________________
અર્થાત-જ્યારે વૈદ્યને લાવવા માણસ (ત) આવે, ત્યારે જે તે માણસ પિતાના નાભિ, નાક, મુખ, કેશ, રૂવાટાં, નખ, દાંત, ગુહ્યાંગ, પીઠ કે સ્તન, ગ્રીવા, જઠર કે અનામિકા આંગળીને સ્પર્શ કરતા કરતે આવવાનું કહે તે વૈધે શગીને તપાસવા ન જવું, કારણ રોગ મટવાને નથી.
પરંતુ___ इच्छामि मष्टुं भण, पश्यत्वार्यः समादिशेत्युक्ते ।
संयोगकुटुम्बोत्या लाभैश्वर्योद्गता चिन्ता ।। અર્થાત--દેવજ્ઞની પાસે આવી કોઈ માણસ કહે કે “હું પૂછવાની ઈચ્છા રાખું છું, આપ કહે,” “જુઓ મારે કંઈક કહેવું છે.” અથવા “બતાવે મારે કંઈક પૂછવું છે ” આવી રીતે જેમાં પોતાની ઈચ્છા વ્યક્ત ન કરતાં કંઈક ઈચ્છા છે, માટે પૂછું છું એ પ્રશ્ન કર્તાને ભાવ હોય ત્યાં સંગથી ઉત્પન્ન થએલી, કે કુટુંબ સંબંધો, કે લાભ અથવા એર્ય સંબંધી ચિંતાને પ્રશ્ન છે એમ જાણવું.
निर्दिशेति गदिते जयाध्वगा प्रत्यवेक्ष्य मम चिन्तितं वदं ।
आशु सर्व जनमध्यगं बया दृश्यतामिति बन्धुचौरजा ॥
આપ વિચાર કરીને બતાવો” એવો પ્રશ્ન હોય તો મુસાફરી કે વિજયની ઈચ્છા પ્રશ્ન કરનારને છે, એમ જાણવું. પરંતુ જે કેાઈ એકદમ આવી બધાની વચ્ચે જ કહી દે કે “જરા જલદી જોઈ દે” એમ પ્રશ્ન કર્તા કહે છે તેને ભાઈ અથવા ચોર સંબંધી ફિકર છે, એમ કહેવું.
આ રીતે પ્રશ્ન કરનારના ઉચ્ચાર ઉપરથી પણ શુભાશુભ જ્ઞાનને અંગવિદ્યામાં અંતર્ભાવ છે.
અંગવિદ્યાના વિષયનું આમ આપણને જ્ઞાન થાય છે. હવે આપણે વિચાર કરીએ કે અંગવિદ્યાને વિશેષ પ્રચાર અને વિસ્તૃત રૂપ કેવું હોવું જોઈએ.
આ બંને બાબત ઉપર વિચાર કરતાં આ વિદ્યાનો વિશેષ પ્રચાર ન થઈ શકે. કારણ જાતિષી પ્રત્યેક ક્ષણે બીજા કેઈ પણ સાધન વગર માત્ર દષ્ટિથી આજુબાજુ નજર નાખીને જ, અથવા અવાજ શ્રવણ માત્રથી જ ભવિષ્ય કથન કરે, અને દર વખત તેમાં સફળ થાય તેવું ન બને. જેઓ આ વિષયને સાધ્ય કરી શકે તેઓ યેગી ગણાય. કારણ કેવલ વિચાર અને દષ્ટિ એ બે જ સાધનોની જરૂર છે. સાધ્ય