________________
ઉપોદ્ધાત
વિજ્ઞપ્તિકા
લાભવિજય
વિજ્ઞપ્તિકા
આગમસુન્દરમણિ
[69] ૬૯
ઉ. ૧૭૪૩ ઉ. ૧૭૪૭ ઉ. ૧૭૭૧ લ. ૧૭૭૧ લ. ૧૭૭૧
લાવણ્યવિજયગણિ
વિજયપ્રભસૂરિ વિજયપ્રભસૂરિ | વિજયપ્રભસૂરિ જિનસુખસૂરિ જિનસુખસૂરિ
વિજ્ઞપ્તિકા વિજ્ઞપ્તિકા
દયાસિંહ વિજયવર્ધનગણિ
વિજ્ઞપ્તિપત્ર
વિજ્ઞપ્તિપત્રી
મેરુવિજય
ચેતોદૂત
આ ઉપરથી જોઇ શકાશે કે વિજયસેનસૂરિ ઉપર મહોપાધ્યાય કીર્તિવિજયગણિએ એક વિજ્ઞપ્તિપત્ર લખ્યો હતો. એવી રીતે વિજયદેવસૂરિ ઉપર વિજયસિંહસૂરિએ, ધનવિજયગણિએ, રવિવર્ધનગણિએ, વિનયવર્ધનગણિએ, મેઘવિજયગણિએ તથા વિનયવિજયગણિએ, વિજયસિંહસૂરિ ઉપર વિનયવર્ધનગણિએ (બે વાર), અમરચન્દ્રમણિએ, કમલવિજયગણિએ તથા લાવણ્યવિજયગણિએ તેમ જ વિજયપ્રભસૂરિ ઉપર નયવિજયગણિએ, ઉદયવિજયે (ત્રણ વાર), વિનયવિજયગણિએ, મેઘવિજયગણિએ, લાભવિજયે, આગમસુન્દરમણિએ તથા લાવણ્યવિજયગણિએ વિજ્ઞપ્તિપત્ર લખેલ. P ૬૭ આમ અહીં ચાર સૂરિઓનો ઉલ્લેખ છે.
પટ્ટાવલીસમુચ્ચય (ભા. ૧) ગત પટ્ટાવલી સારોદ્ધાર (પૃ. ૧૬૦-૧૬૨)માં વિજયસેનસૂરિ, વિજયસિંહસૂરિ, વિજયદેવસૂરિ અને વિજયપ્રભસૂરિ એ ચારે વિષે નીચે મુજબની સંક્ષિપ્ત માહિતી અપાઇ છે :
વિજયસેનસૂરિનો જન્મ વિ. સં. ૧૬૦૪માં નારદપુરીમાં થયો હતો. એમના પિતાનું નામ કમા અને માતાનું નામ કોડેમદે હતું. આ સૂરિએ વિ. સં. ૧૬૧૩માં દીક્ષા લીધી હતી. એઓ વિ. સં. ૧૬૨૮માં “પંડિત' પદથી અને એ જ વર્ષમાં “ઉપાધ્યાય' પદવી પછી “સૂરિ' પદવીથી વિભૂષિત બન્યા હતા. વિ. સં. ૧૬૩૨માં એમણે સુરતમાં શ્રીભૂષણ નામના દિગંબરાચાર્યને પરાજિત કર્યા હતા. વિ. સં. ૧૬૭૧માં એ સૂરિનો સ્વર્ગવાસ થયો હતો.
વિજયદેવસૂરિનો જન્મ વિ. સં. ૧૬૩૪માં થયો હતો એમનાં માતાપિતાના નામ અનુક્રમે રૂપા અને થિરા હતાં. વિ. સં. ૧૬૪૩માં દીક્ષા લઈ વિ. સં. ૧૬૫૫માં “પંન્યાસ' પદ અને વિ. સં. ૧૬૫૬માં સૂરિ બનનાર વિજયદેવસૂરિ વિ. સં. ૧૭૧૩માં સ્વર્ગે થયા.
આ સૂરિ વિષે મેં “વિ. સં. ૧૬૩૪માં જન્મેલા અને વિ. સં. ૧૭૧૩માં સ્વર્ગ સંચરેલા શ્રીવિજયદેવસૂરિનું રેખાચિત્ર” નામના લેખમાં કેટલીક વિશેષ માહિતી આપી છે. ૧. આ લેખ “શ્રી ગોડી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રન્થ”માં વિ. સં. ૨૦૧૮માં છપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org