________________
૫૮
[58]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨
ઉત્તમ રચના- પાદપૂર્તિરૂપ કાવ્ય રચવું એ બાળકનો ખેલ નથી. મૂળ કાવ્યમાં જે જે વિશિષ્ટ ગુણોનો સદ્ભાવ હોય તે તે ગુણોથી વિભૂષિત કાવ્ય રચવું એ પ્રતિભાશાળી જ મનુષ્ય કરી શકે એમ - ૫૧ કહેવું ખોટું નહિ ગણાય, કેમકે “લાકડે માંકડું' વળગાડ્યાનો દોષ પોતાને શિરે ન આવે એટલા માટે
પાદપૂર્તિ તરીકે લીધેલા પાદમાંથી નીકળતા અર્થનું અનુસન્ધાન કરવા તરફ પણ લક્ષ્ય આપવાની આવશ્યકતા રહે છે એ ભૂલવા જેવું નથી વળી તેમાં પણ કોઈ મહાવ્યક્તિનું ચરિત્ર સાંગોપાંગ આલેખવું એ તો પ્રતિભાની પરાકાષ્ઠા સૂચવે છે. આમાં પણ ખરી ખૂબી તો ત્યારે જ ગણાય કે જ્યારે પાઠકને તે કાવ્ય અન્ય કોઈ કાવ્યની પાદપૂર્તિરૂપ છે એમ ન ભાસે પરંતુ તે અભિન્ન કાવ્ય છે એમ જ લાગે. આને માટે શબ્દરચના ઉપર પણ ધ્યાન આપવાની જરૂર રહે છે.
નોંધ–ભક્તામર-સ્તોત્ર પૂરતી પાંચ પાદપૂર્તિઓની નોંધ મેં “શ્રીભક્તામર-સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ” (ભા. ૧, પૃ. ૨૭)માં ઈ. સ. ૧૯૨૬માં લીધી હતી. ત્યાર બાદ . સ. ૧૯૩૩માં પ્રકાશિત “જૈનધર્મવરસ્તોત્રાદિકૃતિત્રિતય” ઉપરની મારી સંસ્કૃત પ્રસ્તાવના (પૃ. ૧-૨)માં આ પાંચ પાદપૂર્તિરૂપ કાવ્યો ઉપરાંતનાં અન્ય એ જાતનાં વીસેક કાવ્યોની મેં નોંધ લીધી છે અને ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૩)માં જૈનધર્મવરસ્તોત્ર જેવાં ત્રણ કાવ્યોનો ઉલ્લેખ કર્યો છે. ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ તેર કાવ્યોનો સંક્ષિપ્ત પરિચય મેં ઈ. સ. ૧૯૩૨માં પ્રકાશિત ભક્તા.સ્તોત્રત્રયની મારી ભૂમિકા (પૃ. ૧૩-૧૫)માં આપ્યો છે. સ્તુતિ-ચતુર્વિશતિકાની મારી ભૂમિકા (પૃ. ૨૮)માં મેં પાદપૂર્તિરૂપ
બે કાવ્યોની નોંધ લીધી છે. P પર આ ઉપરથી હું જૈનોને હાથે રચાયેલાં પાદપૂર્તિરૂપ કાવ્યોની એક સૂચી મૂળ કૃતિના પ્રણેતાના સંપ્રદાય અનુસાર એને બે વર્ગમાં વિભક્ત કરી નીચે મુજબ રજૂ કરું છું :
(૧) અજૈન કૃતિઓની પાદપૂર્તિરૂપ કાવ્યો. (૨) જૈન કૃતિઓની પાદપૂર્તિરૂપ કાવ્યો.
[૧] પ્રથમ વર્ગમાં (૧) મહાકાવ્યો, (૨) સ્તોત્ર, (૩) પ્રકીર્ણક પંક્તિઓ, (૪) વ્યાકરણ અને (૫) કોશ એમ પાંચને અંગેનાં પાદપૂર્તિરૂપ કાવ્યોનો સમાવેશ થાય છે. એ અનુક્રમે નીચે મુજબ છે –
(અ) મહાકાવ્યોની પાદપૂર્તિ (૧૧) નામ પ્રણેતા
પૃષ્ઠક ૧. રઘુવંશ (સ.૩)ની પાદપૂર્તિ (૧) ૧. જિનસિંહસૂરિપદોત્સવ કાવ્ય સમયસુન્દરમણિ
૪૪૬ ૧. મુખ્યતયા અને સામે રાખી શ્રી. અગરચંદ નાહટાએ પાદપૂર્તિરૂપ સાહિત્યને અંગે ઇ. સ. ૧૯૪૨માં જૈન
પાદપૂર્તિ-સાહિત્ય” નામનો લેખ લખ્યો હતો. એ “જે. સિ. ભા.” (ભા. ૩, કિ. ૨-૩)માં છપાયો હતો. આ ઉપરાંતનાં પાદપૂર્તિરૂપ કાવ્યોની નોંધ એમણે “ભાવારિવારણ-પાદ-પૂર્યાદિ-સ્તોત્રસંગ્રહ”ની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૧-૨)માં વિ. સં. ૨૦૦૪માં લીધી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org