________________
માલુમ પડી આવશે કે નિમિત્તશામરૂપી મહાવૃક્ષ આ સંહિતા રૂપી આરસીમાં પ્રતિબિંબરૂપે સમાઈ જાય છે. તેની આઠ શાખાઓને તે અહીં સમાવેશ થવા ઉપરાંત તેને બીજી પણ અનેક નાની નાની શાખાઓ ફૂટી નીકળી છે.
ટુંકામાં અષ્ટાંગ નિમિત્ત એટલે ત્રિસ્કધતિ શાસ્ત્રના એક સ્કંધને કેટલાક ભાગ.
આમ હેવા છતાં જૈનસાહિત્યમાં અષ્ટાંગ નિમિત્ત નામથી તિશાસ્ત્રને જ ઉલેખ છે, એમ કહેવામાં વાંધો નથી, અને લગભગ બધાજ સહદય વિદ્વાને તેમ જ કહે છે.
અને અહીં પુનરપિ કહેવું પડે છે, કે સંહિતા વિષયમાં વરાહની બૃહત્સંહિતા સર્વોત્તમ છે. પ્રાચીનકાળમાં બીજી પણ ઘણી સંહિતાઓ હતી. પણ હાલમાં ઉપલબ્ધ થતા સંહિતા ગ્રંથમાં એક અને અદ્વિતીય તે એક જ છે,