________________
૩૮
છે. આ ગ્રંથ ઉપર પ્રથમ જણાવ્યું તેમ ભાનચંદ્ર ગણિ જેવા પ્રગલ્ય વિદ્વાનની ટકા છે. ગ્રંથ ઘણો જ રેચક છે. અને તેને મિથિલાના મહારાજા ચંદ્રદેવની પ્રાર્થનાથી વિજયરાજ અને સત્યવતીના પુત્ર શિવરાજના નાના ભાઈ વસંતરાજે રચ્યો છે.
શાકુનિકો (શકુન શાસ્ત્ર) બે પગાં પ્રાણીઓ મનુષ્ય તથા પક્ષિઓ, ચતુષ્પદ પ્રાણીઓ હાથી ઘોડા ઈત્યાદી ષટપદ પ્રાણીઓ ભમરા વગેરે, આઠ પગવાળાં શરભ ઈત્યાદિ અનેક પગવાળાં કાનખજુરા વગેરે તથા પગ વગરના સર્પો ઈત્યાદિ પ્રાણીઓ દ્વારા તેમની ચેષ્ટા, અવાજ, ગમાગમ વગેરેથી કાર્યકારણની કડી મેળવી પ્રારંભિત કાર્યના પરિણામની કલ્પના કરે છે.
તેમને સિદ્ધાન્ત છે, કે પૂર્વજન્મનાં શુભાશુભ કર્મોના પરિપાકથી પ્રતિક્ષણ શુભાશુભફળ પ્રાણીઓ ભેગવે છે. અને તે શુભાશુભની કલપના શકુન દ્વારા થઈ શકે છે. માટે શુભાશુભને જાણીને પુરૂષાર્થદ્વારા અશુભને પ્રતિકાર અને શુભની વૃદ્ધિ કરવી જોઈએ. જેમ સાપને જે તેના દંશથી બચવા મનુષ્ય દૂર જતો રહે છે. તેમ અશુભથી બચવા તેની સ્વાભાવિક પ્રવૃત્તિ થાય છે. અને તે કરવી જ જોઈએ. શુભાશુભ ભવિતવ્યતાનું કારણ પ્રાન્તન કર્મ બને છે, તો આધુનિક કર્મ પણ કારણ બની જ શકે છે. માટે કર્મ દ્વારા અશુભને પ્રતિકાર થઈ શકે છે.
પ્રાણીઓ દૈવથી પ્રેરિત થઈ શકુન દ્વારા સૂચન કરે છે. તેઓની આ ક્રિયા હેતુપૂર્વક કરવામાં આવેલી ન જોઈએ.
અનેક પ્રકારનાં પ્રાણીઓ રહેવા છતાં તેમણે પાંચ પ્રાણીઓને મુખ્ય માન્યાં છે. જેમકે –
पोदकी भषणकाकपिङ्गला जम्बुकप्रियतमा च पञ्चमी ।
एतदत्र मुनिसत्तमैः सदा कीत्यते शकुनरत्नपञ्चकम् ॥ અર્થાત્ –પોદકી એટલે જેને હિંદમાં કાલી ચિડીયા કહે છે, તથા ગુજરાતીમાં દુર્ગા, દેવચકલી ઈત્યાદિ કહે છે તે, ભષણ એટલે કુત, કાક (કાગડા) પિંગલા એટલે ચીબરી અને શીયાળવી એ પાંચ પંચરત્ન છે, ચીબરીને ભૈરવ પણ કહે છે. શકુનિકે આ પ્રાણીમાં દેવતાઓને વાસ માને છે. તેમની કલ્પના મુજબ--
सरस्वती पांडविका प्रधानां यक्षोऽपि यक्षं गरुडश्च काकम् । चण्डी पुनः पिङ्गलिका सदैच शिवां शिवादूत्यधितिष्ठतीह ।।