________________
આમ જુદી જુદી કલ્પનાઓમાં પહેલે અધિકાર દર્શનાધિકાર સંપૂર્ણ થઈ જાય છે. આમ કેરલ હાથમાં શુભાશુભ લક્ષણની પરીક્ષા કરી તેના ઉપરથી કહેલી વિધિ મુજબ અમુક શખ્સને અમુક વર્ષ, માસ, તિથિ, ઘડી ઈત્યાદિ શુભાશુભ છે તેવું જ્ઞાન (કે જે એક મોટી ચમત્કૃતિ ભરેલી હકીક્ત છે. આ અધિકારમાં છે. સામુદ્રિકશાસ્ત્રના હાલમાં અતિ વિકસેલા જમાનામાં પણ કેવળ હાથ ઉપરથી જ ઘટિકા પર્યતને શુભાશુભ કાળ જાણવાની વિધિ જોવામાં આવી નથી, તેમજ જાતક શાસ્ત્રના દ્વારા પણ અચૂક ઘડી-પળ શુભાશુભ જનક છે, તેવી હકીક્ત હોવા છતાં પણ તેવો પ્રચાર નથી. અને તેવી પ્રતીતિ પણે થતી નથી. અંતર્દશા, ઉપદશા, વિદશા દિનદશાદિ અનેક ભેદવાળા જાતકશાસ્ત્રની કલ્પનાઓને જ ગ્રંથકારે ટુંકામાં એક હાથમાં જ સમાવી દીધી છે.
ન તો ણિતની જરૂર, ન તો બીજા કશાન; કેવલ હાથના દર્શન માત્રથી, હાથ જેવાથી જ શુભાશુભ ઘડી શેાધી કાઢવી એ હસ્તસ જીવનની એકતાને નમુનો છે. મંથનું તે જ પ્રયોજન છે. અને તે જ મહત્તા છે.
ત્યારબાદ બીજો અધિકાર સ્પર્શનાધિકાર શરૂ થાય છે. આ અધિકારમાં ગ્રંથકા હાથની અંદર જ સર્વ નિમિત્તોનો સમાવેશ કર્યો છે. શરૂઆતમાં અંગવિદ્યા અંતર્ભાવ કરવાને કહે છે કે --
स्पर्शनादविद्यायां यथा फलमुदीर्यते ।
तथा वाच्यं फलं स्पर्शादङ्गत्वात् शक्तिशालिनः । અર્થાત-જેમ અંગવિદ્યામાં સ્પર્શથી ફલ કહેવાય છે. તેમ શક્તિશાલિ એટલે હાથ પણ અંગૂ હોવાથી તેના સ્પર્શ દ્વારા શુભાશુભ ફળ કહી શકાય છે. એટલે કે હાથમાં અંગવિદ્યાનો અંતર્ભાવ થઈ શકે છે.
ત્યારબાદ એકથી સત્તાવીશ પર્યંતના કલાકની અંદર અંગવિદ્યાની પ્રણાલી મુજબ લાભાલાભ, સુખ દુઃખ, જીવત, મરણ, ગરમાગમ. જય પરાજય વગેરેનું નિરૂપણ કરે છે. વર્ષનું શુભાશુભજ્ઞાન. વૃષ્ટિજ્ઞાન, મુષ્ટિ પ્રશ્ન, ગતવસ્તુ જ્ઞાન, ગએલી વસ્તુનાં લાભાલાભ, રજ્ઞાન, નિધિજ્ઞાન તથા ગર્ભજ્ઞાન ઈત્યાદિ જ્ઞાન કહે છે.
ત્યારબાદ અઠ્ઠાવીશમાં લેકમાં બીજા નિમિત્ત સ્વમવિદ્યાને અંતર્ભાવ કરે છે, અને તે દ્વારા શુભાશુભ જ્ઞાન કરે છે.
પછીથી સ્વરશાસ્ત્રને અંતર્ભાવ કરે છે. આંગળીઓની અંદર જ બાળાદિ સ્વરની સ્થાપના કરી તે દ્વારા શુભાશુભજ્ઞપ્તિ કરે છે.