________________
જ્ઞાનથી ઈશ્વરની તુલ્ય જ્ઞાની થઈ શકે એ જે સમજાય તેવું છે. પરંતુ ઈશ્વરને પણ પોતાની અદ્વિતીયતા સાચવવી હોય તેમ તે વચ્ચે વચ્ચે એવી ગરબડ કરી મૂકે છે, કે મનુષ્ય હતાશ બને છે, અને ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારી તેની આગળ નતમસ્તક ઊભો રહે છે.
છતાં પણ સર્વ મનુષ્ય કરતાં નિમિત્તજ્ઞ વિશેષજ્ઞ તરીકે પોતાનું સ્થાન ઉભું કરે છે. બધા કરતાં પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરે છે. એ ભૂલવા જેવું નથી.
આ ગ્રંથમાં લેવામાં આવેલા મુખ્ય ગ્રંથ હસ્તસંજીવનને કર્તાએ ઉપરોક્ત આઠે પ્રકારની શાખાના નમક તરીકે સ્થાન પામી શકે તેમ બનાવ્યો છે. જો કે અષ્ટાંગનિમિત્ત અથવા ત્રિસ્કંધ તિ શાસ્ત્ર એ એકજ વિદ્યાના બેધક શબ્દ છે. અને ત્રિસ્કંધ તિ શાસ્ત્રના એકએક વિષય ઉપર અનેક ગ્રંથ રચાયા છે. એટલે તે મહાસાગરને એક નાનકડા ગ્રંથમાં મર્યાદિત કરવો શક્ય નથી જ. છતાંય કર્તાએ હસ્તસંજીવનમાં તેમ કર્યું છે. તે જ તેની અદ્વિતીયતા છે. અને તે પણ વિલક્ષણું પ્રકારની જ, ત્રિસ્કંધ શિાસ્ત્રમાં શું હોઈ શકે તેને જે કે વાંચકને ખ્યાલ આવી જ ગયો હશે. છતાં તુલના માટે અહીં ફરી કહી જવાય તો પુનરુક્તિ દેષ લાગુ નહિ પડે.
ત્રિકંધ પૈકી પહેલો સ્કંધ ગણિતને છે. જેને જ્યોતિષની પરિભાષામાં સિદ્ધાન્ત કહેવામાં આવે છે. સિદ્ધાન્તમાં શું હોય તે પ્રશ્નના જવાબમાં ભાસ્કરાચાર્યે પોતાના પ્રસિદ્ધ ગ્રંથ સિદ્ધાન્તશિરોમણિમાં લખ્યું છે કે –
त्र्युटयादि प्रलयान्तकालगणना मानप्रभेदः क्रमाचारश्च घुसदां द्विधा च गणितं प्रश्नास्तथा सोत्तरा। भूधिष्ण्यग्रहसंस्थितेश्च कथनं यन्त्रादि यत्रोच्यते
सिद्धान्तः स उदाहृतोऽत्र गणितस्कन्ध प्रबन्धेमुधैः અર્થા–જેમાં ત્રટીથી લઈ પ્રલય પર્વતના કાળની ગણના હોય, એટલે કે યુગાદિની વર્ષ સંખ્યા પઠિત હોય. સમયનાં વિવિધ પ્રકારનાં માપનનું વિવેચન હોય. ગ્રહોની ગતિની ગણના હોય (ગ્રહંગણિત હાય), અંકગણિત તથા બીજગણિત હોય, તે સંબંધી વિચિત્ર પ્રશ્નો ઉત્તર સાથે અપાયા હોય, પૃથ્વી, નક્ષત્ર તથા ગ્રહોની સ્થિતિ સંબંધી જ્ઞાન હોય તથા ચહાના ગણિતનું માપ લેવાના યંત્ર હોય તેને