________________
ઉપોદ્ધાત
[51] ૫૧ સંગીત- સ્તુતિ-સ્તોત્રોની છન્દોબદ્ધ રચના એ ગાવા માટેની અનુકૂળતા કરી આપે છે. એમાં ગેય તત્ત્વ રહેલું છે. એનો એક પુરાવો તે વિમલસૂરિકૃત પઉમરિય (ઉદેસંગ ૨૮) ગત પદ્ય ૪૦૫૦ છે.
પ્રણેતાઓ– ઈશ્વરને “સૃષ્ટિના સર્જક માનનારા ધર્મોમાં એને ઉદેશીને સ્તુતિઓ રચાઈ છે જ્યારે ઈશ્વરને આ સ્વરૂપે નહિ પરંતુ નિરંજન, નિરાકાર “પરમાત્મા' તરીકે સ્વીકારનારા ધર્મોમાં પરમાત્માના ગુણગાનરૂપે સ્તુતિઓ યોજાઈ છે. જૈન સાહિત્યમાં જે સ્તુતિ-સ્તોત્રો છે તેમાં શ્વેતાંબરોનો તેમ જ દિગંબરોનો ફાળો છે અને એ ફાળો જેવો તેવો નથી. કેટલાંક સ્તોત્રો તો તત્ત્વજ્ઞાનની અમૂલ્ય વાનગીઓ પીરસે છે. દા. ત. વીતરાગ-સ્તોત્ર.
સ્તુતિ-સ્તોત્ર રચનારામાં જિનપ્રભસૂરિનું નામ એમણે અનેક ભાષામાં વિવિધ જાતની તરકીબોપૂર્વક રચેલાં સ્તોત્રોને લઈને આગળ તરી આવે છે. એમણે સાત સો સ્તોત્રો રચ્યાં છે એમનો સંપૂર્ણ કૃતિકલાપ સમુચિત રીતે સંપાદિત થઈ પ્રકાશિત થવો ઘટે.
શ્વેતાંબર સંપ્રદાયમાં-બલ્બ સમગ્ર જૈન જગતમાં સ્તુતિકાર તરીકે સિદ્ધસેન દિવાકર એમની ૩૯ દ્વાáિશિકાઓને લઈને આદ્ય સ્થાન ભોગવે છે.
જે સંસ્કૃત સ્તુતિ-સ્તોત્રો શ્વેતાંબર તેમ જ દિગંબર ગ્રંથકારોએ રચ્યાં છે તેમાં શ્વેતાંબરોનો ફાળો વિશેષ જોવાય છે. એમ પણ ભાસે છે કે સંસ્કૃત સ્તોત્રો પાઇય સ્તોત્રો કરતાં સંખ્યા અને મહત્ત્વ એમ બંને બાબતમાં ચડિયાતાં છે.
સહસ્ત્રનામ સ્તોત્રો સૂર્યને હજાર કિરણવાળો અને ઇન્દ્રને હજાર નેત્રવાળો કલ્પવામાં આવેલ છે. વળી હજાર પાંખડીવાળું કમળ, હજાર ભુજાવાળો બાણ નામનો દાનવ, હજાર દંષ્ટ્રાવાળી એક જાતની માછલી તથા હજાર ફેણવાળો અને હજાર મુખવાળો શેષ નાગ એમ ‘હજારનો સંબંધ વિવિધ રીતે જોવાય છે. જૈન તીર્થકરનો દેહ ૧૦0૮ લક્ષણોથી લક્ષિત મનાય છે. આ કે આવી કોઈ બાબત ઉપરથી જિનની લગભગ હજાર નામ વડે સ્તુતિ કરવાની વૃત્તિ થતાં એ જાતનાં સ્તોત્રો રચાયાં હશે. કદાચ એમ પણ બન્યું હોય કે કોઈ એક સંપ્રદાયમાં આ પ્રકારનું સ્તોત્ર રચાતાં અન્ય સંપ્રદાયમાંના કોઈકને પોતાના ઈષ્ટ દેવ માટે એવું સ્તોત્ર રચવાની ભાવના જાગી હોય અને એથી એ જાતનાં સ્તોત્રો ઉદ્ભવ્યાં હોય. ગમે તેમ પણ જૈનોના શ્વેતાંબર અને દિગંબર એમ બંને સંપ્રદાયમાં જિનસહસ્ત્રનામસ્તોત્ર જેવી કૃતિઓ જોવાય છે. આ જાતનાં સ્તોત્રોના પ્રણેતાઓમાં દિગંબર આચાર્ય જિનસેન પહેલા દિગંબરોમાં પ્રથમ સ્થાન ભોગવે જ છે. સિદ્ધસેનીય મનાતું શક્રસ્તવ એમના કરતાં પ્રાચીન જ ઠરે તો સમસ્ત જૈન જગતમાં એ સિદ્ધસેન આદ્ય ગણાય. ૧. એમનો પરિચય મેં “સ્તોત્રકાર જિનપ્રભસૂરિનાં જીવન અને કવન સંબંધી સાહિત્ય” નામના મારા લેખમાં
આપ્યો છે. આ લેખ “આત્માનંદ પ્રકાશ” (પુ. ૬૪, અં. પ-૬)માં એક જ હપ્ત છપાયો છે. ૨. આ સંબંધમાં જુઓ મારો લેખ “જિનપ્રભસૂરિકૃત સાત સો સ્તોત્રો” આ લેખ “જૈન ધર્મ પ્રકાશ” (પુ.
૮૩, અં. ૬)માં છપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org