________________
भौमं भूमिभागलक्षणादि इत्युक्तं समवायाङ्गसूत्रवृत्तौ देशग्रामादेरपि भूमिविशेपत्वाद्विचारोsपि भौममुच्यते । अत एव स्थानाङ्गवृत्तावप्युक्तं भूमिविकारो भौमं भूकम्पादि । अन्यदपि भूवो घनसुपिरस्निग्धादिज्ञानं पूर्वादिगृहसूत्र विन्यासेन वा वृद्धिहान्यादि ज्ञानं निधिज्ञानं देशलभ्यालभ्यज्ञानं सर्व भूमिसंबंधाद्भीममेव ।
?
અર્થાત--ભૌમ એટલે ભૂમિના ભાગનું લક્ષણ એમ સમવાયાંગસૂત્રની વૃત્તિમાં છે. દેશ, ગામ વગેરેની પણ ભૂમિ ઉપર સ્થિતિ હાવાથી તેમના સબંધી વિચારીને પશુ ભૌમશાસ્ત્ર કહી શકાય. અને તેથી જ સ્થાનોંગસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે ભૂમિને વિકાર તે ભૌમ જેમકે ભૂકંપ ઈત્યાદિ. બીજું પણ પૃથ્વીની ઘનતા, ખીલ રસ ઈત્યાદિ જ્ઞાન તથા વાસ્તુશાસ્ત્રના આધારે (પૂર્વાદિશાનું ઘર ઇત્યાદિ ક્ષેત્રફળ, આય વગેરેના આધારે) વૃદ્ધિ અને હાની વગેરેનું જ્ઞાન. જમીનમાં રહેલા દ્રવ્યને શોધી કાઢવાનુ જ્ઞાન, દેશ વિશેષદ્વારા ભાગ્યાયનુ સ્થળ શોધી કાઢવાની વિદ્યા તે દરેકને ભૂમિ સાથે સબંધ હાઈ તે બધું ભૌમશાસ્ત્ર છે.
આજ લક્ષણુ જો લોમશાસ્ત્રનુ હાય તા તે ભૂસ્તરવિદ્યા-વાસ્તુવિધા વગેરે જ છે, એમ કહી શકાય. ભૂસ્તરવિદ્યાના જ્ઞાન વગર પૃથ્વીની ઘનતા રસકસ અંદરનું પાણી ઈત્યાદિની સમજ ન જ પડે. આમ જોતાં ભૂસ્તરવિદ્યા અને વાસ્તુવિદ્યા એ એના ઉપરથી અમુક પદાર્થોનું ભવિષ્ય જ્ઞાન કરવાની વિધિ તે ભૌમશાસ્ત્ર અને એ રૂપમાં તે નિમિત્તશાસ્ત્રની ચાથી શાખા અને છે. એક રીતે જોતાં ભવિષ્યજ્ઞાન એટલે ભવિષ્યકાળ સંબધી જ્ઞાન એવા અર્થ થાય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અથવા ખીજા અને પૂર્ણ શબ્દ નિમિત્તશાસ્ત્રથી ધ્વનિત થતા અમાં જોઇએ તે પ્રત્યક્ષ પ્રમાણુદ્વારા ઉદ્ભવતુ અનુમાન એમ અર્ધ થાય છે. અને જો તેને જ માનીએ તેા ભૂમિનાં બાહ્ય ચિહ્નો (રૂપ, રંગ, સ્વાદ) દ્વારા તેની અંદર અશ્ય રહેલા પાણી, ખનીજ ઈત્યાદિનું યા પૃથ્વીના વિશિષ્ટ માપનદ્વારા નિપજતા શુભાશુભનુ જ્ઞાન એટલે કે વિશાળ અર્થમાં ભૂસ્તરશાસ્ત્રનું અને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન એ જ ભૌમશાસ્ત્ર હાઈ નિમિત્તશાસ્ત્રની શાખા તરીકે વ્યાજખી ફરે છે. વાસ્તુવિદ્યા નેજ સ્થાપત્યવિદ્યા ગણવામાં આવે છે.
જ્યેતિષશાસ્ત્રમાં ભૂસ્તરવિદ્યા તથા વાસ્તુવિદ્યાના ઉપયોગ કેવી રીતે કરેલા છે, તે નીચેના ક્ષેાકેા ઉપરથી જણાશે.