________________
૮
૧ હસ્તસંજીવની કનિષ્ઠિકા આદિ ચાર આંગળીઓ જયા, વિજયા, જયન્તા તથા અપરાજિતા સ્વરૂપે છે. અને અંગુષ્ઠ અમૃતને ભેંકતા જગદીશ્વર આદિનાથ છે. ૧૦૪
एवं पाणिनिरूपणे वरधियां लोकत्रयी चिन्मयी भावोभावनया भवेन्दहुविधप्रश्नप्रकाशोदयात् । वाल्लभ्यं विशदार्थलभ्यमनिशं तेषां विशेषादगिरा । सभ्यानां समुदेति मेघविजयं सारस्यमुत्पत्स्यताम् ॥१०५ ॥
આ પ્રમાણે બુદ્ધિશાળી પુરુષને હસ્ત ઉપરથી જ્ઞાનમય ત્રણે લેકનું નિરૂપણ કરવા ભાવના વિશેષ (કલ્પનાના અતિશયપણા) વડે બહુ પ્રકારના પ્રશ્નોનું સ્પષ્ટિકરણ થાય છે. તે સજજને કે જેઓ વિશદ અર્થથી શહણ થતા (રાદિના) પ્રેમને પિતાની વાણીના ઓજસુથી પ્રાપ્ત કરે છે. અને જોત જોતામાં લક્ષ્મી રૂપી મેઘાડંબર ચઢી આવે છે. ૧૦૫
इतिश्री हस्तसञ्जीवने दर्शनाधिकारः
अथ स्पर्शनाधिकारः स्पर्शनादविद्याया यथा फलमुदीरितम् । तथा वाच्यं फलं स्पर्शादंगत्वाच्छक्तिशालिनः ॥१॥
જેમ અંગવિદ્યામાં અંગસ્પર્શ ઉપરથી ફલ કહેવામાં આવે છે, તેમ હાથ એ પણ અંગને એક અવયવ હોવાથી તેના સ્પર્શ ઉપરથી પણું કુલ કહી શકાય છે. ૧
सर्वतोभद्रकं यन्त्रं लिखित्वा पाणिगर्भके । पुष्पैः फलैश्च तत्पूजां कृत्वा मायाः स्पृशेद्बुधः ॥२॥
હાથની અંદર સર્વતોભદ્ર યંત્ર લખી તેની પુષ્પ, ફળ વગેરેથી પૂજા કરી અંગુલીને સ્પર્શ પંડિતે કર. ૨ જુઓ ચિત્ર નં ૨૧-૨૨
ज्ञयाः सामान्यतः पृच्छास्त्रिपुरास्पर्शतोऽखिलाः। साङ्गुष्ठाविषमाः श्रेष्ठाः समास्तु शोभनाः कचित् ॥३॥
સામાન્ય રીતે આંગળીઓના સ્પર્શ ઉપરથી દરેક જીજ્ઞાસાના ઉત્તરે આપવા. "અંગુઠા સાથેની આંગળીઓ પૈકી વિષમ શ્રેષ્ઠ છે. અને સમ આંગળીઓ કવચિત્ શુભ અન્યથા અશુભ ફળ આપે છે. ૩