________________
ઉપોદ્ધાત
[53] પ૩ ભ. સ્તો. પા. કા. સં. (ભા. ૨)ની મારી પ્રસ્તાવના (પૃ. ૩૧)માં મેં નવ નવ પદ્યવાળાં ત્રણ સરસ્વતી-સ્તોત્રનાં આદ્ય પદ્યો નોંધ્યો છે. વળી પૃ. ૩૧-૩૨માં ૧૧ પદ્યના એક સ્તોત્ર માટે પણ તેમ કર્યું છે. પંદર પદ્યવાળું અજ્ઞાતકર્તૃક મહામંત્રગર્ભિત શારદા-સ્તોત્ર પૃ. ૩૫-૩૬ મેં ઉદ્ધત કર્યું છે. એવી રીતે આઠ પદ્યનું એક સરસ્વતી-સ્તોત્ર પૃ. ૩૪-૩૫માં તેમ જ મૂળ લખાણનાં પૃ. ૩૧-૩૨માં સાત P ૪૨ પદ્યનું સરસ્વતીનાં ૧૬ નામો રજૂ કરતું શારદા સ્તોત્ર મેં આપ્યું છે. પ્રસ્તાવના (પૃ. ૩૩-૩૪)માં મુનિસુન્દરસૂરિકૃત ત્રિદશતરંગિણી (સ્ત્રોતસ્ ૧) ગત નવ પદ્યના શારદારૂવાષ્ટકને મેં સ્થાન આપ્યું છે. સારસ્વત-દીપક એ જૈન કૃતિ જ છે કે કેમ તે જાણવું બાકી રહે છે. એનું આદ્ય પદ્ય ઉપર્યુક્ત પ્રસ્તાવના (પૃ. ૩૨)માં મેં નોંધ્યું છે. આ કૃતિ ઉપર કોઈકની વૃત્તિ છે અને તેમાં જિનપ્રભસૂરિનો ઉલ્લેખ છે. વિશેષમાં આ કૃતિમાં સાત સારસ્વત-મંત્રોનો ગુપ્ત રીતે સમાવેશ કરાયો છે. દિ. જ્ઞાનભૂષણે ૧૧ પદ્યનું સરસ્વતી-સ્તવન રચ્યું છે.
આ ઉપરાંત જિ. ૨. કો. (વિ. ૧)માં કેટલાંક સ્તુતિ-સ્તોત્રોની નોંધ છે. જેમકે અજ્ઞાતકર્તક ભારતી-સ્તવન, શારદા-સ્તોત્ર અને સરસ્વતી-સ્તવન, પાર્શ્વચન્દ્રક્ત શારદાષ્ટક, આશાધરે રચેલું સરસ્વતી-સ્તોત્ર અને વિદ્યાવિલાસે રચેલું 'સરસ્વત્યષ્ટક.
[મુનિ કુલચન્દ્રવિજયજીએ સરસ્વતી દેવીના સ્તુતિ-સ્તોત્રોના સંગ્રહરૂપ “સરસ્વતીપ્રસાદ” વ. પુસ્તકો સંપાદિત કર્યા છે. સરસ્વતીદેવીના અનેક પ્રાચીન-અર્વાચીન ચિત્રો (ફોટાઓ) અહીં અપાયા છે. મુનિશ્રી ધુરન્ધરવિ.નો સરસ્વતી દેવી વિષેનો લેખ મનનીય છે.] મેં જાતજાતનાં આકાર-ચિત્રથી અલંકૃત કેટલાંક સ્તોત્રોની નોંધ લીધી છે તેમાં નિમ્નલિખિત સ્તોત્ર હું ઉમેરું છું –
ચિત્રબન્ધ સ્તોત્ર- આ ગુણભદ્ર નામના કોઈ દિગંબર મુનિ (?)ની ૩૧ (૨૭-૪) પઘોની રચના છે. પ્રથમ પદ્ય દ્વારા વૃષભદેવાદિ ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવાની પ્રતિજ્ઞા કરાઈ છે. ૨૭મું P ૪૩ પદ્ય ઉપસંહારરૂપ છે. પછી ચાર પદ્યો છે. પદ્યો ૧ અને ૨૭ સિવાયનાં ૨૯ પદ્યો જાતજાતના બંધોથી વિભૂષિત છે. એનાં નામ હું એને લગતા પડ્યાંકનો કસ દ્વારા નિર્દેશ કરવા પૂર્વક દર્શાવું છું –
કમલ ('૬, ૭, ૨૨), કલશ (૨૦, ૩૧), ખગ (૨૪-૨૫), ચક્ર (પ), ચામર (૩, ૨૯, ૩૦), છત્ર (૨, ૨૮), ત્રિશૂલ (૧૩), ધનુષ્ય (૯), નાલિકેર (૧૨), બીજપૂર (૪) ભલ્લ (૧૮), મુરજ (૨૬), મુસલ (૧૦), રથ (૨૧), વજ (૧૬), શક્તિ (૧૭), શંખ (૨૩), શર (૧૯), શ્રીકરી (૧૪), શ્રીવૃક્ષ (૧૧), સ્વસ્તિક (૮) અને હલ (૧૫).
૧. નન્દિરત્નના શિષ્ય સારસ્વતોદ્ધારસ્તોત્ર રચ્યું છે તે શું સરસ્વતીની સ્તુતિરૂપ છે? અકબરના મિત્ર અને
વારાણસીના એક વિપ્રને જીતનારનું નામ પાસુન્દર છે. વળી બીજા પણ આ નામવાળા છે (જઓ જૈ.
સા. સં. ઈ. નાં ૫૪૫-૫૪૬). એ પૈકી કોઇએ ભારતીસ્તવ રચ્યો છે. જુઓ પૃ. ૧૮૬. ૨. જુઓ પૃ. ૩૧૨, ૩૬૭, ૩૭૬ અને ૩૯૯. ૩. આ સ્તોત્ર સિધાન્ત વિસøદ:માં પૃ. ૧૫૧--૧પપમાં છપાવાયું છે. ૪. આમાં મેઘાવિન’ શબ્દ છે તે પ્રસ્તુત સ્તોત્રના સંશોધકનું નામ હોય તો ના નહિ. ૫. સોળ પાંખડીનું.
૬. આઠ પાંખડીનું.
૭. ચાર આરા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org