________________
૨૧૪
૨ સામુદ્રિકતિલક रूक्षा मलिना दीना चला खला मारुती भवेच्छाया ॥ वधबंधबंधनपरा वित्तविनाशं नृणां कुरुते
છે ૨૪ | स्वच्छा स्फाटिकमणिनिभा प्रोद्दामा देहिनामिह व्योम्नी ॥ प्रायः श्रेयोनिधिसुखधनसुतसौभाग्यदा पुंसाम् ॥२५॥ अर्काच्युतेन्द्रयमशशिप्रतीकाशा लक्षणैस्तु फलैः ॥ अन्याः पंच पुनस्ताः प्रवदंत्यपरे समसंपदो नैतत् ॥२६ ।।
છાયા (કાતિ) –પુરુષના ઉપર પાર્થિવ, જલમયી આગ્નેયી, વાયવી અને આકાશીય એમ પાંચ પ્રકારની છાયા પડે છે, અને તે બીજાં લક્ષણોને દબાવી દે છે. આ છાયા દેહની ઉપર પિતાનું તેજ બતાવતી, નીતરેલા મેઘથી આચ્છાદિત આકાશને લઈ જવાએલા અંધકારમાં દીપકલિકાની માફક માલુમ પડી આવે છે, અને શુભાશુભ ફળને આપે છે. જ્યારે મનુષ્યના દાંત, નખ, રૂવાટાં, ચામડી અને વાળ સુંદર ચમકીલાં દેખાતાં હોય, અને રેખાઓ સાફ માલુમ પડી આવતી હોય ત્યારે પાર્થિવ છાયા છે, એમ સમજવું. અને જ્યારે પાર્થિવ છાયા હોય ત્યારે ધન, ધર્મ, સુખ અને ભગવૈભવ આપે છે. જ્યારે નવા મેઘના જલની માફક તેજવાળી કાંતિ છવાએલી માલુમ પડે ત્યારે તે જલમથી છાયા છે, એમ સમજવું. જલમથી છાયા દરેક કાર્યમાં સિદ્ધિ આપનારી અને ભાગ્યને ઉત્પન્ન કરનારી છે. જ્યારે પ્રાત:કાલના સૂર્યના જેવી અથવા પ્રવાલ, સુવર્ણ અને પિખરાજના જેવી કાંતિ ઝળહળતી હોય ત્યારે તે આગ્નેયી છાયા છે, એમ સમજવું. આગ્નેયી છાયા હોય ત્યારે પુરુષાર્થ અને પરાક્રમથી જય અને ધનને લાભ થાય છે, જ્યારે ફીકી (લુખો) મલીન, દીન, ચલ, શાઠયતાવાળી, છાયા દેખાતી હોય ત્યારે તેને વાયવી છાયા સમજવી. વાયવી છાયા બંધન કરાવે છે, અને ધનનો નાશ કરે છે. જ્યારે સ્ફટિકની માફક ઉદ્દામ સ્વછ છાયા માલુમ પડતી હોય, ત્યારે તે આકાશીય છાયા છે, એમ જાણવું. અને જ્યારે આકાશીય છાયા હોય ત્યારે ધન, ધાન્ય, સુખ, સંતાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ પાંચ છાયાઓ સૂર્ય, વિષ્ણુ, ઈન્દ્ર, યમ અને ચંદ્રના જેવી લક્ષણ વડે કેટલાક કહે છે. અને તેવી છાયાવાળાને તે દેવતા જેટલું સુખ મળે એમ કહે છે. પણ તેમ બનવું અશક્ય હોઈ (મેં ) જુદું જુદું ફળ કહ્યું છે. ૧૯ થી ૨૬
स्निग्धः स्वरोऽनुमोदी निर्हादी खंडितः कलो मन्द्रः ॥ तारः स्वरश्च विपुलो पुंसां संपत्करः सततम् | | ૨૭ી. दुंदुभिवृषभाम्बुदमृदंगशिखिशंवररथांगैः स्यात् ॥ यस्य स्वरः समानः स भूपतिर्भवति भोगादयः | ૨૮.