________________
ઉપોદ્ધાત
[57] ૫૭ ચરણની અન્ય ત્રણ ચરણો રચી એ જ છંદમાં કરાયેલી પૂર્તિરૂપ છે. એમાં જે ચરણની પૂર્તિ કરાઈ P ૪૯ હોય તેના ભાવને અનુરૂપ અર્થ રહેલો હોવો જોઇએ એ દેખીતી વાત છે. આમ હોવાથી એ “સમસ્યાના ઉકેલની ગરજ સારે છે અને એથી એને “સમસ્યા-કાવ્ય' પણ કહે છે.
અમરકોશ (કાંડ ૧, વર્ગ ૬, ગ્લો ૭)માં “સમસ્યા” શબ્દ છે અને એના પર્યાય તરીકે અહીં સમાસાર્થા' શબ્દ છે. આની એક ટીકામાં કહ્યું છે કે- “વા સમાસાથ પૂરળીયાથી ઋવિક્ટ્રિપરીક્ષાર્થપૂર્ણતવૈવ પ૮ચમનાથ વા સૌ સમસ્યા.” શબ્દકલ્પદ્રુમકોશમાં આ સંબંધમાં નીચે મુજબ ઉલ્લેખ છે :
“भिन्नाभिप्रायस्य थोकादेस्तदीयत्वेन प्रत्यभिज्ञायमानानां भागानां स्वकृतेन परकृतेन वा भागान्तरेण समसनं-सन्धानं समस्या"?
કહેવાનું તાત્પર્ય એ છે કે જેનો અર્થ પૂરણીય એટલે કે પૂરો કરવાનો છે તેને સમસ્યા' કહે છે અથવા કવિની શક્તિની પરીક્ષા માટે અપૂર્ણપણે જ જે અર્થ કહેવાયો હોય તેને “સમસ્યા” કહે છે અથવા ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા અપૂર્ણ શ્લોક વગેરેના તે (મૂળ કૃતિના) રૂપે જણાતા ભાગોને પોતે કે અપર જને કરેલા અન્ય ભાગ વડે જોડવું તે “સમસ્યા છે. આ જાતનું સાહિત્ય યુરોપમાં રચાયું - ૫૦ હોય એમ લાગતું નથી, બાકી એશિયાઈ પ્રજાઓની વાત જુદી છે. ભારતવર્ષે આ દિશામાં પુષ્કળ ફાળો આપ્યો છે એમ એનું સંસ્કૃત સાહિત્ય જોતાં જણાય છે. આ જાતના સાહિત્યનો ઉદ્ભવ રાજદરબારમાં “શીઘ્ર કવિ' તરીકે નામના મેળવવાની વૃત્તિને આભારી હશે. ગમે તેમ પણ આ ક્ષેત્રમાં જૈન ગ્રંથકારોએ મહત્ત્વનું કાર્ય કર્યું છે એમ એમણે પોતાના તેમ જ અન્ય સંપ્રદાયનાં કાવ્યોની પૂર્તિરૂપે કરેલી રચનાઓ જોતાં જણાય છે. મેઘદૂત જેવાનાં પ્રત્યેક પદ્યનાં અરે ચરણની પાદપૂર્તિરૂપ કાવ્ય જેવી રચના મૂળ કૃતિના સંરક્ષણનું કાર્ય પણ સંપૂર્ણપણે કરે છે.
પ્રારંભ– કાવ્યશાસ્ત્રમાં વર્ણવેલા અલંકારો પૈકી પાદપૂર્તિ પણ એક અલંકાર છે. આથી કરીને આવા અલંકારનો પ્રથમ કોણે પ્રારંભ કર્યો એ કહેવું મુશ્કેલ છે કેમકે એક તો પ્રાચીનમાં પ્રાચીન અલંકારશાસ્ત્ર કયું છે અને તે કોણે રચ્યું છે તે જાણવું જોઈએ. વળી આ ઉપરાંત પહેલવહેલું પાદપૂર્તિરૂપ કાવ્ય કોણે રચ્યું એનો પણ નિર્ણય કરવા તેના કર્તાનો સમય નિર્ણત હોવો જોઈએ.” એથી કરીને આ પ્રશ્નોનો અન્તિમ નિર્ણય તો હું કરી શકું તેમ નથી છતાં એ દિશામાં કંઈક પ્રકાશ પાડવા મેં પ્રયત્ન કર્યો છે. ૧. અન્ય પ્રકારો માટે જુઓ પૃ. ૨૩. ૨. “સમસ્યા' નામના લેખમાં શ્રી. જનક દવેએ સમસ્યાના પર્યાયો, પ્રકારો ઇત્યાદિ વિષે માહિતી આપી છે.
આ લેખ “ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક” (પુ. ૩૨, અં. ૧-૨)માં છપાયો છે. ૩-૪. આ બંને અવતરણો “સિ. જે. ગ્રં.”માં પ્રકાશિત દેવાનન્દ-મહાકાવ્યના “સંક્ષિપ્ત સારાર્થ” (પૃ. ૧૦)માં
અપાયાં છે. ૫. મેઘદૂતની પાદપૂર્તિરૂપ કાવ્ય રચવાના કાર્યની શરૂઆત જૈનોએ કરી છે એવો “જૈન આત્માનંદ ગ્રંથરત્નમાલા”
તરફથી બહાર પડેલા જૈનમેઘદૂતની પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org