________________
લગ્રંથોના આધારે રચાએલું છે, એમ નરપતિએ કહ્યું છે. યામલાના કર્તા શંકર છે. માટે તે સ્વરશાસ્ત્રના કર્તા ગણાય, એમ શંકા કરનારને અવકાશ છે. પરંતુ અહીં તો સ્પષ્ટ છે કે જે વસ્તુને ગણિજીએ ઉલ્લેખ કર્યો છે, તે તે પ્રસિદ્ધ શિવસ્વાદયને ઉદ્દેશીને છે. ખુદ વસંતરાજ પણ નાસિકા સ્વરને જ પ્રાધાન્ય દે છે જુઓ –
तुल्येऽपि शकुने नराणामालोक्यते योऽत्र फलस्य भेदः। स माणसञ्चारकृतो विशेषस्तत्माणगत्या शकुनो गवेष्यः ।। भवेदिडायां परिपूरितायां सर्वोऽपि वामः शकुनः प्रशस्तः । स्यापिङ्गलायां परिपूरितायां सर्वोऽपसव्यः शकुनः प्रशस्तः
– છ , – અર્થાત–જ્યારે એકી સાથે મનુષ્ય એક જ શકુન જુએ છે, છતાં તેઓને જુદું જુદું ફળ મળે છે. તેનું કારણ તેમને પ્રાણસંચાર છે. માટે પ્રાણુની ગતિ મુજબ શકુનને વિચાર કરવો. જે ઈડ એટલે જમણી બાજુને ધાસ ચાલતું હોય તે ડાબી બાજુથી થનાર શુકન શુભફળ આપે છે. જે પિંગલા (ડાબી બાજુની નાસિકા) એ શ્વાસ ચાલતો હોય તે જમણી બાજુથી થનાર શુકને શુભ છે. ' અર્થાત-વસંતરાજે નાસિકાસ્વરને નિમિત્તમાં હેતુ માન્ય છે. આમ પરિપાટિ પ્રાચીનકાળથી હાઈ ઉપાધ્યાયજીએ કરેલી વ્યાખ્યા સંગત છે. અને તેમણે તે સ્વર એટલે અવાજ અને તેના ઉપરનું શાસ્ત્ર તે સ્વરોદયશાસ્ત્ર એવી વ્યાખ્યા કરી હોય તેમ લાગે છે. કારણ શકુનશાસ્ત્ર કે જેમાં પક્ષિઓના અવાજ ઈત્યાદિ ઉપરથી નિમિત્તની ગણના છે. તેને તથા ચૂડામણિને સ્વરશાસ્ત્રમાં ગણવેલાં છે.
હસ્તસંજીવનનો કેટલેક ભાગ તથા હસ્તકાંડ અને ચૂડામણિને સાર એ તે આ હિસાબે સ્વરનાં જ પુસ્તક છે.
વાસ્તવિકમાં સ્વરોદયશાસ્ત્ર તરીકે નરપતિજયચર્યા, પંચસ્વરા, સમરસાર એ ગ્રંથો મુખ્ય છે. આ ગ્રંથની પરિપાટી જતાં પૃચ્છકના મુખમાંથી ઉઅતિ શબ્દના અકારાદિસ્વર તથા કકારાદિ વ્યંજનના ગે બાલ, કુમાર, યુવા, વૃદ્ધ તથા મૃત ઈત્યાદિ ભેદાનુસાર અનેક પ્રકારની બુદ્ધિગમ્ય કલ્પના કરી શુભાશુભનું જ્ઞાન કરેલું છે. આ ગ્રંથની શિલી કઠિણ છે. સામાન્ય માણસ માટે તે સુલભ નથી. સ્વરો