________________
પર [52].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ P ૪૦
સરસ્વતી દેવીનાં સ્તુતિ-સ્તોત્રો સરસ્વતી, શારદા, સારદા, ભારતી, શ્રુતદેવી, વાઝેવી ઇત્યાદિ નામો એક જ દેવીને ઉદેશીને યોજાયેલાં છે. એ દેવીને અંગ્રેજીમાં Goddess of Learning કહે છે. આ દેવીને અંગે બે પ્રકારનાં સ્તુતિ-સ્તોત્રો યોજાયેલાં જોવાય છે : (૧) સ્વતંત્ર અને (૨) આનુષંગિક. કેટલા યે ગ્રંથકારોએ પોતાની કૃતિના પ્રારંભમાં સરસ્વતી દેવીની સ્તુતિ કરેલી જોવાય છે. આ સ્તુતિરૂપ રચના તેમ જ કેટલાંક સ્તુતિ- કદંબકોમાં પણ આ દેવીની સ્તુતિરૂપ જે પદ્ય નજરે પડે છે તે આનુષંગિક રચનાઓ હોઈ એ અત્ર અભિપ્રેત નથી. આ સિવાયની કૃતિઓ સ્વતંત્ર છે. એ પૈકી પાઠય કૃતિઓ માટે અહીં સ્થાન નહિ હોવાથી તેની વાત જતી કરાય છે.
જૈનોને હાથે એક પઘથી માંડીને સામાન્ય રીતે દસેક પદ્ય અને કોઈ કોઈ વાર ત્રીસેક પદ્ય જેવડી સ્તુતિ શ્રુતદેવતા યાને સરસ્વતી પરત્વે રચાયેલી મળે છે. તેમાં એક પદ્યની સુપ્રસિદ્ધ સ્તુતિ નીચે મુજબ છે :
"कमलदलविपुलनयना कमलमुखी कमलगर्भसमगौरी ।।
कमले स्थिता भगवती ददातु श्रुतदेवता सिद्धिम् ॥" આ સ્તુતિ પ્રતિક્રમણ-ક્રિયામાં જ આવશ્યક પૂર્ણ થતાં અંતિમ મંગળ તરીકે સ્ત્રી-વર્ગ-સાધ્વીઓ અને શ્રાવિકાઓ બોલે છે. મહાતાર્કિક મલવાદીના દ્વાદશાનિયચક્ર ઉપર ક્ષમાશ્રમણ સિંહસૂરિગણિએ જે મનનીય ટીકા રચી છે તેમાં ત્રીજા અર (આરા)ની ટીકાના પ્રારંભમાં મંગલાચરણ તરીકે આ સ્તુતિ જોવાય છે ખરી પરંતુ એ આ ટીકાકારની જ રચના છે કે કેમ તેનો અંતિમ નિર્ણય કરવો
બાકી રહે છે. P ૪૧ મંત્ર તેમ જ પ્રાચીનતાની દૃષ્ટિએ બપ્પભટ્ટસૂરિકૃત શારદા-સ્તોત્ર નોંધપાત્ર ગણાય છે. એવી
રીતે યમકમય સ્તુતિ તરીકે જિનપ્રભસૂરિએ ૧૩ પદ્યમાં રચેલું અને “નવેવથી શરૂ થતું શારદાસ્તવન ગણાવી શકાય. પાદપૂર્તિરૂપ સ્તોત્રોમાં ધર્મસિંહસૂરિકૃત સરસ્વતી-ભક્તામર સરસ્વતી દેવીની સ્તુતિરૂપ છે. આવી બીજી કોઈ કૃતિ છે ખરી ? ભ. સ્તો. પા. કા. સં. (ભા. ૨)માં પરિશિષ્ટરૂપે મેં નીચે મુજબની કૃતિઓ મારા ગુજરાતી અનુવાદ સહિત રજૂ કરી છે :(૧) “સમાવકાસુરથી શરૂ થતી ભારતીચ્છન્દસ્ નામની ૩૩ પદ્યની કૃતિ. (૨) “ડ્રીં શ્રીં''થી શરૂ થતું આઠ પદ્યનું શારદાષ્ટક. (૩) “નતે શ્રીમતીથી શરૂ થતું નવ પદ્યનું ભારતી-સ્તોત્ર. (૪) “સપૂfશીતથી શરૂ થતું અને દાનવિજયે નવ પદ્યમાં રચેલું સરસ્વતી-સ્તોત્ર. (૫) “નનનમૃત્યુથી શરૂ થતું અને વિજયકીર્તિના શિષ્ય મલયકીર્તિએ દસ પદ્યનું રચેલું શારદા-સ્તોત્ર (૬) “સનમ ”થી શરૂ થતો અગિયાર પદ્યનો સરસ્વતી-સ્તવ. (૭) “ૐ હ્રીં મઈન'થી શરૂ થતી બાર પદ્યની શારદા-સ્તુતિ. ૧. રોમનોની મિનર્વા (Minerva) નામની દેવીને "Goddess of Wisdom" કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org