________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૮
સંતુલન–જીવંધર–ચંપૂ એ આ ધર્મશર્માલ્યુદયની સાથે ભાવ અને શબ્દોની દૃષ્ટિએ ઘણી સમાનતા ધરાવે છે. વામ્ભટકૃત નેમિનિર્વાણનું આદ્ય પદ્ય અને એના બીજા સર્ગનો પ્રારંભિક ભાગ આ ધર્મશર્માસ્યુદયના પ્રથમ પદ્યનું તેમ જ એના પાંચમા સર્ગની શરૂઆતના અંશનું
સ્મરણ કરાવે છે. વિષય-પ્રારંભમાં મહાકવિઓની પ્રશંસા, પોતાની લઘુતા, ઉત્તમ કાવ્યમાં સમજણ તથા સજ્જન અને દુર્જન વિષે કથન એમ વિવિધ બાબતો રજૂ કરી ‘જંબૂ દ્વીપ, “સુમેરુ પર્વત, ‘ભરત’ ક્ષેત્ર વગેરેનું વર્ણન કરાયું છે. આગળ ઉપર કેટલાંક પ્રાકૃતિક દશ્યો વર્ણવાયાં છે. રચના–સમય-ધર્મશર્માલ્યુદયની વિ. સં. ૧૨૮૭માં લખાયેલી હાથપોથી પાટણના એક ભંડારમાં છે અને એ રત્નાકરસૂરિના આદેશથી કીર્તિચન્દ્રમણિએ લખી છે. આ હિસાબે આ કાવ્ય એટલું તો પ્રાચીન ગણાય. જો ઉપર્યુક્ત નેમિનિર્વાણ એ આ ધર્મશર્માલ્યુદયના જ પરિશીલનનું ફળ હોય તો આ કાવ્ય વિક્રમની ૧૧મી સદીનું ગણાય. વળી કપૂરમંજરીમાં પ્રથમ જવનિકા પછી વિષક દ્વારા કવિ હરિશ્ચન્દ્રનો ઉલ્લેખ છે. જો આ હરિશ્ચન્દ્ર અત્રે પ્રસ્તુત હોય તો આ કાવ્ય વિ. સં. ૯૬૦થી પણ પહેલાનું ગણાય. આ અનુમાનો સત્ય ન ઠરે ત્યાં સુધી તો આ કાવ્ય વિક્રમની તેરમી સદીનું મનાય. સદેહધ્ધાન્તદીપિકા – આ ધર્મશર્માલ્યુદય ઉપરનું લલિતકીર્તિના શિષ્ય યશકીર્તિએ રચેલું ટિપ્પન છે. એ બહુ ઉપયોગી જણાતું નથી એટલે વિસ્તૃત ટીકા રચાવી જોઈએ ? મરાઠી અન્યવાર્થ અને ભાવાર્થ-ધર્મશર્માલ્યુદય (સ. ૨)ના મરાઠીમાં અન્વયાર્થ અને ભાવાથ શ્રી. કૃષ્ણાજી નારાયણ જોશીએ કર્યા છે. હિન્દી ટીકા – આ શ્રાપન્નાલાલ જૈને રચી છે. એની હિન્દી પ્રસ્તાવનામાં કાવ્ય સંબંધી કેટલીક બાબતો વિચારાઈ છે. ધર્મનાથ-ચરિત્ર યાને ધર્મ-ચરિત્ર-આના કર્તા નેમિચન્દ્ર છે. કોઈકે પાઈયમાં ધમ્મનાહચરિય રચ્યું છે. ધર્મનાથ–પુરાણ - આ દિ. સકલકીર્તિની રચના છે. કૈિલાસતસાગર ગ્રન્થસૂચી-(ખંડ-૧) પ્ર. મહાવીર આરાધના કેન્દ્ર કોબાતીર્થ. વિ.સં. ૨૦૫૯. હસ્તપ્રતોનું વિવરણાત્મક સૂચીપત્ર. પૌષધિકપ્રાયશ્ચિત્ત સામાચારી, (સ્વીપજ્ઞટીકા(હ) શ્રાદ્ધલઘુજિતકલ્પ (સ્વીપજ્ઞટીકાહ) બન્નેના કર્તા તિલકાચાર્ય (ચન્દ્રગથ્વીય) કૈલાસ.જ્ઞાન.કોબા ક્રમાંક ૬૦૩૭૫]
૧૯
૧–૨. આ બંને મૂળ કૃતિ અને એના પદચ્છેદ તથા સમાસ સહિત શ્રીબાલચંદ કસ્તુરચંદ ધારાશીવકરે છપાવ્યા
છે. એમણે પ્રકાશનવર્ષ આપ્યું નથી. ૩. આ “ધર્મશર્માલ્યુદય'ના નામથી “ભારતીય જ્ઞાનપીઠ, કાશી” તરફથી ઈ. સ. ૧૯૫૪માં છપાવાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org