________________
ઉપશાખાઓ, ગ્રહગણિતના નામે ગણુતા સૂર્યસિદ્ધાન્ત, સિદ્ધાન્તશિરોમણિ વગેરે ગ્રંથ, તેમજ પંચાંગરચના અને તેને લગતા ગણિતના અનેક ગ્રંથે મળે છે. જો કે આપણે અહીં કેવળ ફલિતને વધારે પ્રચાર છે. છતાં આ શાખાને હાસ B નથી.
જાતકમાં જન્મકાળ ઉપરથી ગણિત કરી જનેત્રી બને છે. તાજકમાં જન્મકાલના સૂર્યના જેટલા સૂર્યને વર્ષના આરંભ માની તે કાળનું લગ્ન બનાવી એક વર્ષનું શુભાશુભ કહેવાય છે. પ્રશ્નમાં તાત્કાલિક ગ્રહસ્થિતિ ઉપરથી કાર્ય થશે કે નહિ ઈત્યાદિ અનેક પ્રકારના પ્રશ્નોના જવાબ અપાય છે. બહજજાતક, જાતકાભરણ, સર્વાર્થચિંતામણિ વગેરે ગ્રંથ, જૈમિનીયસૂવ, ઈત્યાદિ સૂત્રગ્રંથ અને લઘુપારાશરી ઈત્યાદિ પ્રકરણે જાતક શાખામાં છે. જ્યારે તાજિકનીલકંઠી વગેરે તાજિકમાં અને આર્યસમતિ વગેરે ગ્રંથો પ્રશ્નના વિષયમાં ઉપલબ્ધ થાય છે. બહત્સંહિતા વેરેમાં ગ્રહચારથી વર્ષા, ઉપજ વગેરેના વિષય ચર્ચેલો છે. અનેક ભવ્ય કલ્પનાઓ દ્વારા મનુષ્ય જીવનના અનેક પ્રશ્નો ચર્ચલા છે.
આકાશમાં ફરતા ગ્રહો સર્વ ર્તા છે. એ આ શાખાને મૂળ સિદ્ધાન્ત છે. ગ્રહે પોતાની ગતિ મુજબ નિરંતર ભમ્યા કરે છે. અને પ્રતિક્ષણ જુદી જુદી જાતની સ્થિતિનું નિર્માણ કરે છે. જે કાળે મનુષ્ય જન્મે છે, તે ક્ષણની સ્થિતિ મુજબ તેનામાં ભવિતવ્યતા રહે છે. અને તે મુજબ જ તે પિતાના અસ્તિત્વ દરમ્યાન બધું કયે જાય છે. સુખદુ:ખ ભોગવે છે. વગેરે.
આ શાખાના પ્રવર્તકોએ શહેદ્વારા શુભાશુભનું જ્ઞાન થાય કે નહિ થાય તો કેવી રીતે? ગ્રહો શું બતાવે છે? ઈત્યાદિ પ્રશ્નોની ઝીણવણુ કરી છે. આને માટે જિજ્ઞાસુએ મારી જાતકચંદ્રિકાના વિવરણમાં પહેલું અને બીજું, ત્રીજું પ્રકરણ જોઈ જવા વિનંતિ છે.
હાલમાં આ શાખાની ઘણીખરી ઉપશાખાઓ ઉપર પણ અનેક ગ્રંથે દુનિયાની જુદી જુદી ભાષાઓમાં સહેલાઈથી મળી આવે છે. એટલે આ અતિપરિચિત વિષયનું દિગ્દર્શન કરાવવાની જરૂર જેવું નથી.
[ ૧૦ ] - આ નિમિત્તશાદ્વારા મનુષ્ય જ્ઞાનબળે ભૂત-ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળનું જ્ઞાન કરી શકે છે. દર–અદણ દરેક પદાર્થોની ઉત્પત્તિ સ્થિતિ અને લય સંબંધી હકીકતે, સ્થાન, સ્વરૂપ સ્થિતિ વગેરે જાણું શકે છે. આ શાસ્ત્રને જ્ઞાતા આટલા