________________
આથી ખ્યાલ થાય છે કે મામલામાંનું તિષ લગભગ સ્વરોદય હશે. તાંત્રિકને વણબીજ ઉપર મુખ્ય આધાર છે. અને તેવા જ વાર ઉપરથી સ્વરોદય બને છે. એક જ વસ્તુ એક અર્થમાં સિદ્ધિ માટે બીજા અર્થમાં ભાવિજ્ઞાન માટે હોય તે આને અર્થ છે.
સ્વરશાસ્ત્રને જે અતિરેક થયો છે. તે પહેલી બે શાખાઓનો નથી થયે. પરંતુ નિમિત્તશાસ્ત્રની પહેલી બે શાખાઓની માફક તેને તેના વિશિષ્ઠ લક્ષણ અને દુર્હતા તથા ઐન્દ્રજાલિક જેવા સ્વરૂપને અંગે હાસ થયો હોય તે જ કારણ વારંવાર વિચારપથમાં આવે છે. શાસ્ત્રની ઉપાદેયતા છે કે ઘણી છે. એ ભૂલવા જેવું નથી.
સ્વરોદયની અંદર જયપરાજય સિવાય અર્થકાંડ (તેજી-મંદીને પણ વિચાર છે. જીવિત-મરણને પણ વિચાર છે. અનેક પ્રકારની ભૂમિ કલ્પના છે. તેમજ કેટલાક રક્ષા મંત્ર છે. પોતાના પક્ષને વિજય અપાવવા, તથા સામાપક્ષને પરાજય કરવાના માટે અનેક પ્રકારથી વિચાર કરી અનુકૂળ કાળ શોધવાની પ્રક્રિયાઓ છે.
ચૂડામણિ, હસ્તકાંડ તથા ચક્રોમિલન એ ગ્રંથો તથા કેટલાક કેટલીય પ્રશ્નો, રમલ, પાશક કેવલી. શુકનાવલી ઈત્યાદિને સમાવેશ વરશાસ્ત્રમાં કરી શકાય. જો કે ચૂડામણિ, હસ્તકાંડ અને ચંદ્રોમિલન વ્યવસ્થિત પ્રકરણો છે. તેમાં ઘણી કલ્પનાઓ ચમત્કૃતિ ભરેલી છે. પરંતુ તેમાં કેટલીક હકીક્ત એવી છે, કે તે કેવલ ઇકૃપા ઉપર નભતી હેઈ, અને સ્વાભાવિક શબ્દચારના ઉપર જ નિર્ભર હોઈ છલ કરવામાં આવે તે નિષ્ફળ બને છે. તેથી તે તે ગ્રંથના અધ્યયનઅધ્યાપનની પરિપાટી બંધ થઈ ગઈ અને ધીમે ધીમે નામશેષ થઈ ગયા છે. આગળ ઉપર તે ગ્રંથોને વિસ્તારપૂર્વક ખ્યાલ આપવામાં આવનાર હોઈ અહીં તેમને હાર થવાના કારણનું અનુમાન માત્ર કર્યું છે.
હાલમાં જ કે સ્વરોદયના નરપતિજયચર્યા ઈત્યાદિ ગ્રંથનું પઠન પાઠન ચાલે છે. પરંતુ જોઈએ તેટલો પ્રચાર નથી જ. તેનું કારણ તે ગ્રંથની દુરૂશેલી અને વિષયની જટિલતા છે
આ શાખામાં આવતા શકતશાસ્ત્રની હકીક્ત પણ તેવી જ છે. શકુન ઉપર વસંતરાજ સિવાય બીજા પ્રકરણે બહુ જ ઓછાં મળે છે. નથી મળતાં એમ કહીએ તે પણ ચાલે. વસંતરાજના વીસ અધ્યા છે. અધ્યાયને વર્ગનામ આપવામાં આવ્યું