________________
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથ
१४७ सामुद्रमङ्गलक्षणमिति सामुद्रिकमिदं हि देहवताम् । प्रथममवाप्य समुद्रः कृतवानिति कीत्यते कृतिभिः ॥१३॥
તેમજ નારદ, લ, વરાહમિહિર, માંડવ્ય, કાર્તિકસ્વામી આદિ ઋષિઓ, આચાર્યો તથા દેવતાઓએ કવચિત્ કવચિત પ્રસંગે ઉપસ્થિત થતાં પુરુષ–સ્ત્રીલક્ષણશાસ્ત્રની થોડી ઘણું રચના કરી છે. ત્યારબાદ સ્ત્રી અને પુરુષના લક્ષણેનું આ શાસ્ત્ર જગતમાં પ્રસિદ્ધ થયું, (પણ) તે મેટું તેમજ દુર્બોધ હોવાથી મૂર્ખ લોકોએ તેને છિન્નભિન્ન કર્યું. શ્રી ભોજરાજ, સુમન્ત ઈત્યાદિ મહાપુરુષોનાં સામુદ્રિક શાસ્ત્રો અગાઉ રચાએલાં છે, પરંતુ લગભગ તે બધાં ગહન છે. (આથી) છિન્નભિન્ન થએલાં તે પ્રાચીન શાસ્ત્રોને એકત્ર કરી (તેમના આધારે) સંક્ષેપમાં શુભાશુભ (લક્ષણવાળું) સામુદ્રિકશાસ્ત્ર (હું પણ) કહું છું. વિદ્વાન્ પુરુ કહે છે, કે સર્વ પ્રથમ સમુદ્ર આ (જ્ઞાન) મેળવી શાસ્ત્ર બનાવ્યું, તેથી દેહધારીઓના અંગનાં લક્ષણે ઉપર રચાએલું આ શાસ્ત્ર સામુદ્રિક નામથી ઓળખાય છે. ૯ થી ૧૩
ऊरू जठरमुरः स्थलबाहुयुगं पृष्ठमुत्तमाङ्गं च । इत्यष्टाङ्गानि नृणां भवन्ति शेषाण्युपाङ्गानि
॥१४॥ पूर्वभवान्तरजनितं शुभमशुभमिहापि लक्ष्यते येन । पुरुषस्त्रीणां सद्भिर्निगद्यते लक्षणं तदिह
॥१५॥ देहवतां तद्बाह्याभ्यन्तरभेदेन जायते द्विविधम् । वर्णस्वरादिवाह्यं पुनरन्तः प्रकृतिसत्त्वादि
॥ १६ ॥ आद्य तदाश्रयतया निखिलेष्वपि लक्षणेषु शारीरम् । मनुजानां तस्मादिह वक्ष्यामि तदेव मुख्यतया ॥१७॥ शरीरावर्तगतिच्छायास्वर गन्धवर्णसत्त्वानि । इत्यष्टविधं हयवत्पुरुषस्त्रीलक्षणं भवति
॥१८॥ इह तावदूर्ध्वमूलो नरकल्पतरुर्भवेदधः शाखः । पादतलात्तदिदानी शारीरं लक्षणं वक्ष्ये
॥ १९ ॥ મનુષ્યને બે સાથળ, પિટ, છાતી, બે હાથ, પીઠ, માથું એ આઠ અંગે છે, અને બાકીનાં ઉપાંગે છે. આ જન્મમાં જેના ઉપરથી પુરુષ અને સ્ત્રીઓના પૂર્વ ભવમાં ઉત્પન્ન કરેલા શુભાશુભનું જ્ઞાન કરી શકાય છે, તેને સારા પુરુષે લક્ષણ કહે છે. આ લક્ષણના પ્રાણીઓના માટે બાહ્ય અને આભ્યન્તર નામના બે ભેદ થાય છે.