________________
વિશેષાધિકાર એમ સંજ્ઞા આપેલી છે. દરેક અધિકારમાં નાનાં નાનાં પ્રકરણા ચેાજેલાં છે. કેટલીક જગ્યાએ તે પ્રકરણાને પણ અધિકારસજ્ઞા આપેલી છે. પરંતુ તે વાસ્ત વિકમાં પેટાવિભાગે પ્રકમે છે.
પહેલા અધિકારમાં એટલે દનધિકારમાં સર્વ પ્રથમ શાસ્ર-પ્રાર ભાધિકાર નામનું પ્રકરણ છે. તેમાં ગ્રંથકારે વીસ શ્ર્લોફાની અંદર હાથની પ્રશંસા કરી છે. ત્યારબાદ ધ્યાનાધિકાર નામનું બીજું પ્રકરણ શરૂ થાય છે. ગ્રંથકારની માન્યતા છે કે કંષ્ટદેવતાની કૃપા વગર, નૈમિત્તિક સચોટ ક્લાદેશ કરી શકતા નથી. તે કહે છે કે:
अथ निमित्तज्ञानं केवलं शास्त्रादेव ज्ञातुं न शक्यम् । अनन्तत्वात् । लक्षणशात्रस्य ततोऽप्यधिकत्वात् परीक्षायाः । तेन इष्टध्यानजापादिकथनमावश्यकं येन वासिद्धिस्तत्प्रतिबन्ध कदुरितध्वंसेन सञ्जायते ।
અર્થાત્ નિમિત્તનું જ્ઞાન કેવલ શાસ્ત્ર દ્વારા જાણી શકાતું નથી. કારણ તે અનંત છે. તેમજ લક્ષણુશાસ્ત્રની પરીક્ષા તા તેથી પક્ષુ વિશાળ છે. તેથી ઇષ્ટદેવતાનું ધ્યાન જપ વગેરે કહેવું આવશ્યક છે. જે કરવાથી વિઘ્નોનો નાશ થઈ વાસિદ્ધિ પ્રાપ્ત થાય છે. ધ્યાનાધિકારના ભાષ્યના આદિમાં આ પ્રમાણે કહી ભાષ્યના ઉપન હાર કરતાં કહે છે કે-~
एवं ध्यान विधिप्रधानमधिकाभ्यासाधिकारात्परं
ज्ञात्वा तत्त्वरुचिः शुचिः शुचिधिया श्री हस्तसञ्जीवनम् श्रीमद्भागवतं प्रसिद्धमतुलं सान्निध्यमासादयन
यद् यद् वक्तिफलं कलङ्कविकलं तत् सिद्धिमायात्थलम् ||
આવી રીતે ધ્યાનવિધિ જેમાં મુખ્ય છે, અને જે ધ્યાનવિધિ દ્વારા સ્વક્ષાભ્યાસથી સાધ્ય થઈ શકે તેમ છે. તેવા હસ્ત'જીવનને નિર્મળબુદ્ધિથી તત્ત્વની ઇચ્છાવાળા પવિત્ર પુરુષે જાણીને, તેમજ શ્રીમદ્દભાગવત (ભગવાનના સંબ ંધી શાસ્ત્ર, પ્રસિદ્ધ શ્રીમદ્ભાગવત યા જૈન પક્ષમાં અરિહંતના વાણી રૂપ આગમા ) કે જે ઘણું જ પ્રસિદ્ધ છે. તેના વારંવારના પાઠ (મનન) રૂપ સાન્નિધ્યને મેળવીને જે મૂળ કહે છે. તેનું નિર્મળ ફળ સિદ્ધિને પામે છે. અર્થાત્ તે નૈમિત્તિકની વાણી નિષ્ફળ જતી નથી.
આગળ જતાં પણ આ હકીકત સ્પષ્ટ થાય છે કે પરમાત્માની કૃપા વગર વાિિસદ્ધ મળતી નથી. કિંવદંતીઓ મુજબ પણ જે વિશેષ આત્મતત્ત્વની અભિરુચીવાળા