________________
૨૧૦
જેને સામુહિક પાંચ થે
शुभलक्षणमंगं यदि सुपूजितः स्यानरस्य सस्ववतः ॥ तदुभयसंपर्कादिह सौभाग्ये मंजरीभेदः
ઉદ્દા સત્વ (પ્રભાવ):–ઉન્નતિમાં કે અવનતિમાં જેનાથી શંકા કે શોક થતાં નથી, અને સદાકાળ ઉત્સાહ ખીલેલો જ રહે છે, સ્પષ્ટતા (નિ:સંકેચ, નિર્ભયવર્તાવ) ધીરજ અને ગંભીરાઈ રહે છે, તેનું નામ સત્વ છે. આ સિવ એક એવી ચીજ છે કે જે બધાં લક્ષણોની સાથે સરસાઈ કરી શકે છે. અને જેના હેવાથી મનુષ્ય લક્ષમીથી વંચિત રહી શક્તો નથી. જ્યારે ચામડીથી કેવલ બેગ, માંસથી સુખ, હાડકાંથી ધન, દષ્ટિથી સૌભાગ્ય, ગતિથી વાહન અને સ્વરથી આજ્ઞા સંબંધી જ્ઞાન મેળવી શકાય છે. ત્યારે સત્વથી બધું જ જાણી શકાય છે. જેવું સ્ત્રીઓને સૌભાગ્ય છે, તેવું પુરુષને સત્વ છે. સત્વ વગરના પ્રાય: પરાભ પામે છે. ગતિથી રંગ અને રંગથી વર ચઢીયાતાં છે. જ્યારે સત્વ તો સ્વરથી પ ચઢીયાતું છે. ઘણું જ ચઢીયાતું છે, માટે જેમનામાં સત્વ વધારે છે, તે પુરુષો ધન્ય દિને પાત્ર છે. માણસનું રૂપ મોઢાના આકાર ઉપર નિર્ભર છે, અને રૂપને અનુરૂપ ધન મળે છે. ધનને અનુરૂપ ગુણ હોય છે, અને સત્વ ગુણેને અનુરૂપ હોય છે. આ આખા લક્ષણશાસ્ત્રમાં બધાં લક્ષણે કરતાં સત્વ ઉત્તમ છે. જેના હોવાથી મનુષ્યને કશાની ચિંતા કરવી પડતી નથી. સત્વવાળા પુરુષને આપત્તિમાં કે સંપત્તિમાં કોઈને નમન કરવાનું રહેતું નથી, મન વિકૃત થતું નથી, અને તેઓ સદાકાળ એક સરખા રહે છે. જેનામાં સત્વ ન દેખાતું હોય, તે ધનવાન હોય છતાં જાણવું કે તેની લક્ષમી ટકી શકવાની નથી. શરીર ચાહે જાડું, પાતળું, ખરબચડું કે કેમળ હોય અને અંગ પ્રત્યંગ ભલે બરાબર હોય કે ટુંકાં મોટાં ઓછાં કે વત્તાં હોય પરંતુ જેનામાં સત્ત્વ છે, તે સદાકાળ પૂજાય છે. અને તેથી જે અંગમાં શુભલક્ષણ હોય અને સત્ત્વ હોય તો ભાગ્યરૂપી આંબાને માંજર ફૂટયા જેવું થાય. અર્થાત્ અત્યુત્તમ ગણાય. ૩૬ થી ૪૬ ઇતિ શ્રી મહત્તમ નૃસિંહના પુત્ર દુર્લભરાજે બનાવેલા સામુદ્રિકતિલક નામના નરીક્ષણશાસ્ત્રને આવર્તાદિ લકથન
નામનો ત્રીજો અધિકાર સંપૂર્ણ
અધિકાર છે संस्थानवर्णगंधावर्ताः सत्त्वं स्वरो गतिश्छाया ॥ तन्नखन्नारीणामिति लक्षणमष्टधा भवति