________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૮
P. ૧૬
શ્રેયાંસચરિત – આ અજ્ઞાતકર્તુક કૃતિ છે.
શ્રેયાંસ-પુરાણ – આના કર્તા દિ. સુરેન્દ્રકીર્તિ છે. [૧૨] વાસુપૂજ્ય-ચરિત (વિ. સં. ૧૨૯૯) – આ ચરિતના કર્તા ‘નાગેન્દ્ર ગ૭ના વર્ધમાનસૂરિ
છે. એઓ વિજયસિંહસૂરિના દ્વિતીય શિષ્ય થાય છે જ્યારે પ્રથમ શિષ્ય તો દેવેન્દ્રસૂરિ છે કે જેમણે ચન્દ્રપ્રભચરિત રચ્યું છે. આ વર્ધમાનસૂરિએ અંબડ મંત્રીના ભાઈ દંડનાયક આલ્હાદનની અભ્યર્થનાથી આ ચરિત અણહિલપુરમાં વિ. સં. ૧૨૯૯માં ચાર સર્ગમાં રચી એને “આહાદન અંકથી અંકિત કર્યું છે. એ સર્ગોમાં અનુક્રમે ૬૮૧, ૨૨૮૨, ૧૧૧૫ અને ૧૩૬૯ પદ્યો છે. આમ આ બૃહત્ કાવ્યમાં ૫૪૪૭ પદ્યો છે. જૈનોના બારમાં તીર્થકર વાસુપૂજ્ય સ્વામીને અંગેના આ ચરિત્રના નિર્નામક જણાતા પ્રથમ સર્ગમાં વાસુપૂજ્યનો, રાજા પધ્ધોત્તર તરીકેનો પૂર્વ ભવ વર્ણવાયો છે. ‘તીર્થકર-કારણ-લબ્ધિ-વર્ણન' નામના બીજા સર્ગમાં આ રાજાએ દીક્ષા લીધી એ બાબત આલેખાઈ છે. ‘ચતુકલ્યાણ-લબ્ધિ-વર્ણન' નામના ત્રીજા સર્ગમાં ભ. વાસુપૂજ્યનું તીર્થકર તરીકેનું જીવન રજૂ કરાયું છે. મહોદય-લબ્ધિ-વર્ણન' નામના ચોથા સર્ગમાં સમત્વ તેમ જ શ્રાવકનાં બાર વ્રતોને અંગે કથાનકો અપાયાં છે. સાથે સાથે અશોક અને રોહિણીના પૂર્વ ભવ વર્ણવાયા છે. અંતમાં ગ્રંથકારે રચેલી પ્રશસ્તિ છે. પ્રત્યેક સર્ગ અનુષ્ટ્રભુમાં છે; ફક્ત દરેક સર્ગનાં અંતિમ બે પદ્યો વસન્તતિલકામાં છે. અન્ય કૃતિઓ – ચન્દ્રપ્રભે ૮000 શ્લોક જેવડું જ. મ. માં વાસુપુજ્જચરિય રચ્યું છે. એ ઉપરાંત એક અજ્ઞાતકર્તક વાસુપૂજ્યચરિત્ર પણ છે.
આ તીર્થકરને અંગે કોઈ પુરાણ રચાયું જણાતું નથી. [૧૩] વિમલનાથ ચરિત્ર (વિ. સં. ૧૫૧૭) – આના કર્તા જ્ઞાનસાગર છે. એઓ “બૃહત્ તપા'
ગચ્છના રત્નસિંહસૂરિના શિષ્ય થાય છે, એમણે આ ચરિત્ર પાંચ સર્ગમાં ખંભાતમાં વિ. સં. ૧૫૧૭માં રચ્યું છે. એ પ૬૫૦ શ્લોક જેવડા ચરિત્રમાં જૈનોના તેરમા તીર્થંકર વિમલનાથનું
ચરિત્ર આલેખાયું છે. ૧. આ ચરિત કથાઓના અનુક્રમ સહિત “જે. ધ. પ્ર. સ.” તરફથી ઈ. સ. ૧૯૨૬માં છપાવાયું હતું. એ
પૂર્વે એ સભા તરફથી આ જ ચરિત વિ. સં. ૧૯૬૬માં પ્રસિદ્ધ કરાયું હતું. એનું ડૉ. એબ્રોજિયો એલિની (Ballini) એ સંપાદન કર્યું હતું, એની આ બીજી આવૃત્તિ છે. હીરાલાલ હંસરાજ ધ્વારા ૧૯૨૮-૩૦માં
અને જિ. આ. ટૂ. ૨૦ પ્રસિદ્ધ થયું છે.]. ૨. આ ચરિત્ર હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૧૦માં પ્રસિદ્ધ કરાયું છે. [જિ. આ. દ્ર. ૪૬માં વિ.
ચ. અને ગુજ.અનુવાદ જૈ.આ.સં. દ્વારા ૧૯૮૫માં પ્રસિદ્ધ થયું છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org