Book Title: Jain Samudrik Panch Granth
Author(s): Himmatram Mahashankar Jani
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 372
________________ 32 5 અચૂડામણિ સાર છે માં ક વર્ગ આવે તે સ્થલચારી, (જમીન ઉપર કરનારાં પક્ષીઓનું સૂચન કરે છે. અને કેવલ તવર્ગ મયુરાદિ સ્થલચારી મુખ્ય પક્ષીઓનું સૂચન કરે છે. જ્યારે ચવર્ગની પ્રાપ્તિ થાય ત્યારે જલચર પક્ષી હોય છે. જે વર્ગ હોય તે જલચર પક્ષીઓ પિકી ઉત્તમ કોટિનાં હંસાદિ પક્ષીનું સૂચન કરે છે. પવર્ગ અધમ જાતિનાં પક્ષી (ઘુવડ ઈત્યાદિ)નું સૂચન કરે છે. પ્રશ્નમાં રહેલા કવર્ગના વોં કાળા સર્પો તથા શિંગડાંવાળાં પ્રાણીઓનું સૂચન કરે છે. જ્યારે ચવર્ગના વર્ષો સજીવ ઈત્યાદિ સર્પ જાતિનું અને દાંતવાળાં પ્રાણ (હાથી ઈત્યાદિ)નું સૂચન કરે છે. તવર્ગના વણે નસ નામની સાપની જાતનું પ્રકાશન કરે છે. (સ્પષ્ટ કથન કરે છે.) તેમજ તે તવર્ગને વણે નાનાં નાનાં ઝેરી પ્રાણીઓનું પણ સૂચન કરે છે. એકી સાથે ચાર પ્રત્રન હોય અથવા તે પવર્ગના વર્ગો હોય, ત્યારે વિષમ પદ (ઘણું પગવાળાં જંતુ) પ્રાણીઓ, મગરમચ્છ આદિનું સૂચન કરે છે. પહેલે, ત્રીજે, પાંચમે, સાતમે, નવમો અને અગિયારમો એ સ્વર તથા વર્ગોના બીજા વર્ષે એ ધામ્ય (ભઠ્ઠીમાં તપાવેલી) ધાતુનું સૂચન કરે છે. બીજો, અગિયારમો તથા બારમે એ સ્વર અને પાંચમા અક્ષર વગરના કવર્ગના અક્ષરે સુવર્ણનું સૂચન કરે છે. સાતમે તથા પહેલો સ્વર અને સાતમે વર્ગ રૂપાનું સૂચન કરે છે. ત્રીજે સ્વર તથા પાંચમાં અક્ષર વગરને ચોથા વર્ગ (તવર્ગ) તાંબાનું સૂચન કરે છે. દશમે સ્વર આઠમે વર્ગ અને મકાર લેઢાનું સૂચન કરે છે. પાંચમા અક્ષર વગરને ત્રીજે વર્ગ અને કવર્ગને પાંચમે અક્ષર, આઠમો તથા પાંચ વર એ જે પ્રશ્નમાં આવતા હોય તે કલાઈનું સૂચન કરે છે. એકલે છઠ્ઠા સ્વર તથા ત્રીજા વર્ગને પાંચમે અક્ષર જે પ્રશ્નમાં આવ્યા હોય તે નકકી સીસું છે, એમ કહે છે. ન, પ, ફ, ભ તથા ઉ એ જે પ્રશ્નનમાં હોય તે પિત્તળનું સૂચન કરે છે. શું, ત, પ, દ, ધ અને ઈ એ કાંસાનું સૂચન કરે છે, એમાં સંદેહ નથી સુવર્ણદ્યોતકવણું મરક્ત, માણેક વગેરે રત્નનું સૂચન કરે છે, તેમજ રોગ વાચક વર્ણ મેતી, હીરા વગેરે રત્નનું ઘતન કરે છે. તામ્રદ્યોતક વર્ણ પ્રવાલ ઈત્યાદિ રત્નનું સૂચન કરે છે. જ્યારે લેહ ઘાતક વર્ણથી ઈન્દ્રનીલમણિ વગેરે રત્નો સમજવાં. કાંસાને ઘાતક વર્ણ કાચ ઈત્યાદિ રત્નો (બનાવટી રત્ન)નું સૂચન કરે છે. પિત્તળ અને સીસાના વણે ઉત્તમ પ્રકારનાં કાચનાં રત્નનું સૂચન કરે છે. પ્રશ્નમાં ઉત્તરસંડ્રક વર્ષો હોય તે ધાતુદ્યોતક પ્રશ્નમાં ઘડેલી ધાતુ કહેવી. અને જે અધરસજ્ઞક વણું હોય તે વગર ઘડેલી ધાતુ છે, એમ જાણવું. પ્રશ્નમાં ઘડેલાં આભૂષણોની પ્રાપ્તિ થતી હોય, અને જે અલિગિત વણે હોય તો કંકણુ, કેયૂર ઈત્યાદિ આભૂષણે જાણવાં. જે અધર સંજ્ઞક વર્ષો હોય, તે કચેલાં ઈત્યાદિ વાસણે સમજવાં. 30 થી 49 उत्तरवण्णपहाणं पन्हे दरिसेइ अहिणवाहरणं // अहरक्खर अपहाणं अहुभुत्तं णत्थि संदेहो { 50 ||

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376