________________
૨૧૦
૨ સામુહિકતિલક रतिषु शशषहयानां सह भृत्यादिभिरकृत्रिमा प्रीतिः ॥ मेहनं वराङ्गनार्योः परस्परेण प्रमाणैक्यात्
॥९८॥ अन्नं क्षुधि पानं तृषि पथि श्रमे वाहनं भवेद्रक्षा ॥ इति भवति यस्य समये धन्यं प्रवदंति तं संतः ॥९९ ।।
મનુષ્યનાં ૩ર લક્ષણે-નખ, પગ, હાથ, જીભ, ઠ, તાળવું અને આંખના બુણ એ સાત લાલ હેવાં જોઈએ. કાખ, છાતી, ગળપચી, નાક, નખ અને મુખ એ છ ઉન્નત (ઉંચાં આવેલાં) જોઈએ. દાંત, ચામડી, વાળ, આંગળીના વેઢા અને નખ એ પાંચ સૂક્ષ્મ જોઈએ. આંખ, સ્તન, જીભ, દાઢી અને હાથ એ પાંચ દીધું જોઈએ. કપાળ, છાતી મેટું એ ત્રણ વિશાળ ( પહેળાં) જોઈએ. ગળું, જંઘા (પીંડીઓ) અને જનનેન્દ્રિય એ ત્રણ નાનાં જોઈએ. સ્વર, નાભિ અને સ્વર એ ત્રણ ગંભીર જોઈએ. આમ સાત લાલ, છ ઉન્નત, પાંચ સૂક્ષ્મ, પાંચ દીર્ઘ, ત્રણ વિપુલ ત્રણ લઘુ અને ત્રણ ગંભીર એમ ૭૧૬૫૫+૨+૩+૪=૩૨ લક્ષણે ગણાય છે. જેમને આ ૩૨ લક્ષણે હોય, તેઓ મહાપરાક્રમી, ધનવાન અને સુખી થાય છે. પૃથક્ વિચાર કરતાં જેમને પહેલાં સાત લક્ષણે હોય તેઓ ધનવાન થાય છે. બીજાં છ હોય તેઓ ઉન્નતિ પ્રાપ્ત કરે છે. ત્રીજા પાંચ હોય તેઓ ધનવાન થાય છે. ચોથાં પાંચ હોય તેઓ દીર્ધાયુષી અને પરાક્રમી થાય છે. પાંચમા ત્રણ હોય તેઓ રાજા થાય છે છઠ્ઠા ત્રણવાળા પણ રાજા થાય છે. અને સાતમાં ત્રણ લક્ષણવાળા મહાયશસ્વી રાજા થાય છે. કામશાસ્ત્રમાં કહેલા શશ, વૃષ અને હય એમ મનુષ્યના ત્રણ ભેદ થાય છે. તેમનાં લક્ષણ કેમથી અમે કહીએ છીએ. જેનું લિંગ છ આંગળનું હોય, અથવા આઠ આંગળનું હોય તે પુરુષ શશ કહેવાય, નવ, દશ કે અગીઆર આંગળનું લિગ હોય તે વૃષ પુરુષ કહેવાય. જેનું લિંગ બાર કે તેર આંગળનું હોય તે ય જાતિને પુરુષ કહેવાય છે. રતિકિયામાં શશ, વૃષ અને હય જાતિના પુરુષને સરખા પ્રમાણુનાં ગુહ્યાંગવાળી સ્ત્રી સાથે પછી તે નોકર ચાકર કે ગમે તે વર્ગની હોય છતાં પરમ પ્રીતિ થાય છે. જેમને ભૂખ લાગતાં અન્ન, તૃષા લાગતાં પાણી, મુસાફરીમાં વાહન અને પરિશ્રમમાં રક્ષા પ્રાપ્ત થતી હોય, તેઓ જ ભાગ્યશાળી ગણાય. ૮૮ થી ૯૯
ઈતિ મહત્તમ શ્રી નૃસિંહના પુત્ર દુર્લભરાજે બનાવેલ સામુદ્રિકતિલક નામને નર સ્ત્રીલક્ષણશાસ્ત્રને બીજો શારીશધિકાર સંપૂર્ણ.