________________
પ્રકરણ ૧૮ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : [પ્ર. આ. ૧૫-૧૮]
વિમલનાથ–પુરાણ-આ નામની બે કૃતિ છે : (૧) (દિ. ?) કૃષ્ણજિષ્ણુએ રચેલી અને (૨) રત્નનન્દિત. કૃષ્ણજિષ્ણુ એ હર્ષના શિષ્ય થાય છે. એમની કૃતિ દસ સર્ગમાં લગભગ ૨૩૦૦ શ્લોકમાં રચાયેલી છે.
[ઇન્દહંસગણિએ સં. ૧૫૭૮માં રચેલી અને અજ્ઞાતકર્તક કૃતિ મળે છે.] [૧૪] અનન્તનાથ–ચરિત્ર-આ અજ્ઞાતકર્તક કૃતિ દ્વારા જૈનોના ચૌદમા તીર્થકર અનન્તનાથનું
ચરિત્ર આલેખાયું છે અનન્તનાથને બદલે “અનન્તજિતું' એવો પણ વ્યવહાર કરાય છે. અનન્તનાથપુરાણ-આના કર્તા દિ. વાસવસેન છે.
P ૧૭. [૧૫] ધર્મશર્માલ્યુદય યાને ધર્મજિનપતિચરિત (લે. વિ. સં. ૧૨૮૭) – આના કર્તા કાયસ્થ દિ.
ગૃહસ્થ હરિશ્ચન્દ્ર છે. એમના પિતા, માતા અને ભાઈનાં નામ અનુક્રમે "આદ્રદેવ, રચ્યા અને લક્ષ્મણ છે. એમણે આ ૨૧ સર્ગના કાવ્યમાં જૈનોના પંદરમા તીર્થંકર ધર્મનાથનો જીવનવૃત્તાંત આલેખ્યો છે. આ કાવ્ય શિશુપાલવધના અનુકરણરૂપે રચાયું છે. એમાં ગઉડવહનો ઉલ્લેખ છે. આ કાવ્યના ૧૯મા સર્ગના શ્લો. ૯૦, ૯૪, ૯૮-૯૯, ૧૦૧–૧૦૨ અને ૧૦૪ અનુક્રમે મુરજ, મુરજ, ષોડશદલ-કલમ, અષ્ટાર-ચક્ર અને ષડર-ચક્ર બંધથી વિભૂષિત છે. ષોડશદલ-કમલને લગતા શ્લો. ૯૮ અને ૯૯ “વિકૃતધર્મનિરપતિવરિતfમતિ” પંક્તિ ઉપસ્થિત કરી એ દ્વારા આ કાવ્યના કર્તાનું અને આ કાવ્યનું નામ રજૂ કરે છે. અષ્ટાર–ચક્રના આઠ આરાના આદિમ અક્ષરને ત્રીજા છઠ્ઠા અને આઠમા વલયના અક્ષરો સાથે મેળવતાં ઉદ્ભવતું નિમ્નલિખિત પદ્ય આ કાવ્યના કર્તા, તેમના પિતા અને આ કાવ્યનાં નામ પૂરાં ૧૮ પાડે છે :"आर्द्र देवसुतेनेदं काव्यं धर्मजिनोदयम् । रचितं हरिचन्द्रेण परमं रसमन्दिरम् ।।'' એવી રીતે ષડર-ચક્રના ત્રીજા વલયના અક્ષરો આ કાવ્યનું નામ રજૂ કરે છે જ્યારે છઠ્ઠા
વલયના અક્ષરો કર્તાનું નામ દર્શાવે છે. ૧. આ કાવ્ય “કાવ્યમાલા” (ગ્રન્યાંક ૮) માં ઈ. સ. ૧૮૮૮માં પ્રકાશિત કરાયું હતું. એની ત્રીજી આવૃત્તિ
ઈ. સ. ૧૯૩૩માં છપાવાઈ છે. એમાં સંસ્કૃતમાં વિષયાનુક્રમ છે. [૫. પન્નાલાલનો હિન્દી અનુ.
ભારતીયજ્ઞાનપીઠ દ્વારા પ્રગટ થયો છે.] ૨. કાયસ્થ જૈન ધર્મના ઉપાસક હોય એવાં ઉદાહરણો ભાગ્યે જ જોવાય છે. ૩. જીવંધચંપૂ અને જીવંધરચરિત (નાટક)ના કર્તા તરીકે એમને કેટલાક ઓળખાવે છે. ૪. પં. નાથૂરામ પ્રેમીનો “મહાકવિ હરિશ્ચન્દ્ર” નામનો લેખ જૈ. સા. ઈ. (પૃ. ૪૭૨-૪૭૬)માં છપાયો છે.
આ પ્રથમ આવૃત્તિના પૃષ્ઠક છે. ૫. એઓ “નોમક' વંશના અને કાયસ્થ” કુળના છે. ૬–૭. જુઓ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૧૯૩). ૮-૯, આ બંનેનાં ચિત્ર LL D નામના મારા લેખના બીજા હપ્તામાં પ્ર. ૧૩૫માં અપાયાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org