________________
જેને સામુદ્રિકના પાંચ ગ્રંથ
૧ લેકમાં જ્યારે આ વર્ષ કેવું જશે ? સુકાળ રહેશે કે દુષ્કાલ? ઈત્યાદિ જાણવા માટે પ્રથમ કુમારિકાનું પૂજન કરવું. ૧૦
संभोज्य मधुरास्वादैः कुङ्कुमैश्चन्दनैः करौ । विलिप्य पुष्पैः सम्पूर्य स्पृश्यस्त्र्यशास्तदङ्गुलेः ॥११॥
તેને સારું સ્વાદિષ્ટ ભોજન આપવું, તેના હાથ કંકુ અને ચંદનથી રંગવા અને ફૂલથી હાથ (બો) ભરી પછી અંગુલી સ્પર્શ કરવો. ૧૧
प्रभवाद्याः समावर्षाः काञ्चन्यायत्रिभागतः । संवत्सरं वर्तमानं.व्यवस्थाप्य विलोकयेत्
|| ૨૨ . કનિષ્ઠિકાના પ્રથમ પર્વથી લઈ અનુક્રમે પ્રભવાદિ સંવત્સરે ગણવા અને જ્યાં વર્તમાન સંવત્સર આવતું હોય તે નક્કી કરવું. ૧૨
स्पृष्टे विंशोपके वर्ष प्राप्तं तस्य शुभाशुभम् । वाच्यं नक्षत्रचक्रानुक्रमतोदिग्विचार्यते
કુમારિકાના જે વિપકાને સ્પર્શ કરે, તેનું શુભાશુભ કહેવું. બધું નક્ષત્રચક્ર માફક કહેવું. અને તે મુજબ જ દિશાને નિર્ણય પણ ક. ૧૩
यद्वा ताम्रमये पात्रे कुंकुमस्य करद्वयम् । कुंमार्याः कारयेत्तत्र फलन्यासाच्छभाशुभं
અથવા તાંબાના પાત્રમાં કુમારિકા પાસે કંકુના થાપા દેવરાવવા અને તેના ઉપર ફલ મૂકી શુભાશુભનો વિચાર કર. ૧૪
क्रूराक्रांतं दुष्टरेखं यद दुष्टग्रहक्षितम् ।
संवत्सरेण राश्यादिमेलकं च विचारयेत् - જે સ્થાનને (અંગુલીના પર્વનો સ્પર્શ કર્યો હોય, તે દૂર રેખાથી યા દુષ્ટ રેખાથી યુક્ત હય, અથવા પ્રાપ્ત થએલા સ્થાનનું નક્ષત્ર ક્રૂર ગ્રહથી આક્રાન્ત હાય તે અશુભ ફળ થાય. આમ સંવત્સરને વિચાર કરે. અને તેમાં રાશિ મિસ્ત્રી પણ વિચારવી. ૧૫
हस्तस्पर्शक्षणे दैवादापादः श्रावणोऽपि वा । तदातिवृष्टिज्येष्ठादौ न वृष्टिर्मध्यमान्यथा
જે હસ્ત સ્પર્શમાં દૈવવશાત્ આષાઢ કે શ્રાવણ પ્રાપ્ત થાય તો અતિવૃષ્ટિ થશે એમ સમજવું. જેઠ પ્રાપ્ત થાય તે અનાવૃષ્ટિ અને બીજા મહીના પ્રાપ્ત થાય તે મધ્યમ વૃષ્ટિ થશે, એમ કહેવું. ૧૬