________________
પ્રકરણ ૧૮ : શ્રવ્ય કાવ્યો : જિનચરિત્રો : [પ્ર. આ. ૯-૧૨]
(૩) ગ્રંથકાર દેવેન્દ્ર પાસે ન્યાય અને હરિભદ્રસૂરિ પાસે આગમ ભણ્યા હતા.
પ્રિવચનસારોદ્ધાર ટીકામાં સિદ્ધસેનસૂરિએ સ્વરચિત “પદ્મપ્રભચરિત્ર'નો ઉલ્લેખ કર્યો છે. જ્ઞાનભૂષણ, વિદ્યાભૂષણ, શુભચન્દ્ર, સકલકીર્તિ, સોમદત્ત વિ.એ પણ પ્રાપ્રભચ. રચ્યા છે.
પઉમuહસામિ ચ- સિરિચંદસૂરિ, સંપા. રૂપેન્દ્રકુમાર પગારિયા, પ્ર. લા. દ. વિદ્યામંદિર) [૭] સુપાર્શ્વનાથ–ચરિત્ર-૮000 શ્લોક જેવડી આ નામની એક અજ્ઞાતકર્તક કૃતિ છે. આ ઉપરાંત
બુ. ટિમાં પણ આવી એક કૃતિની નોંધ છે. એમાં જૈનોના સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથનો જીવન વૃત્તાંત આલેખાયો છે. બૌદ્ધોના ગ્રંથ નામે મહાવગ્ન (૧, ૨૨, ૧૩)માં મહર્ષિ બુદ્ધના મે ૧૧ સમયમાં રાજગૃહમાં આ સુપાર્શ્વનાથનું મંદિર હતું એમ કહ્યું છે. આ જ ગ્રંથમાં “આજીવક સંપ્રદાયનો તપસ્વી નામે ઉપક અનન્તનાથનો ઉપાસક હતો એવો ઉલ્લેખ છે. ચન્દ્રપ્રભ-ચરિત્ર (લ. વિ. સં. ૯૧૦) – આના કર્તા દિ. અસગ છે. એમણે આ કૃતિમાં જૈનોના આઠમા તીર્થંકર ચન્દ્રપ્રભસ્વામીનો જીવનવૃત્તાંત રજૂ કર્યો છે. ચન્દ્રપ્રભ–ચરિત્ર (લ. વિ. સં. ૧૦૫૦) – આના કર્તા અશ્વસેન છે એવો ઉલ્લેખ ઈ. સ.ની દસમી-અગિયારમી સદીમાં થઈ ગયેલા ધવલે હરિવંશપુરાણમાં કર્યો છે. શું આ ચરિત્ર સંસ્કૃતમાં છે ? ચન્દ્રપ્રભસ્વામિ–ચરિત્ર (ઉ. વિ. સં. ૧૦૮૨) – આની રચના દિ. વીરનદિએ કરી છે. એઓ “દેશી ગણના ગુણનદિના શિષ્ય અભયનદિના શિષ્ય થાય છે. આ ૧૮ સર્ગના ચરિત્રનો ઉલ્લેખ વાદિરાજે શકસંવત ૯૭૪માં રચેલા પાર્શ્વનાથ–ચરિત્રમાં કર્યો છે. એ હિસાબે આ ચરિત્ર વિ. સં. ૧૦૮૨ કરતાં તો પ્રાચીન ગણાય. પંજિકા–આ ઉપર્યુક્ત ચરિત્ર ઉપર દિ. ગુણનન્દિની પંજિકા છે. એની એક હાથપોથી વિ. સં. ૧૫૯૭માં લખાયેલી છે. વિદ્વ–મનોવલ્લભ-આ કોઈકની આ ચરિત્ર ઉપરની ટીકાનું નામ છે.
ચન્દ્રપ્રભ–ચરિત્ર (વિ. સં. ૧૨૬૪) – આના કર્તા દેવેન્દ્ર “નાગેન્દ્ર ગચ્છના વિજયસિંહસૂરિના શિષ્ય થાય છે. આ પ૩૨૫ શ્લોક જેવડું ચરિત્ર વિ. સં. ૧૨૬૪માં રચાયું છે. ચન્દ્રપ્રભ–ચરિત્ર (વિ. સં. ૧૩૦૨) – આ ચરિત્રના કર્તા સર્વાનન્દસૂરિ છે. એમણે વિ. સં. ૧૨૯૧માં પાર્શ્વનાથ-ચરિત્ર રચ્યું છે. એઓ શીલભદ્રના પ્રશિષ્ય અને ગુણભદ્રના શિષ્ય થાય રે ૧૨
છે. આ ચરિત્ર ૬૧૪૧ શ્લોક જેવડું મોટું છે. ૧. ‘હર્ષપુરીય' ગચ્છના લક્ષ્મણગણિએ વિ. સં. ૧૧૯૯માં સુપાસનાહચરિય રચ્યું છે. જુઓ પા. ભા. સા.
(પ્ર. ૧૧૫), ૨-૩. જુઓ જૈન આગમ સાહિત્યમાં ગુજરાતની પ્રસ્તાવના (પૃ. ૩૧). ૪. જુઓ “Allahabad University studies” (1, p. 167). ૫. આ “કાવ્યમાલા”માં ઈ. સ. ૧૯૧૨માં છપાયું છે. એની ચોથી આવૃત્તિ ઈ. સ. ૧૯૨૬માં પ્રકાશિત થઈ
છે. [“જીવરાજ ગ્રં.” સોલાપુરથી ૧૯૭૦માં પ્રસિદ્ધ થયેલ છે.] ૬. આ “આત્મવલ્લભ ગ્રંથમાલા” માં ઈ. સ. ૧૯૩૦માં છપાવાયું છે. [“હર્ષપુષ્પા.”માં પ્રગટ થયું છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org