણેશ મંડાયા હતા.
કાલિદાસે મહાકાવ્યની જેમ બે લઘુ-કાવ્યો પણ રચ્યાં છે. તેમાં મેઘદૂતતો એમની કૃતિ છે જ જ્યારે ઋતુસંહાર માટે મતભેદ છે. ગમે તેમ પણ આ બંને જૈન વિવરણોથી વિભૂષિત છે. મેઘદૂત - ૭૧ ઉપર ૧૬ વિવરણો છે. એ પૈકી ૧૧ની જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૧૪)માં નોંધ છે જ્યારે ક્રમાંક ૨, ૭, ૯, ૧૪ અને ૧૬ વાળી ટીકાનો એમાં ઉલ્લેખ નથી. ઋતુસંહાર ઉપર એક જ ટીકા છે.
કાલિદાસનાં પાંચે શ્રવ્ય કાવ્યો ઉપર ચૂનાધિક સંખ્યામાં જૈન ટીકાઓ છે પરંતુ એમના એક પણ દૃશ્ય કાવ્ય માટે એક પણ જૈન ટીકા નથી. ભારવિ અને માઘની ભટ્ટિની જેમ એકેક જ કૃતિ
૧.આમાં તપા, ખરતર અને ઉપકોશ એમ ત્રણ ત્રણ ગચ્છને મુનિઓનો સમાવેશ થાય છે. ૨. અભિજ્ઞાનશાકુન્તલ, માલવિકાગ્નિમિત્ર અને વિક્રમોર્વશીયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org