________________
અર્થાત-સૂર્યાદિગ્રહોનું ભ્રમણ, તે બ્રમણ વિષયમાં સૂર્યાદિની પ્રકૃતિ, વિકૃતિ ભ્રમણપ્રમાણુવર્ષ, કિરણ અને તેનું માપન, આકાશમાંની ક્રૂરતા, અસ્ત, ઉદય, માગી ગતિ, વકગતિ, એક ગ્રહને બીજા ગ્રહ સાથે સમાગમ, ઈત્યાદિદ્વારા ફલકથન, નક્ષત્રકુર્મચક્ર પ્રમાણે એટલે કે અમુક દેશ અમુક નક્ષત્રની સત્તામાં છે, તેવું સિદ્ધ કર્યા બાદ તે દ્વારા ભિન્નભિન્ન દેશમાં અગસ્તિ, સપ્તર્ષિ વગેરે નક્ષત્ર મંડલ સિવાયના તારાઓની ગતિ વગેરે, તથા ગ્રહોની સાથે નક્ષત્રોના વેગ ઈત્યાદિદ્વારા, નક્ષત્રવ્યહ, ગ્રહોની ગેન્નતિ (ચંદ્ર વિષયમાં ખાસ કરીને ગ્રહનું યુદ્ધ (યુતિ), સમાગમ, રાજાદિ સંજ્ઞા, વરસાદના ગર્ભનાં લક્ષણ, રોહિણી, સ્વાતિ તથા અષાઢી પૂર્ણિમાના
ગ, તાત્કાલિક વર્ષોનાં ચિહ્નો, અમુક વનસ્પતિની ખીલવા ઉપરથી બીજાં ધાન્યાદિની ઉત્પત્તિ સંબંધી અનુમાન કરવાનું હવામાન વિષયક શાસ્ત્ર, પરિધિ એટલે સૂર્યાદિ ગ્રહની આસપાસ દેખાતાં કુંડાળાં અને તેમનાં કારણ સંબંધી ચર્ચા તથા ફળ, પરિવેષ (પ્રતિબિંબ)ની પરિધિ, પવનનાં વાવાઝોડાં, ગતિ ચાલ વગેરે, ઉલ્કા (આકાશમાંથી પત્થરોને વરસાદ) દિગ્દાહ, ભૂમિકંપ, સંધ્યાકાળનો આકાશનો રંગ, ગંધર્વનેગર (આકાશમાં દેખાઈ આવતું કાઈ નગરનું પ્રતિબિંબ) રવૃષ્ટિ, હિમપતન; વેપારની ચીજોની તેજી-મંદી, ધાન્યની ઉત્પત્તિ, ઈન્દ્રધ્વજ, ઈન્દ્રધનુષ્ય, વાસ્તુવિદ્યા, અંગવિદ્યા, કાકવિદ્યા, સ્વરોદયશાસ્ત્ર, મૃગ, ધાન ઈત્યાદિદ્વારા શકુનશાસ્ત્ર, પ્રાસાદ (મહેલ) લક્ષણ, મૂર્તિવિધાન, મૂર્તિ પ્રતિષ્ઠાવિધિ, વૃક્ષેમનું વૈદ્યક, ઉદકાર્બલ (જમીનમાંની વસ્તુઓ પાછું ખનીજ વગેરે રોધી કાઢવાની વિદ્યા) નીરાજન (ઘાડા વગેરેને ધૂપવિધિથી નિરેગ બનાવવાની વિદ્યા) ખંજન દર્શન, ઉત્પાતોની શાન્તિ, મયૂરચિત્રક એટલે મેઘ અને ગ્રહચાર સંબંધી કેટલીક અદ્દભૂત વાર્તાઓ, ઘી, કંબલ, તરવાર, પટ્ટવસ્ત્ર, કુતરે, ગાય, બકરી, અશ્વ, હાથી, પુરુષ, સ્ત્રી વગેરેનાં લક્ષણે, અંત:પુરની રચનાનું શાસ્ત્ર, પિટકલક્ષણ, જડા, વસ્ત્ર વગેરેનું છેદનભેદન થતાં તેનું ફળ, ચામર, દંડ, પલંગ, આસન (સિંહાસન) વગેરેનાં લક્ષણ (રચનાશાસ્ત્ર) તિ પરીક્ષા, દીપલક્ષણ, દાંત તથા લાકડા ઉપર થતાં શિલ્પ વગેરે દ્વારા શુભાશુભ તથા દરેક પ્રકારનાં નિમિત્ત આ બધા વિષયને જેમાં સંગ્રહ હોય તેનું નામ સંહિતા છે. વરાહમિહિર કહે છે કે “ટુંકામાં જગતના પ્રતિપુરુષનું અને પાર્થિવ પદાર્થોનું પ્રતિક્ષણનું કુદરતની વિશેષતાથી થતા પરિવર્તનનું જ્ઞાન તેનું નામ સંહિતા શાસ્ત્ર, અને તે દૈવ જાણવા જોઈએ.”
હવે આપણે અહીં એ વિચારીએ કે નિમિત્તશાસ્ત્રની આઠ શાખાઓનો આ સંહિતામાં સમાવેશ થાય છે કે કેમ? ઉપરના પદાર્થો જોતાં કોઈ પણ વિચારકને