________________
જે તે આંગળીઓ વચ્ચે અંતર હોય તો સ્નેહની પૂર્તિ ન થાય અને જે છેદ (કાણું) રહેતાં હોય તો દારિદ્ર થાય. જે આંગળીઓ એક બીજા સાથે ખુબ મળી જતી હોય તે મનુષ્ય ધનવાન થાય છે. ૯૩
तर्जन्यधस्त्रिवेण्यन्तर्यदा रेखाद्वयं भवेत् । आद्यदैर्घ्य पितुर्मृत्युः प्रथमं मातुरन्यथा
॥ ९४ ॥ पितृरेखामातृरेखामिलने गृहबन्धकः । कलत्रमित्रसम्बन्धो वामे तत्सङ्गमे करे
તર્જનીની નીચે અને ત્રિવેણીની ઉપરના ભાગમાં બે રેખાઓ હોય અને તેમાંથી જે પહેલી (ત્રિવેણુ ભણીની) લાંબી હોય તો પહેલાં પિતાનું અને તર્જની ભણીની લાંબી હોય પહેલાં માતાનું મૃત્યુ થાય. ૯૪
જે પિતૃરેખા અને માતૃરેખાનો ત્રિવેણીમાં સંગમ થયે હેય તે મનુષ્યને ગૃહભાર ઉઠાવવું પડે છે. અને જે ડાબા હાથમાં આ સંગમ સ્પષ્ટ હોય તો સાસરાપક્ષ તરફ અને મિત્રવર્ગ તરફ વધારે સ્નેહ હોય છે. ૯૫
कनिष्ठा यदि दीर्घास्यादूर्ध्वरेखासमाश्रिता । व्यवसायत्ततो लाभो यशस्तस्य महोज्वलम्
ઉર્ધ્વરેખાવાળી કનિષ્ઠિકા (ટચલી આંગળી) જે એનામિકા કરતાં લાંબી હોય તો વેપારની અંદર લાભ તેમજ સારે યશ મળે. ૯૬
आयूरेखान्तरे छेदे जलाद्वा ज्वलनाभयम् । स्त्रीप्रसङ्गादपयशस्तथाल्पमृतिसम्भवः
॥ ९७ ॥ अन्ते यदायूरेखायाः रेखांगुष्टधनोन्मुखी । तदा पूर्व सुखी पश्चाद्दुःखी वा निर्धनः पुमान् ॥ ९८॥ चतुष्किका स्यादगुष्ठपितृरेखान्तरे यदि । तदा वृश्चिकदंशः स्यादंष्ट्रायां दंष्ट्रिणोभयम् मित्रपीडा मातृरेखायूरेखामूलसङ्गमे । यौवने सुखभोक्ता स्यादङ्गुष्ठावयवे यवे
॥ १००॥ આયુરેખામાં છેદ હોય તેમજ આગળ જતાં તે સંધાઈ જતી હોય તે પાણીથી અથવા અગ્નિથી ભય થાય છે. ડાબા હાથમાં આયુરેખામાં છેદ હોય તો સ્ત્રી પ્રસંગથી અથવા સ્ત્રી પક્ષ તરફથી અપવાદ આવે છે. અને અપમૃત્યુ થાય છે. ૯૭ .