________________
૭૦ [70].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ | વિજયસિંહસૂરિનો જન્મ સાહ નથમલ્લની પત્ની નાયકને પેટે વિ. સં. ૧૬૪૪માં થયો હતો. P ૬૮ વિ. સં. ૧૬૫૪માં એમણે દીક્ષા લીધી હતી. એમને વિ. સં. ૧૬૭૩માં “વાચક પદ અને વિ. સં. ૧૬૮૨માં “સૂરિ' પદ પ્રાપ્ત થયાં હતાં. એઓ વિ. સં. ૧૭૦૯માં સ્વર્ગે સંચર્યા હતા.
વિજયપ્રભસૂરિને શિવગણની પત્ની ભાણબાઇએ વિ.સં. ૧૬૭૭માં જન્મ આપ્યો હતો. વિ. સં. ૧૬૮૬માં દીક્ષા લઈ વિ. સં. ૧૭૦૧માં “પંન્યાસ' પદ અને વિ. સં. ૧૭૧૦માં “સૂરિ પદ પ્રાપ્ત કરનારા એઓ વિ. સં. ૧૭૪૩માં સ્વર્ગે સંચર્યા.
દૃશ્ય કાવ્યો કિવા નાટકાદિ રૂપકો મહાવીર સ્વામી સામે સૂર્યાભદેવે નાટક યોજ્યું હતું તે તેમ જ ચન્દ્ર નામના ઇન્દ્ર વગેરેનાં પણ નાટકો અનુપલબ્ધ છે એટલું જ નહિ પણ વિક્રમની દસમી શતાબ્દી સુધીમાં જે કોઈ અન્ય નાટકરૂપક સ્વતંત્ર સ્વરૂપે રચાયું હશે તે પણ મળતું નથી. વિ. સં. ૯૨૫માં શીલાંકસૂરિએ ચઉપનમહાપુરિસચરિયમાં પ્રસંગોપાત્ત વિબુધાનન્દ નામનું નાટક રચ્યું તે જૈન ઉપલબ્ધ નાટકોમાં પ્રથમ છે.
કલિ.” હેમચન્દ્રસૂરિના વિદ્વાન વિનેય રામચન્દ્રસૂરિએ રચેલાં જાતજાતનાં આઠેક રૂપકો એ શ્વેતાંબરીય ઉપલબ્ધ સ્વતંત્ર રૂપકોમાં અગ્ર સ્થાન ભોગવે છે. એમણે રચેલાં યાદવાલ્યુદય અને રાઘવાક્યુદય અદ્યાપિ અપ્રાપ્ય છે. રામ, નળ, હરિશ્ચન્દ્ર અને ભીમ અજૈન વ્યક્તિએ ગણાય છે. તેમ છતાં એમને લક્ષીને પણ રૂપક આ રામચન્દ્રસૂરિએ રચ્યાં છે.
મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ, મોહરાજપરાજય અને દ્રૌપદી સ્વયંવર એ ત્રણે જૈન શ્વેતાંબર ગૃહસ્થોની કૃતિઓ છે. કોઈ દિ. ગૃહસ્થે કોઈ જાતનું રૂપક રચ્યું હોય તો તે જોવા-જાણવામાં નથી. P ૬૯
અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો અજૈન લલિત સાહિત્યમાંની જે નોંધપાત્ર કૃતિઓ તરફ જૈન ગ્રન્થકારોનું સવિશેષ લક્ષ્ય ગયું તેનાં વિવરણો તેમણે રચ્યાં છે. આવી કૃતિઓને મેં છ વિભાગમાં વિભક્ત કરી છે. તેમાં મહાકવિઓનાં કાવ્યો અગ્ર સ્થાન ભોગવે છે.
કાલિદાસની રઘુવંશ અને કુમારસંભવ એ બે કૃતિઓ તેમ જ ભારવિ, માઘ અને શ્રીહર્ષની એકેક રચના નામે અનુક્રમે કિરાતાર્જુનીય, શિશુપાલવધ અને નૈષધીયચરિત એમ એકંદરે જે પાંચ કૃતિઓ છે તેને અજૈનોનાં પાંચ મહાકાવ્ય તરીકે ઓળખાવાય છે. આજે અજૈન પંડિતો દ્વારા જૈન શ્રમણો અને કવચિત્ શ્રમણીઓ આ મહાકાવ્યોનો અભ્યાસ કરે છે. તેવી પરિસ્થિતિ કેટલાક સૈકાઓ પૂર્વે પણ હતી એમ મુનિભદ્રસૂરિકૃત શાન્તિનાથચરિત્ર જોતાં લાગે છે. આ મહાકાવ્યોનો અભ્યાસ કરાય ૧. બધાં ઉપલબ્ધ રૂપકો છપાવાયાં છે ખરાં ? ૨. આમાં દિગંબર વિદ્વાન કમુદચન્દ્ર સાથેના વાદની હકીકત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org