________________
સાધનની વિપુલતાને લઈ આવી પરીક્ષા વગર પણ કાર્યસિદ્ધિ થતી હોવાથી તેની જરૂરીઆત ઘટતી જાય છે. પરંતુ જે કાળમાં કુવા, વાવ, તળાવ એ જ પાણુનાં સાધન હતાં, અને ખેતીને આધાર કુવા ઈત્યાદિ ઉપર જે સ્થળમાં રહેતા, ત્યાં આ શાસ્ત્રની ઉપગિતા હતી. અને કેટલી બધી અગત્યતા હશે, તે કહ૫વાથી સમજી શકાય તેમ છે. વરાહમિહિરે તો આ શાસ્ત્રને ધર્મ અને યશની વૃદ્ધિ કરનાર ગયું છે.
વાસ્તુશાસ્ત્રનું પણ લગભગ તેમજ છે. હાલમાં નવીન નગર રચના, કાલની અતિગતિ વગેરેને લઈ અમુક માપનું ઘર બનાવે; અમુક ઉંચાઈ નીચાઈ વગેરે દ્વારા ઘર કેટલા વર્ષ ટકશે, ઈત્યાદિ, તેમજ ઘરમાં રહેનાર કેવા પ્રકારનું સુખ ભેગવશે, વગેરે. કલ્પનાઓને હાલમાં હાલ થઈ ગયું છે. કેઈ કાળમાં ઘર બાંધવું એ મહાકાર્ય ગણાતું હશે, ત્યારે આની પૂછપરછ અને કલ્પનાવિશાલતા વધી ગઈ હશે પરંતુ હાલમાં તે તેવું કંઈ દેખાતું નથી.
ભૂમિકંપ ઈત્યાદિના થયા પછી જગત ઉપર તેની શી અસર થશે, તેની કલ્પના કરવામાં આવતી. દૈવજ્ઞ કામધેનુ નામના અતિ પ્રાચીન જતિષગ્રંથમાં કહ્યું છે કે
धरिच्याश्चलनं पापं सौम्यनक्षत्रवारजम् । स्वर्गे शुभदं भूयः परवर्गेषु दोषदम् ॥ केचित्पापफलं भूमेश्वलनं सर्वदा जगुः
पच्यते चलनं धात्र्याः वत्सराद्वितयान्तरे ॥ અર્થાત–-પૃથ્વીનું ચાલન (ધરતીકંપ) જે શુભ નક્ષત્ર અને શુભવારમાં થાય તે અશુભ ફળ આપે છે. જે પાપવારમાં કે પાપનક્ષત્રમાં થાય તે ઘણુંખરૂં શુભ ફળ આપે છે. કેટલાક આચાર્યો ધરતીકંપનું ફળ સર્વદા અશુભ માને છે. ધરતીકંપનું ફળ બીજા વર્ષ પતમાં મળી જાય છે.
વરાહમિહિર ભૂમિકંપ સંબંધી પિતાની બહસંહિતામાં એક આખા અધ્યાય લખ્યો છે. તેમાં ભૂમિકંપનાં કારણોથી લઈ જે સમયે ભૂમિકંપ થયો, તે સમયમાં નક્ષત્રાદિ ઉપરથી જગતનું શુભાશુભ કહેલું છે, મિથિલાના મહારાજા બલાલસેને અદભુતસાગર નામને એક વિસ્તૃત ગ્રંથ લખે છે. તેમાં પણ ધરતીકંપ થવાનાં કારણે, શુભાશુભ તથા અશુભની નિવૃત્તિ માટેનાં પૂજન ઈત્યાદિ