________________
॥ सत्यं शिवं मुन्दरम् ॥ ॥ अथ हस्तसंजीवनम् ॥
दर्शनाधिकारः प्रथमः
शास्त्रपीठिका ॐ ऐ ही ली अर्ह नमोनमः सिद्धम् श्रीशङ्केश्वरपाच प्रणमन् ध्यायंस्तमेव जिनवृषभम् ॥ हस्तप्रशस्तलक्षणपरीक्षणे दक्षतां वक्ष्ये ॥१॥
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને નમન કરીને, તેમજ તે જિનરાજનું ધ્યાન કરી, હાથનાં સુંદર લક્ષણેની પરીક્ષા માટે દક્ષતા કહું છું. ૧
श्रीनामेयः प्रभुर्जीयात्सर्वज्ञो जगदीश्वरः ॥ येन लाक्षणिकी विद्या निर्दिष्टा भुवनश्रियै ॥२॥
શ્રી નાભિરાજના પુત્ર શ્રી ત્રષભદેવ કે જેઓ જગદીશ્વર, સર્વજ્ઞ છે. અને જેમણે જગતના કલ્યાણને માટે લક્ષણવિદ્યા બતાવી છે, તેમને ય થાઓ. ૨.
श्रीवर्धमानो जयतु सर्वज्ञानिशिरोमणिः ॥ पञ्चहस्तोत्तरो वीरः सिद्धार्थनृपनन्दनः ॥ ३॥
શ્રી મહાવીર પ્રભુ કે જેઓ સર્વ જ્ઞાની પુરુષના શિરોમણિ છે, અને જેઓનું ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન તથા નિર્વાણ એ પાંચ હસ્ત નક્ષત્ર છે, ઉત્તરમાં જેની એવા ઉત્તરાફાલ્ગનીમાં થયા છે. જેમાં વીર છે, અને સિદ્ધાર્થ મહારાજના પુત્ર છે. તેમને જય થાઓ. ૩
अङ्गविद्या निमित्तानामष्टानामपि गीयते ॥ मुख्या शुभाशुभज्ञाने नारदादिनिवेदिता ॥४॥
આઠ પ્રકારનાં નિમિત્તજ્ઞાનમાં શુભાશુભના જ્ઞાનને માટે નારદઋષિએ બતાવેલી અંગવિદ્યા મુખ્ય વિદ્યા છે. ૪