________________
૭૨ [72].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ છે અને એ બંને જૈન ટીકાઓથી અલંકૃત છે. ભટ્ટિકૃત ભટ્ટિકાવ્ય ઉપર જૈન જયમંગલસૂરિની ટીકા હોવાનું જે કહેવાય છે તે વિચારણીય છે.
કવિરાજે રાઘવપાંડવીય રચ્યું છે. એના ઉપર બે જૈન ટીકા છે એવો ઉલ્લેખ જોવાય છે. પરંતુ જિ. ૨. કો. (વિ. ૧)માં એક ટીકાનો નિર્દેશ નથી તો તેનું શું કારણ ? વાકપતિરાજે 'ગઉડવહ રચ્યો છે. એના ઉપર જ હરિપાલે ટીકા રચી છે. તેઓ જૈન છે કે કેમ તેનો નિર્ણય થયો નહિ હોવાથી મેં આ પુસ્તકમાં એની નોંધ લીધી નથી.
સંસ્કૃત સાહિત્યમાં ચંપુઓની સંખ્યા ઇતર કાવ્યાદિની અપેક્ષાએ ગણીગાંઠી છે. ત્રિવિક્રમભટ્ટ નલચંપૂ કિવા દમયન્તીકથા રચી છે. એ ચાર જૈન વિવરણોથી મંડિત છે. એમાં એકના કર્તા તો જૈન
ગૃહસ્થ ચંડપાલ છે અને એમની રચના પ્રકાશિત પણ છે તે આનંદનો વિષય ગણાય. સુબધુની P ૭૨ વાસવદત્તા ઉપર સિદ્ધિચન્દ્રમણિની અને દ્વિકર્તક કાદંબરી ઉપર પણ એમના ગુરુએ શરૂ કરેલી એકેક ટીકા છે.
ખંડકાવ્યો' તરીકે ઓળખાવાયેલા વિભાગમાં એકંદર આઠ કૃતિઓ છે. એ પૈકી નિમ્નલિખિત પાંચની ટીકા તો એક જ વ્યક્તિએ નામે શાન્તિસૂરિએ રચી છે :
ઘટકર્પર, મેઘાલ્યુદય, રાક્ષસકાવ્ય, વૃન્દાવન અને શિવભદ્ર.
સૌથી પ્રથમ વૃન્દાવનની ટીકા રચાઈ છે. આ તેમ જ ઉપર્યુક્ત ચાર કૃતિઓ યમકોને લઈને દુર્ગમ છે.
શતકો' તરીકે ભર્તુહરિકત શતત્રય, અમરુક્ત અમરુશતક અને મયૂરત સૂર્યશતકના નિર્દેશપૂર્વક એ બધાંની ટીકાઓનો ઉલ્લેખ મેં કર્યો છે. ધનસારની શતકત્રય ઉપરની ટીકા એને અંગેની અન્ય ટીકાઓમાં રચનાવર્ષની અપેક્ષાએ આદ્ય સ્થાન ભોગવે છે. એ વિ. સં. ૧૫૩૫ની રચના છે.
સ્તોત્રો' તરીકે મહિમ્નસ્તોત્ર, ત્રિપુરાસ્તોત્ર, ગંગાષ્ટક અને ગાયત્રી વિષે થોડુંક કહી એ પ્રત્યેકની એકે ટીકાનો મેં નિર્દેશ કર્યો છે. એમાં ગાયત્રીનું વિવિધ ભારતીય દર્શનો અનુસારનું વિવરણ નોંધપાત્ર છે.
આમ વિવરણો વિષે અંગુલીનિર્દેશનું કાર્ય પૂરું થાય છે ત્યારે આ ઉપખંડમાં જે જૈન તેમ જ અજૈન વિવરણોનો મેં ઉલ્લેખ કર્યો છે તે, વિવરણોનાં સામાન્ય તેમ જ વિશેષ નામોના અભ્યાસની P ૭૩ એક જાતની સામગ્રી પૂરી પાડે તેમ છે એટલે અત્ર સૂચવું છું. આ અભ્યાસ કરવામાં દ્વિતીય પરિશિષ્ટનો ઉપયોગ લાભદાયક થઈ પડશે.
વિશેષતાઓ- આ ઉપખંડગત કૃતિઓ વિષે માહિતી આપતી વેળા મેં કેટલીક વિશેષતાઓનું સૂચન કર્યું છે. એ બાબત હું પૃષ્ઠક સહિત રજૂ કરું છું. ૧-૨. જુઓ પા. ભા. સા. (પૃ. ૬, ૧૧, ૧૬, ૪૬, ૪૭, ૧૨૪, ૧૩૧, ૧૩૩-૧૩૫, ૧૩૯, ૧૪૭, ૧૪૮
અને ૨૨૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org