________________
ઉપોદઘાત
[45] ૪૫ જૈન કથાત્મક સાહિત્યની વિપુલતા, વિવિધતા અને વરેણ્યતાથી વિદ્વાનો સુપરિચિત છે એટલે અહીં તો આ સાહિત્ય વિષે તરંગલોલાને લગતા મારા વક્તવ્ય (પૃ. ૮-૧૨)નો તેમ જ D c G C M (Vol. XIX, sec. 2, pp. 1)ની મારી અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૪-૯)નો જ ઉલ્લેખ કરું છું.
પ્રા. કાન્તિલાલ બળદેવરામ વ્યાસે ભાષા, વૃત્ત અને કાવ્યાલંકાર નામના પોતાના પુસ્તકમાં ૨ ૨૮ અત્તમાં સાહિત્યનાં સ્વરૂપો વિચાર્યા છે. વળી શ્રી ઈશ્વરલાલ દવેએ પણ આ વિષય ઈ. સ. ૧૯પરમાં પ્રકાશિત “ગુજરાતી સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” નામના પોતાના પુસ્તકમાં ચર્ચો છે. આ છેલ્લાં બે પુસ્તકો કરતાં આ સંબંધમાં વિસ્તારથી ઉદાહરણો પૂર્વકની ગુજરાતી પદ્યાત્મક સાહિત્ય પૂરતી છણાવટ તો ડો. મંજુલાલ ૨. મજમુદારે ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (મધ્યકાલીન તથા વર્તમાન પઘવિભાગ)માં કરી છે. એમણે પ્રથમ ખંડમાં મધ્યકાલીન પદ્યસ્વરૂપો તરીકે નિમ્નલિખિત સ્વરૂપોને સ્થાન આપ્યું છે :
મુક્તક, સુભાષિત, ઉખાણાં, સમસ્યા-પ્રહેલિકા, રાસ-રાસો, પ્રબન્ધ, છંદ, પવાડો-શલાકા, આખ્યાન, પદ્યાત્મક લોકવાર્તા, ફાગુ, પઋતુ, બારમાસી, સન્ડેશ-કાવ્ય, ભડલી-વાક્ય, વિવાહલુવેલિ, રૂપકકાવ્યો, કક્કો-હિતશિક્ષા, ભજન સંતવાણી અને રાસ-ગરબા-ગરબી.
દ્વિતીય ખંડમાંના સ્વરૂપો નીચે પ્રમાણે છે :
મહાકાવ્ય, ખંડકાવ્ય, ઊર્મિકાવ્ય, સોનેટ, ગઝલ, કરુણ-પ્રશસ્તિ, દેશભક્તિકાવ્ય, પ્રતિકાવ્ય અને બાલકાવ્ય.
જિન-ચરિત્રો- ઋષભદેવાદિ ચોવીસ જિનેશ્વરો વિષે કેટલીક માહિતી સમવાય વગેરે આગામોમાં મળે છે. એવી રીતે દિગંબરોની દૃષ્ટિએ આ જાતનું પ્રાચીનતમ સાધન તે તિલોયપણત્તિ છે. એના ચોથા મહાધિકારમાં તીર્થકરોનાં અવનથી માંડીને તે નિર્વાણ સુધીની બાબતો આલેખાઈ છે. જેમકે રે ૨૯ તીર્થંકરનાં વન-સ્થાન અને જન્મ-સ્થળ, એમનાં માતાપિતાનાં નામ, એમનાં જન્મ-તિથિ, નક્ષત્ર અને વંશ, તીર્થંકરોનો અંતરકાલ, એમની કૌમારાવસ્થા, તીર્થંકરના શરીરની ઊંચાઈ અને એનો વર્ણ, રાજ્યકાલ, વૈરાગ્યનું નિમિત્ત, લાંછન, દીક્ષાનાં તિથિ ને નક્ષત્ર, દીક્ષાવૃક્ષ, તપશ્ચર્યા, પારણક (પારણું), દાન, પાંચ આશ્ચર્ય, છદ્મસ્થ-કાલ, કેવલજ્ઞાનનાં તિથિ, નક્ષત્ર ને સ્થાન, સમવસરણ, યક્ષ, યક્ષિણી, ૧. આમાં જૈનોના બંને ફિરકાઓની કથાઓ, ચરિત્રો, પ્રબન્ધો ઈત્યાદિને સ્થાન અપાયું છે. એકંદર આના
ત્રણ વિભાગો પડાયા છે. પહેલા બેમાં શ્વેતાંબરીય કૃતિઓની અને ત્રીજામાં દિગંબરીય કૃતિઓ હાથપોથીઓનો
પરિચય અપાયો છે. ૨. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૪૫માં એન. એમ. ત્રિપાઠી લિમિટેડ તરફથી પ્રકાશિત
થઈ હતી. ૩. આ પુસ્તક જયંતીલાલ સી. શાહે ઈ. સ. ૧૯૫૪માં પ્રસિદ્ધ કર્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org