________________
3
અર્થાત્—વિદ્યાના ધામરૂપ માળવામાં આવેલી ધારાનગરીમાં નરદેવ નામના વિદ્વાન પુરુષ હતા, તેના સ્વરશાસ્ત્રને જાણનાર, દેહતત્વ (જેને વસતરાજે હુંસચાર કહ્યો છે. અને સાધારણ રીતે સ્વરાય તરીકે પ્રખ્યાત છે. તે નાસિકાસ્વરશાસ્ત્રજ્ઞ, શકુન, તત્ર–મત્ર વગેરેમાં પ્રવીણ, ફલિત જ્યોતિષ, તથા ગણિત યાતિષને જાણનાર ચૂડામણના જ્ઞાતા નરપતિ નામનો પુત્ર થયેા.
આ નતિ જ્ઞાનની અંદર સĆજ્ઞ જેવા હતા. તેમજ રાજપૂજ્ય હતા. તેને સરસ્વતી સિદ્ધ હતી. તેણે દોષરહિત એને અનેક પ્રકારના ગુણુ ( રહસ્ય) વાળું આ શાસ્ત્ર રચ્યું છે.
આશાપલ્લી નામના પ્રખ્યાત નગરમાં કે જ્યાં શ્રી અજયપાલનું રાજ્ય છે, ત્યાં રહીને નરપતિ કવિએ આ શાસ્ત્ર રચ્યુ' છે. (હાલના અમદાવાદમાં આ ગ્રંથ રચાયા છે.)
અર્થાત્તરપતિના ગ્રંથ મુજબ અને સ્વરશાસ્ત્રજ્ઞની પ્રતિજ્ઞાને વિકાસ થવાનાં સાધન માટે મંત્ર-તંત્ર ઇત્યાદિના જ્ઞાનની જરૂરત છે. નરપતિના ગ્રંથમાં તાંત્રિકાનાં પ્રસિદ્ધ મારણ, માહન, ઉચ્ચાટનાદિ ષટ્કર્મોના ઉલ્લેખ છે. આથી સ્વરશાસ્ત્રજ્ઞાના મંત્રતંત્ર ઉપર આધાર અથવા સબંધ રહે છે, તે નિર્વિવાદ છે.
યામલેામાં શું હોવું જોઈએ, તે તે વિતિ જેવું જ છે. યામલે મંત્રશાસ્ત્રના ગ્રંથા છે. એમ તેની પ્રસિદ્ધિ છે. છતાં જાણવા જેવું એ છે કે યામલે કેવળ મંત્રશાસ્ત્રનાં પુસ્તકા નથી. તેઓમાં નિમિત્તનાં પુષ્કળ વિધાના છે. ચામલે નું લક્ષણ બતાવતાં કહ્યું છે કે:
सृष्टि ज्योतिषाख्यानं नित्यकृत्यमदीपनम् क्रमसूत्रं वर्णभेदो जातिभेदस्तथैव च युगधर्म संख्यातो यामलस्याष्टलक्षणम् ॥
અથાત્——સૃષ્ટિ, જ્યાતિષ, નિત્યકૃત્ય, ક્રમ અને સૂત્ર, વર્ણભેદ, જાતિભેદ તથા યુગધર્મ આ આઠ વિષયે ઉપર જેમાં ચર્ચા હાય તેનું નામ ચામલ
યામલ એ તંત્રશાસ્ત્રના મુખ્ય ત્રણ ભેદમાંના એક મેટા ભેદ છે. તત્રશાસ્ત્રના આમ, યામહ અને તંત્ર એવા ત્રણ ભેદ છે.